અખિલેશની પાર્ટીમાં માત્ર યાદવોને જ તક મળે છે, ભાજપમાં જોડાયેલા સપા નેતાનો ચોંકાવનારો આક્ષેપ

અખિલેશની પાર્ટીમાં માત્ર યાદવોને જ તક મળે છે, ભાજપમાં જોડાયેલા સપા નેતાનો ચોંકાવનારો આક્ષેપ

નવી દિલ્હી,તા.21.જાન્યુઆરી.2022 શુક્રવાર

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ કરહલ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડવાના છે.

જોકે આ જાહેરાત બાદ સપાને ઝાટકો લાગ્યો છે.કરહલના સપા નેતા અને સમાજવાદી પાર્ટીના પ્રદેશ સચિવ રહી ચુકેલા રઘુપાલ સિંહ ભદૌરિયાએ સમાજવાદી પાર્ટીમાંથી રાજીનામુ આપીને ભાજપનો હાથ પકડયો છે.

આ દરમિયાન ભદોરિયાએ ગંભીર આક્ષેપો કરતા કહ્યુ છે કે, સપામાં યાદવ પરિવારના લોકોને જ તક આપવામાં આવે છે.કરહલમાં હું સરપંચ રહી ચુકયો છું.પૂર્વ સૈનિક છું અને હંમેશા સપા માટે કામ કર્યુ છે પણ અહીંયા અખિલેશ યાદવ મને તક આપવા નથી માંગતા.અહીંની જનતા મારી સાથે છે અને હું ભાજપ ઉમેદવાર માટે કામ કરીશ.

અખિલેશ યાદવ કરહલ બેઠક પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત ગુરુવારે પાર્ટી દ્વારા કરવામાં  આવી હતી.આ બેઠક પર યાદવ મતદારોનુ પ્રભુત્વ છે.2017ની ભાજપની લહેરમાં પણ આ બેઠક સપા પાસે રહી હતી.

Share: