Editor’s Desk

તંત્રી લેખ – જૂન 2017

સર્વ વાચકો, વિજ્ઞાપનદાતાઓ તથા સર્જકોને ‘હેપ્પી ફાધર્સ ડે’ ની સુભેચ્છાઓ। પરિવારમાં પિતા એ પરિવારની કરોડરજ્જુ છે. પરિવારના યોગક્ષેમ કુશળની જવાબદારી પિતા વહન કરે છે. પિતાની છત્રછાયા સતત હોવી એ જીવનનું સૌભાગ્ય દરેક માટે છે.

ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર ત્રણ વર્ષ પૂર્ણ કાર્ય છે. અનેક વિવિધ મુદ્દાઓ ચર્ચામાં હોવા પછી પણ, ભારતમાં સ્થિર સરકાર છે,મજબૂત અર્થતંત્ર છે તે માટે શ્રી નરેન્દ્રભાઈ મોદી અભિનંદન અને યશના અધિકારી છે.

વિદેશમાં રેહતા ભારતીયોને વતન સાથે સાંકળતી ‘એર ઇન્ડિયા’ અનેક વિવાદોમાં સપડાયેલી છે. અધધ કહી શકાય તેવી ખોટ (50 હાજર કરોડથી વધુ) એર ઇન્ડિયાને જ નહિ, પરંતુ ભારતીય કરદાતાઓ અને ભારતના અર્થતંત્રને પાયમાલ કરી રહેલ છે. ભારતના નીતિ આયોગે તેના ખાનગીકરણ માટે ભલામણ કરી. 30 હાજર કરોડની ખોટ માંડવાળ કરવાની પણ ભલામણ કરી છે. વહેલી ટકે એર ઇન્ડિયાનું ખાનગીકરણ થાય તેવી ઇચ્નીય છે. 1953માં જે.આર.ડી. તાતાએ શરૂ કરેલ એર ઇન્ડિયાને ઈ.સ. 1978માં ભારત સરકારે હસ્તગત કરી ત્યારથી એર ઇન્ડિયાની અધોગતિ શરુ થઇ. 1953થી 1978 ના 25 વર્ષ જે.આર.ડી. તેના ચેર મેન રહ્યા હતા. તે વર્ષોમાં એર ઇન્ડિયા તેના સર્વોચ્ચ ધોરણો માટે જાણીતી હતી.એટલુંજ નહિ, વિશ્વની પ્રથમ પાંચ એર લાઇન્સ પૈકીની એક તરીકે તેની માનભેર ગણના થતી! મુંબઈમાં નરીમાન પોઇન્ટ પરનું તેની કાર્યાલય પણ દેશના ગૌરવ નું પ્રતીક થયું.

સરકારીકરણ કરાયા બાદ એર ઇન્ડિયા રાજકારણીઓની ચાપલુસી, બ્રષ્ટચાર અને માથાભારે સામ્યવાદી યુનિયનોની જોહુક્મીનો ભોગ બની. પ્રફુલ્લ પટેલ,શરદ પવાર એની મંડળીનો લૂણો પણ એર ઇન્ડિયાને લાગ્યો।ઇસ્ટવેસ્ટ એરલાઇન, જેટ એરવેઝને ફાયદો કરાવવા અનેક બ્રષ્ટ રાજકારણીઓ અને દાઉદ ઇબ્રાહિમ જેવા ગુંડાતત્વોએ એર ઇન્ડિયાને ચૂનો લગાડવામાં કોઈ કસર બાકી રાખી નહિ. યુનિયનો અને નફો પણ રળે છે. એર ઇન્ડિયા એ ભારત સરકારનો ધોળો હાથી છે.

પ્રવાસીઓ સાથે કર્મચારીઓનો તોછડો વ્યવહાર, પીરસતા ભોજન સહીત અનેક ફાયદાઓથી સરેરાશ ભારતીય કંટાળેલો છે. તાજેતરમાં સંસદ ગાયકવાડે કર્મચારીની ચપ્પલથી કરેલી પીટાઈનો કિસ્સો અખબારોમાં ચગ્યો હતો. એ પછી ભારતની એરલાઇન્સ,અને આહી અમેરિકાની એરલાઇન્સ પણ હવે પ્રવાસીઓના પ્રવાસ પાર પ્રતીબાંધ જેવા આકરા પગલાં લઇ રહેલા છે. સલામત પ્રવાસ માટે કદાચ આ બાબત ચલાવી લેવાય. પરંતુ સામ પક્ષે એરલાઇન્સના કર્મચારીઓની દાદાગીરી સામે પણ યોગ્ય પગલાં ભરવા જોઈએ. ભારત સરકારે પ્રવાસીઓના ખરાબ વર્તનની ત્રણ પ્રકારની યાદી બનાવી છે. પહેલા ક્રમે શારીરિક ઈશારા, અપશબ્દો અને ખરાબ વર્તન કરનાર મુસાફરને ત્રણ મહિના સુધી કોઈ પણ એરલાઇન્સમાં પપ્રવાસીનો પ્રતિબંધ. બીજા ક્રમમાં શારીરિક છેડતી,હુમલો, જાતીય સતામણી કરનાર મુસાફરો પાર છ માસનો પ્રતીબાંધ જયારે ત્રીજા વર્ગમાં વિમાનને કોઈપણ જાતનું નુકસાન કરનાર, શારીરિક હિંસા આચરનાર, કર્મચારીના વિસ્તારમાં અનીચ્નીય પ્રવેશ કરનાર પર બે વર્ષ કે તેથી વધુનો પ્રતિબંધ અને જો મુસાફર આવા દુષ્કર્મો નું પુનરાવર્તન કરે તો તેના પાર પ્રતિબંધનો સમયગાળો બમણો કરિદેવાનો વગેરે જોગવાઈઓ રજુ કરી છે. આ જોગવાઈઓના કડક અમલની જરૂર છે. પરંતુ તે શોભાના ગાંઠિયા જેવી ન બને તે પણ તેટલી જ અગત્યની બાબત છે. એરલાઇન્સ અને રાજકારણીઓ આ નિયમોનો મન ફાવતો દુરુપયોગ ન કરે તે જોવાની પણ એવી જ જરૂર છે.

વેજીટેરીઅન ભોજન ને બદલે નોન વેજીટેરીઅન ભોજન પીરસાય, સમાન ચોરાઈ જાય, વહ્યીલ ચેર નોંધાયેલી હોય તો પણ નામ નથી કરી કનડગત કરવી, વિમાન મોડું ઉપડે અને મુસાફરોને કલાકો સુધી વિમાનમાં ગોંધી રખાય, કલાકો સુધી લોન્જમાં જ બેસાડી રખાય વિગેરે જેવા અનેક મુદ્દા મુસાફરોને પરેશાન કરે છે. આના માટે એરપોર્ટ પરના સ્ટાફ કોઈજ જવાબદારી લેતા નથી, ઉપરથી મુસાફરોને હડધૂત કરવાના પ્રયાસો તેઓ કરે છે.

સેવાઓની બાબતમાં એર ઇન્ડિયા વિશ્વની સૌથી બદનામ એરલાઇન્સ પૈકીની એક છે. મોડા પાડવામાં કે મોડા ઉપાડવામાં તેનો ઐતિહાસિક રેકોર્ડ છે! વિશ્વની ત્રીજા ન્મ્બરની ખરાબ એરલાઇન ગણાય છે. મુસાફરોને મોડા પડવાના કારણોની જાણ ક્યારેય કેરાતી નથી. તેમના સમયનું કોઈ વળતાલ પણ અપાતું નથી. પ્રવાસીઓ માટે બનાવાતા નિયમોની જેમ જ એરલાઇન્સ માટે અને તેના કર્મચારીઓ માટે પણ સખ્તાઈ વાળા નિયમો બનાય અને તેનો અમલ કરાવાય તે એટલું જ આવશ્યક છે.

એર ઇન્ડિયા કર્મચારી યુનિયનોમાં મરાઠી અને બંગાળી યુનિયનોની જોહુકમી પ્રવર્તે છે. નવી ભરતીની અભાવે આ યુનિયનોની દાદાગીરી હવે પ્રમાણમાં ઓછી થઇ છે. પરંતુ મોટા પગારો અને કામ નહિ કરવાની દાદાગીરીએ જ એર ઇન્ડિયાને છેલ્લા ચાર દાયકામાં ખોખલું બનાવી દીધું છે. ઉપરથી ભ્રષ્ટ રાજકારણીઓ અને અમલદારોની મીલીભગતએ એર ઇન્ડિયાની ખોટ 50 હાજર કરોડના આકડાને વટાવી ગઈ છે. આ કારોબારનું ખાનગીકરણ કરાય અને આટલી રકમ ગ્રામવિકાસ કે શિક્ષણ માટે વપરાય, અથવા નવા એરપોર્ટ અને પરિવહન માટે વપરાય તો કરદાતાઓના પૈસા લેખે લાગશે. ગુજરાતમાં 12 વિમાની મથકો છે. રાજકોટ, સુરત જેવા શહેરો ના વિમાની મથકોને વિકસાવવાની તાતી જરૂર છે. કામ કરતી સરકાર આ બાબતને સ્વીકારી અને નવનિર્માણનો રસ્તો અપનાવે તે હવે સમય ની તાતી જરૂર છે.

- તંત્રી, સુભાષ શાહ