અફઘાનિસ્તાનઃ તાલિબાન ફરી લાગુ કરી રહ્યું છે દમનકારી કાયદો, પુરૂષોને ટોપી લગાવવા અને મસ્જિદ જવા આપ્યા આદેશ

અફઘાનિસ્તાનઃ તાલિબાન ફરી લાગુ કરી રહ્યું છે દમનકારી કાયદો, પુરૂષોને ટોપી લગાવવા અને મસ્જિદ જવા આપ્યા આદેશ


– નિયમોની અવગણના કરનારી મહિલાઓની કોઈ કોઈ વખત હત્યા કરી દેવામાં આવતી હતી

નવી દિલ્હી, તા. 26 જુલાઈ, 2021, સોમવાર

અમેરિકી સેનાના પાછા ફર્યા બાદ તાલિબાન ઝડપથી અફઘાનિસ્તાનમાં પોતાનો કબજો વધારી રહ્યું છે. ચરમપંથી સંગઠન હવે ફરી ધીમે-ધીમે જૂના દમનકારી કાળા કાયદાને લાગુ કરી રહ્યું છે જે 1996થી 2001ના વર્ષ દરમિયાન અફઘાનિસ્તાનમાં તેમના શાસન દરમિયાન લાગુ હતા. 

દીકરીઓના લગ્ન તાલિબાની ફાઈટર સાથે કરાવવા ફરમાન

તેઓ હવે અફઘાન પરિવારોને દીકરીઓના લગ્ન તાલિબાન ફાઈટર્સ સાથે કરાવવા આદેશ આપી રહ્યા છે. પુરૂષોને દાઢી વધારવા અને મસ્જિદ જવા માટે આદેશ આપવામાં આવ્યો છે. એક અહેવાલ પ્રમાણે તાલિબાનના 5 વર્ષના શાસન દરમિયાન મહિલાઓને કામ કરવાની, શાળાએ જવાની કે કોઈ પુરૂષ સંબંધી વગર ઘર છોડવાની મનાઈ હતી. પુરૂષોને દાઢી વધારવા, ટોપી કે પાઘડી પહેરવા મજબૂર કરવામાં આવતા હતા. 

સંગીત અને મનોરંજનના અન્ય સ્વરૂપો પર પ્રતિબંધ હતો. તેનું પાલન ન કરનારાઓને સાર્વજનિક રીતે કોરડા મારવાનો, મારપીટનો અને અપમાનિત કરાવાનો ડર રહેતો હતો. આ નિયમોની અવગણના કરનારી મહિલાઓની કોઈ કોઈ વખત હત્યા કરી દેવામાં આવતી હતી. 

તાલિબાન પોતાના દ્વારા કબજો કરવામાં આવેલા ક્ષેત્રોમાં ઈસ્લામી શરિયા કાયદાના હિસાબથી પરિભાષિત દમનકારી કાયદા અને નીતિઓ ફરી લાગુ કરી રહ્યું છે. 

Share: