×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, શહેરીજનોને કાળઝાળ ગરમીથી રાહત

અમદાવાદ, 16 જુન 2021 બુધવાર

અમદાવાદમાં તાપમાનનો પારો વધતા શહેરીજનો છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ગયા હતાં, આવી જ સ્થિતી રાજ્યનાં અન્ય શહેરોમાં પણ જોવા મળી રહી છે, કેટલાંક દિવસથી ગરમી અને બફારો વધતાં લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યાં છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુરૂવારથી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની સંભાવના છે. 

અમદાવાદમાં આજ બપોર પછી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને શહેરમાં હળવાથી ભારે વરસાદ થશે તેવું જણાઇ રહ્યું છે, સાંજથી જ અમદાવાદ શહેરનું હવામાન બદલાયું અને શહેરના સેટેલાઇટ, બોપલ, જોધપુર, વસ્ત્રાપુર, પાલડી, વાસણા, સરખેજ, ઘાટલોડિયા, ગોતા, નવાવાડજ, શીલજ, મેમકો, દુધેશ્વર, નરોડા રોડ, જમાલપુર સહિતના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો વિસ્તારમાં એક ઇંચ વરસાદ વરસ્યો. નિકોલ સહિતના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા 

હવામાન વિભાગે આપેલા સંકેતો પ્રમાણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, તેમજ દાહોદ, મહિસાગર, અરવલ્લી અને પંચમહાલમાં 17મીથી ચાર દિવસ સુધી હળવો વરસાદ પડવાની શક્યતાઓ વધુ છે. આ સિવાય ડાંગ, તાપી સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદ પડી શકે છે.

બીજી બાજુ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેથી આગામી 2 દિવસ બાદ વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. આજથી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. જેની અસર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર સહિત મધ્ય ગુજરાતમાં વર્તાશે અને હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના નહીંવત ગણાવી છે. જો કે ચોમાસુ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 4 જિલ્લાના 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 17 અને 18 જૂન સુધીમાં રાજયમાં હળવાથી સામાન્ય વરસાદ વરસવાની સંભાવના છે. 17 જૂનથી 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના મતે આગામી ગુરૂવારે સાબરકાંઠા, દાહોદ, અરવલ્લી, મહીસાગર, કચ્છ, શુક્રવારે અમદાવાદ, આણંદ, કચ્છ શનિવારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ તો રવિવારે દાહોદ અને પંચમહાલમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવનની સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.