અભિનેતા અરમાન કોહલીનાં ઘર પર રેડ, ડ્રગ્સ કેસમાં NCBની કાર્યવાહી

અભિનેતા અરમાન કોહલીનાં ઘર પર રેડ, ડ્રગ્સ કેસમાં NCBની કાર્યવાહી

મુંબઇ, 28 ઓગસ્ટ 2021 શનિવાર

અભિનેતા અને પૂર્વ બિગ બોસ કન્ટેસ્ટેંટ અરમાન કોહલી ફરી એકવાર વિવાદમાં ફસાયો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ શનિવારે, 28 ઓગસ્ટનાં દિવસે ડ્રગ્સના કેસના સંબંધમાં મુંબઈમાં અભિનેતાના ઘરે દરોડા પાડ્યા છે. હાલ, તપાસ ચાલુ છે.  

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018 માં, અરમાનની એક્સાઇઝ વિભાગ દ્વારા 41 બોટલ સ્કોચ વ્હિસ્કી રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે કાયદો દારૂની 12 બોટલ ઘરમાં રાખવાની મંજૂરી આપે છે, પરંતુ અરમાન પાસે 41 થી વધુ બોટલ હતી અને તેમાંથી મોટાભાગની વિદેશી બ્રાન્ડની હતી.

વળી, અરમાન કોહલીની બોલિવૂડ સફર કંઈ ખાસ રહી નથી. અરમાન પ્રખ્યાત ફિલ્મ નિર્માતા રાજકુમાર કોહલીનો પુત્ર છે. પિતાને જેટલી સફળતા મળી તેટલી સફળતા તેમના પુત્રને મળી નથી. ફિલ્મો ઉપરાંત, અરમાન પણ તેની ગર્લફ્રેન્ડને માર મારવાનાં કારણે પણ ચર્ચામાં રહ્યો છે અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. 

Share: