હેત વગરના હિત! મેળ વગરનો મેળાપ! (July 2014

- દરિયાઇ નોર્સ-લોકોની સદાબહાર નવીનતમ પુરાતન-કથા

- સ્કેટીંગની મહારાણી સાકીરા ગજબની શરત હતી. માત્ર પગ નીરખીનેપતિ પસંદ કરવાનો હતો. પગ અને

પગલાં સિવાયના આખા દેહ ઢંકાયેલા હતા

રૃપરૃપના અંબાર!

એવી વાત તમેસાંભળી હશે. પણ સાકીરાનેજુઓ તો એ વાત સાચી લાગે. જાણેકેએ રૃપસુંદરી આ ધરતી પરની હતી જ નહિ.

વાતેય ખરી. તેઆ ધરતીની ન હતી. તેબરફીલા પહાડની બાળા હતી. જ્યાં કંઇક હિમાલય ભેગા થાય છે, તમામ હિમાલયના ધવલ ઘટ્ટ

ઘાટીલા બરફની એ હિમસુંદરી હતી. તેના પિતા હિમ-પહાડ, માતા જેસી. ચંચળ ઝરણા જેવી જેસી કયા આકાશમાંથી, કયા પહાડમાંથી,

કઇ ધરતીમાંથી આવી, તેની કોઇનેખબર ન હતી. અહીંના આ હિમાલય અનેત્યાંની આ જેસીનો પરિચય થયો. ત્યાંથી અહીં સુધી

મેઘધનુષ છવાઇ ગયું. આકાશી પૂલ બની ગયો. જેરીતેરંગો મળી ગયા, એ જ રીતેમાતા-પિતા હળી ગયા, ભળી ગયા, ચળી ગયા.

અનેસાકીરાનો જન્મ થયો.

તેતો બસ બરફમાં નાચેછે, કૂદેછે, સરકેછે, દોડેછે, ભૂસ્કા મારેછે. સુંદરી છેકેસ્વર્ગની પરી! તેની જ કોઇનેખબર નથી. જાણ થતી

જ નહિ. સાકીરા માટેકોઇ મેદાન મોટું નથી. તેઆકાશના આ છેડાથી તેછેડા સુધી સરકેછે, ફરકેછે, ગરકેછે, તરકેછે. બરફની આ

અડાબીડ દુનિયામાં મોત નથી. યમરાજા ફરકી શકતા નથી. છતાં.. હા છતાં.. પિતા ધવલગિરિનું અવસાન થયું.

જવાબ માગ્યો સાકીરાએ. ખખડાવી નાખ્યા યમદેવનેઃ ”મારા પિતાનેપાછા આપો.”

”એ નહિ બને.”

”તો એની કિંમત ચૂકવો.”

હા, ત્યારેદેવ-લોકોમાં એવો રિવાજ હતો. કિંમત ચૂકવવી જ પડે.

યમદેવ કહેઃ ”તારી વાત સાચી. પણ તારા પિતા પહાડોના પહાડો જેટલું સોનું મૂકી ગયા છે. કુબેરના ય કુબેર હતા તારા પિતા. એટલેઅમે

તનેકિંમત તો શું ચૂકવી શકીશું? બીજી રીતેજરૃર ક્ષતિપૂર્વક કરીશું. હેસુંદરી સાકીરા, તું અમારામાંથી જ કોઇક પતિ પસંદ કરી લે. અમે

તનેત્રિદેવી, ત્રણેલોકની દેવીનું સ્થાન આપી દઇશું. તું સૌંદર્ય, શૃંગાર, સંસ્કાર, સાહસ, સરસ્વતીની અનુપમ દેવી બની રહેશે.”

”વિચારી જોવા દેમને,” સાકીરાએ કહ્યું.

હા, એકદમ નિર્ણય તાય તેવો કોયડો ન હતો.

આગળ ઉપર તો તેણેએ વિષેવિચારવાનું જ છોડી દીધું. યમસૃષ્ટિના દેવો અધીરા બન્યા. માથું ખાવા લાગ્યા ઃ ”કોનેપસંદ કરેછેસાકીરા?

કોને…?”

આખરેસાકીરા કહેઃ ”મારી શરતેહું એ શરત સ્વીકારીશ…”

”શરત બોલ રૃપધનુષી!”

”મનેકોઇ હસાવી શકે,” સાકીરાએ કહ્યું ઃ ”તો જ હું વિચાર કરૃં.”

સાકીરા પિતાના શોકમાં ગંભીર બની હતી. પિતાના બદલામાં વળી પરણવાની વાત કેવી? તેનું હસવાનું જ બંધ થઇ ગયું હતું. તેહસવાનું

ભૂલી જ ગઇ હતી.

કોણ તેનેહસાવી શકવાનુંછે? ચલો, વાત પતી. ના પતી નહિ, શરૃથઇ.

મૃત્યુલોકેસામેપોતાની શરત મૂકી ઃ ”સાકીરા, જો અમેશરતમાં જીતીએ તો તારેઅમારી પસંદગીથી લગ્ન કરવાના રહેશે. અમેકહીએ એ

રીતે.”

”એટલે…?”

”એટલેકેહસ્તમેળાપ નહિ, પગ-મેળાપ, અમારા ઇચ્છુકો, ઉમેદવારો, મૂરતિયા દેહ ઢાંકીનેઊભા રહેશે. માત્ર તેમના પગ જ દ્રષ્ટિગોચર

થશે. એ પગમાંથી જેપગ ઉપર તું લગ્ન-પુષ્પ મૂકી દેશે…”

સાકીરાનેય પડકાર ઝીલવો પડયો.

તેજાણતી હતી કે, ત્યાં સુધીનો સમય જ નહિ આવે- હું નહિ હસું, તેનહિ જ હસું. મનેકોઇ હસાવી શકશેનહિ. એટલેવાત પતી.

ખરેખર સાકીરાનેહસાવવી મુશ્કેલ હતી. તેનેહસાવવા માટે

લોકો નાચ્યા, કૂદ્યા, પડયા ઊંધેમાથે, ગુલાંટિયા ખાધા, જાદુના ખેલ કર્યા, અદ્રશ્ય થઇ પાછા પ્રગટ થયા.

તમામ લોકના જોકર વિદુષક જાંગલા બન્યા. ઘવાયા ય ખરા. સાકીરાનેહસાવવાના પ્રયાસમાં પોતેજ હસવાનું

ભૂલી ગયા.

ત્રિલોકમાંથી હાસ્ય વિલિન થઇ જાય તેવી સ્થિતિ હતી. ત્યારે ‘લોકી’નેયાદ કરવામાંઆવ્યો. લોકી એટલેનાદનો

નારદ, લુચ્ચાનો લુચ્ચો, ભેદભરમનો ભોમિયો, ચાલબાજુનો ચાડિયો. કંઇક રૃપો ઊભા કરે. છેતરામણી એવી કરેકે

કાચ જ મણિ લાગે.

લોકી નવજુવાન અનેસુંદર માનવી હતો. તેનેઊંમર ન હતી. તેની મુખ્ય કામગીરી આ જ, છેતરવું અનેમાયાજાળો

ઊભી કરવી. ગૂંચવવું અનેસલવાવી દેવું, એવી ભૂલભૂલામણિઓ ઊભી કરવી કેદાખલ થયો એ પાગલ બન્યો જ

સમજો. ન નીકળી શકે, ન જોઇ નિહાળી શકે. લુચ્ચાઇના આ દેવનું વાહન બકરો. જબરજસ્ત દાઢીવાળો બકરો

પહાડી બકરો તોફાની અટકચાળો અળવીતરો બકરો ક્યારેક તો લોકી જાતેએ બકરાથી હારી જાય, છેતરાઇ જાય,

ગૂંચવાઇ જાય!

બકદેવની પાછી રાડ પાડા જેવી. જ્યારેગુસ્સેથાય ત્યારેભેંસની જેમ ભાંભરે, ઘોડાની જેમ હણહણે, સિંહની જેમ

ડણક દે, વાંદરાની જેમ કિચ-કિચ કરેઅનેહા, બકરાની જેમ બેં-બેં-બેંકારે.

બકરો કદાવર, લોકી બળિયો.

બંન્નેની દાઢી ગૂંચવાઇ ગઇ, ગૂંથાઇ ગઇ. ગાંઠ વળી ગઇ, મિચાઇ ગઇ. ન છૂટે, ન તૂટે, ન ફીટે, ન હટે.

મશ્કરી કરવા ગયો હશેમજાકનો મહારથી. મશ્કરી ઊંધી વળી ગઇ. આજેબકરાનેબાપ કહેવાનો સમય આવ્યો.

બકરો ખેંચેઉત્તર બાજુ.

લોકી ખેંચેદક્ષિણ બાજુ.

બકરો રાડ પાડે, પહાડ ગજાવે.

લોકી ત્રાડ પાડે, ચિસાડા પાડે.

બકરો આમ ખેંચે, લોકી તેમ.

એવી ખેંચાખેંચી ચાલી કેલોકો હસી હસીનેબેવડ વળવા લાગ્યા, વાંકા વળીનેહસવા લાગ્યા, હસી હસીનેવાંકા

વળવા લાગ્યા. હસવાની રમત ભૂલી ગયા, સાચેસાચ હસવા લાગ્યા, ખડખડાટ હસવા લાગ્યા. દાઢી-દ્વંદ્વ

તેમણેકદી જોયું ન હતું, ક્યાંય નહિ, અરેક્યાંય વાંચ્યું પણ ન હતું.

સાકીરા હોઠ ભીસીનેબેઠી હતી. નથી હસવું તેનથી જ હસવું. હોઠની બંધ તિરાડમાં હાસ્ય પેસી જ ન શકે.

ફિઇસ્સ્સ! રહેવાયું નહિ. આખરેતેય બાળા હતી. હસી દીધું તેણે. હસી દેવાયું તેનાથી.

મોઢેહાથ દાબી દીધા. પણ હાસ્ય રોકાય નહિ. મુઠ્ઠીમાંથી પાણી બહાર નીકળી આવેએમ હાસ્ય બહાર રેલાવા

લાગ્યું, ફેલાવા લાગ્યું, પસરવા અનેપહોંચવા લાગ્યું.

આમાંનું કોઇ ખાનદાન ન હતું.

પણ લડાઇ ખાનદાનીની હતી.

સાકીરાનેહાર સ્વીકારવી પડી.

હુડુડુડુડુ! બધાં દોડીનેએક હરોળમાં ઊભા રહી ગયા. ગોઠવાઇ ગયા લાઇનમાં. ઝભ્ભા સુધી બધાં ઢંકાયેલા હતા,

માત્ર પગ જ દેખાતા હતા. પગ જોવાના હતા, પગલાં પારખવાના હતા, પતિ પસંદ કરવાનો હતો.

સાકીરા આમ જાય અનેતેમ.

તેમથી વળી પાછી આમ આવે.

પગથી પતિ કેવી રીતેપસંદ થાય? પગથી વધુછેતરામણું બીજું શું? પગ પહોળા અનેમાનવી પાતળો હોય તો! પગ

જુવાન હોય અનેપગવાળો ઘરડો હોય તો? પગ સુંવાળા હોય અનેપગદાર ખરબચડો હોય તો?

જ્યોતિષીઓ પણ હાથની રેખાઓ જુએ છે, તેઓ વળી પગ કેપગેરાં ક્યાં જુએ છે? અનેસાકીરા ગમેતેવી સુફિયાણી

હતી પણ તેકાળની કળાકાર ન હતી. પોતાના પિતાના મૃત્યુવિષેય ક્યાં જાણી શકી હતી?

જ્યારેતેણેપગલાં સૂંઘવા માંડયાં, ત્યારેમનોમન નક્કી કર્યું હતું કેતેબાલ્દેરનેજ પસંદ કરશે. બાલ્દેર બત્રીસ

લક્ષણો માનવી હતો. ભલો ભોળો રળિયામણો, સાચનો શૂરવીર, ભલાઇનો ભડવીર, ઉપકારનો ઊડણવીર, દયાનો

દયાગીર! તેનામાં કોઇ ખોડ નહિ, કોઇ દોષ નહિ, કોઇ ત્રૂટિ નહિ. ત્રણેલોકની દેવી-કન્યાઓ તેનેપરણવા ઝઝૂમે,

વ્રતો કરે, સાહસ દુઃસાહસ કરે. સાકીરા તેમાંની એક ખરી જ.

તેબાલદેરના પગ શોધતી હતી. તેના પગલાં ઓળખાઇ જવા જોઇએ. તેમાનવી જ બધાંથી જુદો હતો. તેના પગ

અલાયદા અનુપમ અનેરા જ હોઇ શકે. હોય જ. તેના પગનાં ઘાટ ઘડતર છટા ઘટા વળી બીજા કોના પગમાં હોઇ શકે?

વાર થઇ તો ધૂમ્મસ છવાયું ઃ પગ ફરતેધૂંધળી ભીંત રચાઇ ગઇ. જાણેકેધૂમાડો ફેલાયો. ધૂમ્રસેરમાં પગસેર

અટવાઇ ગઇ. ગુમાઇ ગઇ. છૂપાઇ ગઇ. સંતાઇ ગઇ.

હવેકેટલી વાર કરશે?

કેટલો સમય લેશેસાકીરા?

આ બધાં જ ઉત્તમ છે. ગમેતેપગનેપામશે, તો ય સુખી જ થશે!

એવું હોય છેખરૃં?

એવું થાય છેખરૃં?

પગ પૂજેલી પૂજાઓ પાવન પતિનેપામેછેખરી?

જોયું. સાકીરાએ જોયું. ધ્યાનથી જોયું.

હા, એ જ રળિયામણા પગ!

એ જ મનોહર મદમસ્ત પગે!!

એ જ દેવત્વનેદીપાવનારા પગ!!!

તેણેએ સુંદરતમ પગ ઉપર મહેક મહેક થતાં પુષ્પો પાથરી દીધાં. હળવેરહીનેગોઠવી દીધાં. એ પગની આશકા ય

લઇ લીધી- આશીર્વાદ મેળવી લીધા!

હ-હ-હ-હ! હા-હા-હા-હા!!

હી-હી-હી-હી!!! હો-હો-હો-હો!!!

એ પગ બાલ્દેરના ન હતા. બત્રીસ લક્ષણા બળવીરના ન હતા. ભલાઇના ભામાશાના ન હતા. કોમળ કળાવીરના

ય ન હતા. એ પગ નિયોધના હતા. દૈત્યલોકના હાહાકારી યવન નિયોધના. બનાવટી બાઘા બબૂચક નિયોધના.

જેના પિતાનો પત્તો ન હતો, માતાની જાણ ન હતી. સત્ય જેનાથી દૂર રહેતું અનેતથ્ય તાપી કૂદીનેનાસી જતું.

તેણેપ્રસ્વેદ પરિશ્રમ પરાક્રમથી કદી કંઇ જ મેળવ્યું ન હતું. તેનેતેનેઆમ જ બધું મળતું ગયું, મળતું ગયું.

ભલા માયાળુદયાળુબાલ્દેરનેતેણેવિનંતી કરી ઃ ”પરોપકારના પરમેશ્વર, મનેતમારા પગની ુકુમાશ આપો,

કોમળતા આપો, સુગંધનો રંગ આપો, ભીની ભીની ખુશ્બોદાર ભીનાશ આપો.”

બાલ્દેર તો આપનાર જ હતા. દાતા-દેવ, જેજોઇએ તેમાગી લે, લઇ લો, મેળવી લો. માગનાર માગેછે, આપો.

માગનાર કોણ છે? એની સાથેઆપણેવળી શી લેવા-દેવા?

બાલદેરેનિયોધનેભેટ ધરી પરમહંસ પગલાંની. અનેસાકીરાના સન્નેપાત શરૃથયા. સરસરી રહ્યું તેનું હૃદય,

ફડફડી રહ્યું તેનું અંતર, મન-ઝરૃખાના દ્વાર જોરજોરથી પછડાવા પટકાવા લાગ્યા.

પણ ભલાઇના ભૂપેઆવું કેમ કર્યું? દુષ્ટનેદેવત્વ કમ બક્ષી દીધું?

