×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અગ્નિવીરોને લીલા લહેર! કેન્દ્ર સરકારે કરી ૧૦ ટકા અનામત અને વયમર્યાદામાં છૂટની જાહેરાત

Image : Twitter

નવી દિલ્હી, 10 માર્ચ 2023, શુક્રવાર

કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના હેઠળ ભરતીની નવી પ્રક્રિયામાં ભારતીય સેનામાં જોડાનારા અગ્નિવીરોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ અગ્નિવીરો માટે BSFમાં ખાલી જગ્યાઓમાં 10 ટકા અનામતની જાહેરાત કરી છે.

આ જાહેરાત સાથે અગ્નિવીરોને ઉપલી વય-મર્યાદાના માપદંડમાં છૂટછાટ આપવામાં આવશે. જો કે તે તેના પર નિર્ભર કરે છે કે તેઓ અગ્નિવીરની પ્રથમ બેચનો ભાગ છે કે પછીની બેચનો. ગૃહ મંત્રાલયે 6 માર્ચે આ સંદર્ભમાં જાહેરાતના આદેશને મંજૂરી આપતાં નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.

સીધી સેનામાં કાયમી નોકરી આપવામાં આવશે

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં એવી જાહેરાત કરવામાં આવી છે કે અગ્નિવીર ભરતીની પ્રથમ બેચમાંથી પાસ આઉટ થનારા 25 ટકા ઉમેદવારોને સીધી સેનામાં કાયમી નોકરી આપવામાં આવશે. આ ઉપરાંત બાકીના 75 ટકા અગ્નવીર ઉમેદવારોને વિવિધ સૈન્ય એકમોની નિમણૂક, પોલીસ ભરતી, કેન્દ્રીય સશસ્ત્ર દળો વગેરેમાં અગ્રતા આપવામાં આવશે. આ સિવાય અન્ય ઘણા ફાયદાઓ પણ મળે છે.

પ્રથમ બેચ માટે ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ

આ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ બાકીના 75 ટકા ઉમેદવારો કે જેઓ અન્ય સૈન્ય દળોમાં અરજી કરવા ઇચ્છુક હશે તેઓ  આ સૂચના હેઠળ બોર્ડર સિક્યુરિટી ફોર્સની ભરતીમાં 10 ટકા અનામત ઉપરાંત પ્રથમ બેચના તમામ કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય-મર્યાદાના નિયમમાં પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે.



અન્ય બેચ માટે ત્રણ વર્ષની ઉપલી વય છૂટછાટ

જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સની ભરતીમાં 10 ટકા અનામત ઉપરાંત, અન્ય બેચના ઉમેદવારો ભૂતપૂર્વ અગ્નિવીર કેટેગરીમાંથી તમામ કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદાના નિયમમાં ત્રણ વર્ષની છૂટછાટ લાગુ પડશે.

શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણમાંથી મુક્તિ

આ નોટિફિકેશનમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશો અનુસાર  ભૂતપૂર્વ અગ્નિવીરને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણમાંથી પણ મુક્તિ આપવામાં આવશે. તેનો અર્થ એ કે તેઓએ શારીરિક કાર્યક્ષમતા કસોટીમાં ફરીથી તેમની યોગ્યતા સાબિત કરવાની જરૂર રહેશે નહીં. તેઓ સીધા જ આગલા રાઉન્ડમાં ભરતી માટે પાત્ર બનશે.