અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા, પ્રયાગરાજ મેડિકલ માટે લઈ જતી વખતે બની ઘટના

અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા, પ્રયાગરાજ મેડિકલ માટે લઈ જતી વખતે બની ઘટના

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં અસદ અહેમદની પોલીસ કસટડીમાં ગોળી મારી હત્યા કરવામાં આવી છે. માફિયા માંથી રાજકારણી બનેલા અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની પણ હત્યા કરી દેવામાં આવી છે. બંનેને મેડિકલ તપાસ માટે લઇ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમની હત્યા કરી દેવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે અતિક અહેમદ બીએસપી ના ધારાસભ્ય ઉમેશ પાલ હત્યાકાંડનો મુખ્ય આરોપી હતો.

પોલીસ અને મીડિયાની સામે થયો હુમલો 

પ્રયાગરાજના કોલ્વિન હોસ્પિટલની પાસે આ હુમલો ત્યારે થયો, જ્યારે પોલીસની ટીમ અતીક અને અહેમદને લઈને જઈ રહી હતી. આ દરમિયાન ત્રણ-ચાર હુમલાખોરો અચાનક વચ્ચે પહોંચ્યા અને તાબડતોડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસે હુમલાખોરોને સ્થળ પર જ દબોચી લીધા હતા. આ આખા હુમલાનો પોલીસ અને મીડિયાની સામે કરવામાં આવ્યો છે. આ હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયા છે.

Share: