×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદની આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખીને બે કરોડની લૂંટ, પોલીસે લૂંટારૂને ઝડપ્યો

અમદાવાદ, 26 જુલાઇ 2021 સોમવાર

અમદાવાદ શહેરનાં વસ્ત્રાપુર વિસ્તારમાંથી આંગડિયા લૂંટનાં ચોંકાવનારા સમાચાર બહાર આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરનાં વસ્ત્રાપુરની મહેન્દ્ર સોમા પટેલ આંગડિયા પેઢીના કર્મચારીઓની આંખમાં મરચું નાંખી 2 કરોડની લૂંટને અંજામ અપાયો હતો. 

બીજી તરફ ઘટના સ્થળની નજીકમાં જ ઉભેલી વસ્ત્રાપુર પોલીસે 2 કરોડ લૂંટી ભાગતા જવા લૂંટારૂને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો છે, આ કેસમાં હાલ તો  આરોપી ઝડપાઇ જતા મોટી લૂંટની ઘટનામાં રૂપિયા પણ રિકવર થઇ ગયા છે.સરકાર દ્વારા શહેરમાં સબ સલામતનાં દાવા વચ્ચે ધોળા દિવસે જાહેરમાં બનેલી લૂંટની આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.