×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદના રીલિફ રોડ પર એસી કમ્પ્રેસરના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર ફાઇટરની 15 ગાડીઓ ઘટનાસ્થળે

અમદાવાદ, તા. 22 માર્ચ 2021, સોમવાર

અમદાવાદ શહેરમાં વધુ એક આગનો બનાવ બન્યો છે. અતી ગીચ અને ભીડવાળા ગણાતા શહેરના રીલિફ રોડ પર ભીષણ આગની ઘટના બની છે. રીલિફ રોડ પર આવેલા એસીના કમ્પ્રેસરના ગોડાઉનની અંદર આ ભીષણ આગ લાગી છે. આગ એટલી વિકરાળ હતી કે દૂરથી જ ધૂમાડાના ગોટા દેખાઇ રહ્યા છે. આગના બનાવાની જાણ થતા ફાયર ફાઇટરની 15 જેટલી ગાડીઓનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે. તેઓ આગ પર કાબૂ મેળવવામા પ્રયાસો શરુ છે.

રીલિફ રોડ પર આવેલા સર્વોદય કોમ્પલેક્ષમાં આગ લાગી છે. જેના પગલે રીલિફ રોડને બંધ કરવામાં આવ્યો છે. આગના બનાવના પગલે લોકો પણ ઘટનાસ્થળ પર ઉમટ્યા છે. યુદ્ધના ધોરણે અત્યારે આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરાઇ છે.


આગનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ પ્રાથમિક માહિતિ એવી મળી છે કે ગોડાઉનમાં રાખેલા ગેસના બાટલા ફાટવાના કારણે આગ લાગી છે. આ સમગ્ર ઘટનામાં કેટલા લોકોને ઇજા થઇ તે સત્તાવાર રીતે જાણવા મળ્યું નથી.