×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકામાં ગમખ્વાર અકસ્માત, 130 વાહનો એક બીજા સાથે અથડાયા, 6ના મોત અને 65 ઘાયલ

નવી દિલ્હી,તા.12.ફેબ્રુઆરી,2021

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં સર્જાયેલા એક ભીષણ માર્ગ અકસ્માતમાં 130 જેટલા વાહનો એક બીજા સાથે અથડાયા હતા.

રાજયના ઈતિહાસમાં સૌથી ગમખ્વાર અકસ્માતો પૈકીના એક અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને ડઝનબંધ લોકો ઈજાગ્રસ્ત થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મળતી વિગતો પ્રમાણે ટેક્સાસ સહિત અમેરિકામાં સંખ્યાબંધ હિસ્સામાં બરફવર્ષા અને વરસાદ પડ્યો છે.જેના પગલે હાઈવે પર ઉપરોક્ત અકસ્માત સર્જાયો હતો.

બચાવ કામગીરી કરી રહેલા ટીમોએ કહ્યુ હતુ કે, કેટલાક લોકો તો પોતાના વાહનોમાં ફસાઈ ગયા હતા.જેમના બહાર કાઢવા માટે હાઈડ્રોલિક ઈક્વીપમેન્ટનો સહારો લેવો પડ્યો હતો.અકસ્માતમાં ઘાયલ 65 લોકોની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી છે.

અધિકારીઓનુ કહેવુ હતુ કે, રસ્તા પર ભારે બરફ પડ્યો હતો અને તેના કારણે એક પછી એક વાહનો એક બીજાની સાથે ટકરાતા ગયા હતા.બરફના કારણે બચાવ કામગીરી કરી રહેલી ટીમોને પણ શરુઆતમાં ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.