અમદાવાદના શાહપુર વિસ્તારમાં લાગી આગ, દંપતિ સહિત બાળકનું મોત

અમદાવાદના શાહપુર વિસ્તારમાં લાગી આગ,  દંપતિ સહિત બાળકનું મોત


અમદાવાદ, 02 જાન્યુઆરી 2023, સોમવાર

આજે વહેલી સવારે લગભગ 4:30 વાગ્યાની આસપાસ અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હાલ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે. આ ઘટના અંગેની જાણ થતા પોલીસ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. શાહપુર દરવાજા પાસે આવેલી ન્યુ એચ કોલોનીમાં આ સમગ્ર ઘટના બની હતી. અત્યાર સુધીના અહેવાલ મુજબ ત્રણ લોકોના મોત થયેલા છે, જેમાં એક દંપતી સહીત બાળકનો સમાવેશ થાય છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.  જો કે, મકાનમાં આગ ક્યા કારણોસર લાગી તેનું કોઈ કારણ હજી સુધી સામે આવ્યુ નથી.    

Share: