અમદાવાદ BMW હિટ એન્ડ રન કેસમાં આરોપી સત્યમ શર્મા રાજસ્થાનથી ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે કરી કાર્યવાહી

અમદાવાદ BMW હિટ એન્ડ રન કેસમાં આરોપી સત્યમ શર્મા રાજસ્થાનથી ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે કરી કાર્યવાહી

અમદાવાદ, 05 માર્ચ 2023, રવિવાર

અમદાવાદ શહેરમાં સીમ્સ હોસ્પિટલથી ઝાયડસ હોસ્પિટલ જવાના રસ્તા પર નશામાં ધૂત એક BMW કાર ચાલકે દંપતીને દંપતીને ઉલાળ્યા હતા. અકસ્માત સર્જનાર આરોપી સત્યમ શર્મા કાર મુકીને ફરાર થઈ ગયો હતો. આજે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની રાજસ્થાનથી અટકાયત કરવામાં આવી હતી. પોલીસ સત્યમ આરોપીને લઈને અમદાવાદ આવી રહી છે. 

અમદાવાદ શહેરમાં ગત બુધવાર મોડી રાત્રે નશામાં ધૂત યુવક પુરપાટ ઝડપે BMW કાર હંકારતા અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં યુવકે દંપતીને ઉલાળતા ગંભીર રીતે ઘાયલ થયુ હતું. આ અકસ્માત સર્જનાર આરોપી સત્યમ શર્મા અકસ્માત સર્જીને કાર આગળના ખેતરમાં છોડીને ત્યાથી નાશી છુટ્યો હતો. આ ઘટનામાં સોલા પોલીસે બે અલગ અલગ ગુના હેઠળ ગુનો નોંધ્યો હતો અને તપાસ શરુ કરી હતી. 

કારની તપાસ કરતા દારુની બોટલો મળી આવી

આ અકસ્માતમાં કાર ચાલક કાર મુકીને ભાગી જતા બાદમાં કારની તપાસ કરતા કારની અંદરથી એક બેંક પાસબુક મળી આવી હતી. આ ઉપરાંત દારુની બોટલો પણ મળી આવી હતી. આ પાસબુકને આધારે કાર ચાલકનું નામ સત્યમ શર્મા જાણવા મળ્યુ હતું. આ મામલાની વધુ તપાસ કરતા BMW કાર માલિકનું નામ શ્રીક્રિષ્ના શર્મા જાણવા મળ્યુ હતું. આ BMW કાર શ્રીક્રિષ્ના શર્માનો પુત્ર ચલાવતો હતો. આ ઉપરાંત સત્યમ શર્મા કાર રેસિંગનો શોખીન પણ હતો. સત્યમ શર્માનો પરિવાર મૂળ UPના ગ્વાલિયરનો છે.

Share: