અમદાવાદ એરપોર્ટ પરથી ગેરકાયદેસર સોનું લાવનારા 3 મુસાફરોની ધરપકડ

અમદાવાદ એરપોર્ટ પરથી ગેરકાયદેસર સોનું લાવનારા 3 મુસાફરોની ધરપકડ

– 13 કરોડની 23 કિલો સોનાની પેસ્ટ મુસાફરો પાસેથી મળી આવી

– મુસાફરો કમરના બેલ્ટમાં 23 કિલો સોનાની પેસ્ટ લઈને આવ્યા હતા

અમદાવાદ, તા. 30 નવેમ્બર 2022, બુધવાર

અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરીનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આજે ફરી એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું સોનું ઝડપાયું છે. શારજહાથી આવેલા મુસાફરો પાસેથી 23 કિલો સોનાની પેસ્ટ મળી આવી છે. કસ્ટમ્સ એર ઈન્ટેલિજન્સ યુનિટે ચેકિંગ દરમિયાન મુસાફરો પાસેથી સોનું ઝડપી પાડ્યું છે. અમદાવાદ એરપોર્ટ પરથી ગેરકાયદેસર સોનું લાવનાર 3 મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે. આ મુસાફરો શારઝહાથી સોનાની પેસ્ટ બનાવી સોનું લાવ્યા હતા. મુસાફરોની આ મોડસ ઓપરેન્ડી જોઈને ખુદ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. આ મુસાફરો કમરના બેલ્ટમાં 23 કિલો સોનાની પેસ્ટ લઈને આવ્યા હતા. તેઓએ કમરના બેલ્ટમાં સોનું છૂપાવ્યું હતું. આ ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે.

ભારતીય બજારોમાં આ સોનાનો ભાવ આશરે 13 કરોડ રૂપિયા થાય છે. ધરપકડ કરી ત્રણેયની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. સોનું અમદાવાદમાં કોને આપવાનું હતું તે મુદ્દે પણ તપાસ હાથ ધરાશે. સોનામાં કિલોએ 3 લાખનો તફાવત હોય છે તેથી દાણચોરી વધી રહી છે. સોનાની પેસ્ટને પાઉડરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટ પર ગેરકાયદે લવાતું સોનું ઝડપવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 

Share: