અધધધ… 1400 કિલો ચાંદીની લૂંટ, અમદાવાદ- રાજકોટ હાઈવે પર પોલિસની નાકાબંધી

અધધધ… 1400 કિલો ચાંદીની લૂંટ, અમદાવાદ- રાજકોટ હાઈવે પર પોલિસની નાકાબંધી
Image Envato

અમદાવાદ,  તા. 18 ફેબ્રુઆરી 2023, શનિવાર

ગુજરાતમાં મોટી લૂંટના સમાચાર સામે આવ્યા છે. જેમા સુરેન્દ્રનગરનમાં લાખોની લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ છે.આજે સવારે અમદાવાદ- રાજકોટ હાઈવે પર 1400 કિલો ચાંદીની લૂંટ થઈ હોવાનુ જાણવા મળ્યુ છે. જેના પગલે પોલિસે નાકાબંધી કરી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરેન્દ્રનગરના સાયલા પાસે 1400 કિલો ચાંદી સાથે વાહનની લૂંટ કરી અજાણ્યા શખ્શો ભાગી ફરાર થઈ ગયા છે. 

લૂંટારૂઓને ઝડપી લેવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી 

સુરેન્દ્રનગરમાં લાખોની લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. અમદાવાદ- રાજકોટ હાઈવે પર પોલિસ દ્વારા નાકાબંધી કરવામાં આવી છે. પાપ્ત વિગતો મુજબ આ લૂંટારુઓ 1400 કિલો ચાંદી લઈ ફરાર થઈ ગયા હતા અને આ વાહન થોડે દુરથી મળી આવ્યુ હતું. ઘટનાની જાણ બાદ ડીએસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. આ સાથે તાત્કાલિક અસરથી  લૂંટારૂઓને ઝડપી લેવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે. 

Share: