અમેરિકાએ ચીનનું 'જાસૂસ બલૂન' ઉડાવી દીધુ, બિડેનની મંજૂરી બાદ કાર્યવાહી

અમેરિકાએ ચીનનું 'જાસૂસ બલૂન' ઉડાવી દીધુ, બિડેનની મંજૂરી બાદ કાર્યવાહી
Image : Twitter

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2023, રવિવાર

છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકામાં દેખાતું ચીનનું જાસૂસી બલૂન તોડી પાડવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ જો બિડેનના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ બલૂનને દરિયામાં છોડી દેવામાં આવ્યું છે. હવે ટીમો કાટમાળ એકત્ર કરવા સ્થળ પર જઈ રહી છે. આ બલૂનને તોડી પાડતા પહેલા ત્રણ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને એરસ્પેસ પણ બંધ રહી હતી. યુએસ આર્મીના એરક્રાફ્ટે તે જાસૂસી બલૂનને એટલાન્ટિક મહાસાગરમાં તોડી પાડ્યો હતો.

આ બલૂન અમેરિકાના એરસ્પેસમાં દેખાયો હતો

રાષ્ટ્રપતિ જો બિડેને જણાવ્યું કે આ બલૂન ઉડાવી દેવાનો આદેશ આ અઠવાડિયાની શરૂઆતમાં આપવામાં આવ્યો હતો. બલૂન દરિયાની ઉપર આવે તેની રાહ જોવામા આવી હતી. આ બલૂન જેવુ દરિયાની ઉપર આવ્યુ કે અમેરિકન વિમાનોએ તેને ઉડાવી દીધું હતું. છેલ્લા ત્રણ દિવસથી આ બલૂન અમેરિકાના એરસ્પેસમાં દેખાઈ રહ્યો હતો. યુએસ આર્મી દ્વારા તે બલૂનની ​​હિલચાલ પર નજીકથી નજર રાખવામાં આવી હતી. રાષ્ટ્રપતિ જો બિડેન પર પણ બલૂન નીચે લાવવામાં આવશે તેવી જાહેરાત કરવાનું દબાણ હતું. હવે આ દબાણ વચ્ચે એ આદેશ પણ બહાર પાડવામાં આવ્યો અને ચાઈનીઝ બલૂન પણ નીચે લાવવામાં આવ્યો છે.

Share: