અફઘાન સંસદમાં ઘુસ્યા તાલિબાનો, હથિયારો સાથે સ્પિકરની ખુરશી પર બેઠા, જુઓ વિડિયો

અફઘાન સંસદમાં ઘુસ્યા તાલિબાનો, હથિયારો સાથે સ્પિકરની ખુરશી પર બેઠા, જુઓ વિડિયો

કાબુલ, 16 ઓગસ્ટ 2021 સોમવાર

આગામી દિવસોમાં, અફઘાનિસ્તાનનું શું થશે અને તાલિબાન તેનું શાસન કેવી રીતે ચલાવશે, તેનાં એંધાણ અત્યારથી જ દેખાવા લાગી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનની સાથે તાલિબાનોએ સંસદ ભવન પર પણ કબજો કર્યો છે. તાલિબાન લડવૈયાઓ હથિયારો સાથે સંસદમાં પ્રવેશ્યા અને સંસદની અંદર સ્પીકરની ખુરશી પર બેઠા, જે લોકશાહીમાં મંદિરની જેમ પવિત્ર માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ સંસદ ભવન ભારત દ્વારા બનાવવામાં આવ્યું હતું અને 2015 માં પીએમ મોદીની હાજરીમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તાલિબાન લડવૈયાઓ સંસદ ભવનની અંદર બંદૂકો ઉછાળતા જોવા મળી રહ્યા છે. એક લડવૈયો સ્પીકરની ખુરશી પર બંદૂક સાથે બેઠેલા જોવા મળે છે, જ્યારે બંદૂકધારીઓ ખુરશીઓ પર બેઠેલા પણ જોવા મળે છે, જેના પર અફઘાન પ્રતિનિધિઓ બે અઠવાડિયા પહેલા બેસતા હતા.

રવિવારે તાલિબાનોએ કાબુલમાં પ્રવેશતાની સાથે જ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો હતો. આ ચિત્રો સાથે, વિશ્વમાં જાહેરાત કરવામાં આવી હતી કે અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોની પાછી ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ, બળવાખોરોએ તેમની યોજનાઓ પાર પાડી છે. રાષ્ટ્રપતિ અસરફ ગનીએ દેશ છોડ્યો અને આમ તાલિબાનનું શાસન શરૂ થયું.

Share: