હાસ્ય દર્પણ (May 2016)

હાસ્ય દર્પણ : માસીને દો ફાંસી
પર્વતશિખર એપાર્ટમેન્ટ માં ચતુરના સૌ વખાણ કરે પૈસા કેમ બચાવવા એ રીતો ચતુર સારી રીતે જાણે એટલે મોટાભાગની બહેનો ચતુરને પૂછવા જાય.ચતુર ની સામે રહેતા બકોરભાઈને આ ના ગમે એટલે એમણે માસી આગળ આવીને બળાપો પણ કાઢ્યો
” માસી આ ચતુરને લીધે મારે મારી ઘરવાળી નું સંભાળવું પડે છે ”
” લ્યા ઘરવાળી નું તો તારે શું, બધાએ સાંભળવું પડે છે.” માસીએ માર્મિક હાસ્ય કર્યું
” એમ નહિ…એને લીધે મારે દરેકવાર નીચે જોઇને નીચું જોવાનું થાય છે.”
” હે લ્યા બકોર ? નીચે જોઇને નીચું જોવાનું?
” હા માસી , હું કોઈ વસ્તુ લાવ્યો હોઉં ઘરવાળી ચતુરને પૂછે, ચતુર એનાથી સસ્તી એજ વસ્તુ ક્યા મળે છે તે કહે , ઘરવાળી ત્યાં જઈને એ લઇ આવે ને પછી નીચે ઉભા ઉભા મને બૂમ પડી ખે એટલે હું ઉપર ઉભો ઉભો નીચે જોઉને મારે નીચે જોવાનું થાય ” એમ કહી માસીની આગળ નીચું જોઇને બકોર ઉભો રહ્યો। બકોરને સમજાવવા માસીએ એને કહ્યું
” ભઈ બકોર।……ખબર છે આપવામાં। …..પાચાવામાં સૌથી ભારે વસ્તુ શું?
” હા માસી।………ગોળધાણા’
‘હે ‘
‘ હા। …….લગ્ન પહેલા એકવાર ખાધાતા , હજુ પચ્યા નથી’ માસી હાસ્યા
‘ અલ્યા એ પ્રસંગ ભૂલી જપ। ….સંભાળ પચવામાં સૌથી ભારે ઈર્ષા। ….ચતુરની ઈર્ષા કર્યા વગર તારું કામ કર.એ એનું કામ કરે છે
‘ ના માસી હું પણ એને બતાવી દઈશ મારામાં પણ આવડત છે.
‘ હા બકોર દરેક માનસમાં આવડત હોય છે. માત્ર એ ક્યાં વાપરવી એ માણસે સમજવાની જરૂર છે.’
માસી બકોરને સમજવાનો પ્રયત્ન કરતા હતા ત્યાં બકોરનો ફોન રણક્યો બકોર ફોન પર વાત કરવા માંડ્યો વાત કરતા કરતા એના ચહેરા પર જાણે વિજયના ભાવ આવવા માંડ્યા ફોન મૂકી કુદયો
‘ માસી …..યુરેક।…….પેલો ચતુરીયો બે પાંચ દોલ્લાર બચાવવાના નુખ્સા બતાવીને ખુશ થાય છે.આજે હું એક સાથે 200 ડોલર કેમ બચાવવા એ રીલ જાણી ગયો છુ ‘
‘માસી એને વાત પૂછે ત્યાતો હાથ માં કઈક લઈને ટીનીયો પ્રવેશ્યો।’
‘માસી માસી મચ્છર મારવાની દવા લાવ્યો
‘લ્યા ટીનીય તારા હાથમાં શું છે ?
‘મચ્છર પકડ્યો છે. આખી રાત હેરાન કરતો તો.’
‘પણ એને મારી નાખને ‘
‘એટલે તો દવા માંગું છુ ‘
બકોરને વાત સમજાઇ
‘લ્યા ટીનીય હાથમાં મચ્છર છે ને દવા શું કરવી છે? ‘ ટીનીયો હસ્યો અને બકોરને મચ્છર મારવાની રીત સમજાવવા માંડ્યો।
‘ કાકા , મચ્છર હવે દવા છાંટવા થી નથી મારતા। એમને દવા પીવડાવી પડે છે.’
