અમૂલે ફરી વધાર્યા દૂધના ભાવ, લીટરે ૩ રુ.નો વધારો ઝિંકાયો

અમૂલે ફરી વધાર્યા દૂધના ભાવ, લીટરે ૩ રુ.નો વધારો ઝિંકાયો
image : Twitter (INC)

નવી દિલ્હી, તા.3 ફેબ્રુઆરી, શુક્રવાર

એશિયાની સૌથી મોટી ડેરી તરીકે વખણાતી અમૂલ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો છે. નવી કિંમતો આજની તારીખથી જ લાગુ થશે. કંપનીએ રેટ લિસ્ટ બહાર પાડ્યું છે, જે મુજબ અમૂલનું અડધુ લીટર તાજું દૂધ 27 રૂપિયામાં મળશે. જ્યારે એક લીટરનું પેકેટ રૂ.54માં મળશે.

મોંઘવારીનો માર

અમૂલ ડેરી દ્વારા ફરી એકવાર દૂધના ભાવમાં વધારો કરાયાના અહેવાલ સામે આવ્યા છે. આ વખતે મુંબઈ શહેરમાં લીટરે રૂપિયા ૩નો વધારો કરાયાની માહિતી મળી છે. જોકે પહેલાથી જ લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે ત્યારે દૂધના ભાવમાં વધારો લોકોની સવારની ચાની મજા પણ બગાડી શકે છે. 

Share: