×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રેડિયો મિર્ચી રોડ પર ચંદ્રનગરના છાપરામાં આગ


તા. 25 મે, 2021, મંગળવાર

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ચંદ્રનગર સોસાયટી પાસે આવેલા ઝુંપડામાં ભીષણ આગ લાગી હતી. સવારે 9:30 કલાકે ગેસ સિલિન્ડરના કારણે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે આસપાસના ઝુંપડાઓને પણ લપેટમાં લઈ લીધા હતા.

આગ હોનારતને પગલે મિર્ચી રોડ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર બ્રિગેડના 18 જેટલા વાહનોએ આગ પર નિયંત્રણ માટે પ્રયત્ન શરૂ કર્યો હતો. આગમાં શ્રમજીવી પરિવારોની ઘરવખરી બળીને ખાખ થઈ જતા તેઓ ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા. સદનસીબે આગ હોનારતમાં કોઈ જાનહાનિ નથી નોંધાઈ પરંતુ કોરોના કાળમાં વધુ એક મુશ્કેલી આવી પડતા ગરીબ પરિવારોના માથે આભ ફાટી પડ્યું છે.