અમદાવાદમાં ભૂકંપના આંચકા નથી આવ્યા, ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે કરી સ્પષ્ટતા

અમદાવાદમાં ભૂકંપના આંચકા નથી આવ્યા, ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે કરી સ્પષ્ટતા

દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા જેની તીવ્રતા 6.6 નોંધાઈ હતી. મોડે સુધી ધરતી ધ્રજતા લોકો ઘરની બહાર દોડ્યાં હતા.ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં નોંધાયું છે જે ભૂકંપનો રિક્ટેલ સ્કેલ પર 7.7ની તીવ્રતા નોંધાઇ છે. ભારત, પાકિસ્તાન,ચીન, તુર્કમેનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવયા છે. કઝાખસ્તાન, તાજીકિસ્તાન, ઉઝબેકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવયા છે.

અમદાવાદમાં ભૂકંપના આંચકા નથી

અમદાવાદમાં પણ લોકો ભૂકંપના આંચકા આવ્યા હોવાનું માનીને કેટલાક વિસ્તારોમાં ઘરની બહાર નીકળી ગયા હતા. પરંતુ ગાંધીનગરના સિસ્મોલોજી વિભાગે અમદાવાદમાં ભૂકંપના આંચકા આવ્યા નથી તેવું જણાવ્યું હતું.

Share: