×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અભિનેતા સંદીપ નાહરનો આપઘાત, એમએસ ધોની ફિલ્મમાં સુશાંત સિંહ સાથે કામ કર્યુ છે


મુંબઇ, તા. 15 ફેબ્રુઆરી 2021, સોમવાર

બોલીવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક અભિનેતાએ આપઘાત કર્યો છે. સંદીપ નાહર નામના અભિનેતાએ આપઘાત કર્યો છે. મુંબઇના ગોરેગાંવમાં આવેલા સંદીપના ઘરમાંથી તેનો મૃતદેહ મળ્યો છે. પોલીસે પણ પ્રાથમિક તપાસમાં સંદીપે આપઘાત કર્યો હોવાની વાત કહી છે. 

અભિનેતા સંદીપ નાહરે એમએસ ધોની અને કેસરી જેવી ફિલ્નોમી અંદર કામ કર્યુ છે. સાથએ જ અનેક ટીવી સિરિયલમાં પણ સંદીપે અભિનય કર્યો છે. એમએસ ધોની ફિલ્મમાં તેણ દિવંગત અભિનેચતા સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યુ છે. 

સંદીપે ફેસબૂક પર એક સ્યુસાઇડ નોટ પર શેર કરી છે. જેમાં તેણે પર્સનલ લાઇફ અને પ્રોફેશનલ લાઇફમાં રહેલી સમસ્યાઓની વાત કરી છે. આજે જ તેણે ફેસબૂક પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. તેમાં પણ તેણે આપઘાતની વાત કરી હતી. 

વીડિયોમાં સંદિપ જણાવે છે કે મને તમે ઘણી ફિલ્મોમાં જોયો હશે. એમએસ ધોનીમાં મેં છોટુ ભૈયાનો રોલ કર્યો હતો. આજે આ વીડિયો બનાવવાનું કારણ એ છે કે અમારા જીવનમાં ઘણી સમસ્યાઓ છે. હું માનસિક રીતે સ્ટેબલ નથી. તેનું કારણ મારી પત્ની કંચન શર્મા છે. દોઢ બે વર્ષથી હું ટ્રોમામાંથી પસાર થઇ રહ્યો છું. મેં મારી પત્નીને વારંવાર સમજાવી છે. 365 દિવસ લડવાનું, દરરોજ આપઘાતની વાત કરવી. તે કહે છે કે હું મરી જઇશ અને તને ફસાવી દઇશ.


વીડિયોમાં આગળ કહે છે કે હું પરેશાન થઇ ગયો છું. મરા પરિવારને ગાળઓ આપે છે. માને ગાળો આપે છે. હું તેની સામે ઘરવાળાના ફોન નથી ઉપાડી શકતો. મારું નામ કોઇની પણ સાથે જોડીને મારા પર શંકા કરે છે. શંકાની કોઇ સારવાર નથી હોતી. થોડા દિવસો પહેલા તે ઘરેથી ભાગી ગઇ હતી,  તને શોધતો રહ્યો. તેની મા પણ તેને સાથે આપે છે. 

આ પ્રકારની ઘણી વાતો તેણે વીડિયોમાં કરી છે. સાથે જ તેણે ફએસબૂક પર એક લાંબી પોસ્ટ પમ લખી છએ. જેની શરુઆતમાં જ સ્યુનાઇડ નોટ એવું લખેલું છે અને સાથે આ વીડિયો અપલોડ કર્યો છે.