એમાં બેવાત હતી. એક તો ઉપકારની ભાવના. બીજી વાત, બાલ્દેરનેઆ લગ્નમાં પડવું જ ન હતું. તેની અગાઉ જ

નાનાના સાથેદોસ્તી થઇ હતી. નાન્ના તેના જેવી જ ભલી અનેપરગજુહતી. બંન્નેએ લગ્નના સોગંદ લીધા હતા.

એટલેબાલ્દેરની પસંદગી ન થઇ, તેથી તેરાજી થયો. ચાલો, આપોઆપ જ બધું પતી ગયું. આ બાજુસાકીરા -

નિયોધના લગ્ન તો થયા પણ એ બધી ઉપર ઉપરની વાત. બંનેનેએક બીજા સાથેકદી બન્યું નહિ. બનેતેમ હતું જ

નહિ.

એ એક એવું કજોડું હતું કેએમાંથી કોઇ સારાઇ બહાર આવેતેમ ન હતા.

નિયોધનેદરિયો ગમતો. સાકીરાનેબરફીલા પહાડ.

સાકીરા જો તેનેપહાડ પર ખેંચી જતી તો નિયોધ કહેતો ઃ ”આ પથ્થરો, આ બરફ, આ પહાડ શું છેઅહીં? મારો જીવ

અકળાય છે…”

નિયોધ જો સાકીરાનેદરિયા તરફ લઇ જતો તો સાકીરા કહેતી ઃ ”આ ઘૂઘવાટ, આ ઊંઘાડું આકાશ, આ ટેંઇ ટેંઇ કરતાં

પક્ષીઓ, ઊંહ! મારેઉપર જવું જ પડશે, ઉપર…”

નવ દિવસ, નવ રાત્રી આવી ખેંચતાણ ચાલી. બંનેના અજંપાનો પાર રહ્યો નહિ.

છૂટા પડી ગયા બન્ને.

તું તારેરસ્તે, હું મારે.

નિયોધ પહાડ ઊતરી ગયો.

સાકીરા શિખર પર પહોંચી ગઇ.

બન્નેપછી કદી મળ્યા નહિ. કદી નહિ. શરત મુજબ સાકીરા હિમ-દેવી બની રહી. પહાડના, બરફના, હિમજીવોનું

રક્ષણ કરતી રહી. તેમનો ખ્યાલ કરતી રહી.

નિયોધનું શું થયું? તેની ખબર નથી.

મેળ વગરનો મેળાપ થાય છે, તેનુંઆવું જ પરિણામ આવેછે. તું તારેઘેર, હું મારેઘેર *

* વાચક મિત્રો! આ નોર્સ-કથા છે. દરિયાઇ લોકોની વાર્તા. અગાઉ મેં ‘દોડતો કિલ્લો’ નામની કાલા-ટાવાની

સાહસકથા લખી જ છે. આ બધી કથાઓ તેજ લોકોની છે.

સાકીરાનું મૂળ નામ ‘સ્કેડ’ છે. તેસ્કેટીંગની સહેલાણી હતી. બરફીલા પ્રદેશમાં એટલેજ સ્કેટીંગની રમતનેમહત્વ

અપાયું. સ્કેડ – સાકીરાનેસ્કેટીંગની શ્રીદેવી માનવામાં આવેછે. આપણાં રામાયણ, મહાભારત, ભાગવત જેવી આ

બેસુમાર દરિયાઇ પુરાણકથાઓ છે. એમાં એરેબિયન નાઇટ્સ છે, સિંહાસન બત્રીસી છે, વિક્રમ અનેવૈતાળ છે,

નારદ પરશુરામ અર્જુન એકલવ્ય અનેભીમ છે. વાર્તામાંથી વાર્તામાંથી વાર્તાઓ નીકળેજ જાય. બધી જ ભેદી,

અદ્ભુત, બોધભરી, મનોરંજનથી ભરપૂર. છૂપું ભોજન ખરૃં. સાહસ હસાહસનો પાર નહિ. છતાં બધી જ વાર્તાઓ

જીવનલક્ષી, જીવાતા જીવનનો આયનો જ જોઇ લો ને! *

← Kavita (July 2014) આયુર્વેદ – યોગ પરિચય (July 2014) →

Leave A Reply