‘હે’…….
‘હા। …જોજો…..હવે મેં આ મચ્છર પકડ્યો છે એના હું હાથ પગ બાંધી દઈશ ‘
‘હે?’ બકોરનું મો પહોળું થવા માંડ્યું ‘હાચી એને ગલી કરીશ ‘
હે…હે….’
‘પછી જેવું એ મો ખોલશે કે આ દવા એને પીવડાવી દઈશ અને એના રામ જામી જશે. ‘
‘હે…..હે…..હે….’ બકોર હે હે કરતો જાહી ગયો અને ટીનીયો દવા લઈને જતો રહ્યો
માસી એ બકોરને જગાડ્યો ‘ લ્યા કઈ સમજ્યો?
હે। …હે…..ના…’
‘તારો ‘કઈ બતાડી દઉં ‘ નો વિચાર માંન્દીવાર
‘ના માંસી। …સખત અને સચોટ આઈડિયા છે ચતુરીયો જોતો જહી જશે। ……સાંજે ઘેર આવજો। …ચા સાથે ચર્ચા કરીશું ચતુરીયાને પણ લઈને આવજો। ..’
માસી એને સમજાવે તે પહેલા તો બકોર ભાગ્યો।
માસીનો ફોન રણક્યો, વ્હોટસઅપમાં મેસેજ આવ્યો
‘માણસો વેફેર્સના પેકેટ જેવા છે. માલ ઓંછો હવા વધારે’
માસી હસીને સાંજની પ્રતીક્ષા કરવા માંડ્યા ચતુરને પણ એમણે ફોન કરી દીઠો હતો.
બરાબર છ વાગે ચતુર આવી ગયો ને પછી ચતુરને લઇ માસી બાકોરના ઘર તરફ ચલ્લ્યા ઘર આગળ પહોચે એ પહેલા બહારથી બાકોરના ઘરવાળા મંજુલાબેનની બૂમો સંભળાઇ
‘ના પડી તો અટક્યા કેમ ?
‘અરે પણ ‘
‘કોઈ દિવસ બલ્બ પકડ્યો છે ?
‘અરે પણ’
’200 ડો. મફતના આવે છે ?
‘ અરે પણ’
માસી અને ચતુર અંદર પહોચ્યા પણ મંજુલાબેન નો પારો ઉપર જ હતો. ‘અંદર જતા રહ્યા।
‘ લ્યા બકોર, શું વાત છે ? શેના 200 ડોલર ? તું તો બચાવવાની વાત કરતો હતો ને ?
હા માસી હું ઘરમાં 200 ડોલર બચાવવાની વ્યવસ્થા કરવા જ ગયો હતો. પણ મારા નસીબે ?
‘પણ કેવી રીતે ?
તમારે ત્યાં મારા મિત્રનો ફોન આવ્યો હતો એમાં એણે મને લઈટ ના બલ્બ બદલીને એલઈડી વાળા બલ્બ નાખી કેમ 200 ડોલર બચે તે સમજાવ્યું મારે ઘેરે અડધા સદા ને અડધા એલઈડી હતા.મે કામ ચાલુ કર્યું પહેલા જૂના એલઈડીને બહાર કાઢી સાફ કર્યા જેથી અજવાળું વધારે આપે. પછી સદા બલ્બ બદલવાના ચાલુ કર્યા। પહેલો બદલ્યો , બીજો બદલ્યો પાંચમો બદલ્યો બદલ્યા જાઉં ત્યાં હાથમાંથી છટકી મંજુલાના માથા પર પડ્યો માથું એવું રહ્યું પણ બલ્બ ફૂટી ગયો છેલ્લે આ પંખાની લાઈટના બલ્બ બદલવા જતો હતો તો ત્યાં મંજુલાએ ભૂલથી સ્વીચ પડી. મારા હાથમાં કરંટ લાગ્યો। હું નીચે પડ્યો નિસરણી ઉછાળીને મંજુલાને મંજુલાના પગ પર પડી. અંદરના બે બલ્બ ઉડી ગયા. ને આ બાજુ મંજુલાના મગ જ નો ફ્યુઝ ઉડી ગયો ને તમે જે સાંભળ્યું તે મને સંભળાતું બકોર પાછું નીચું જોઈ ગયો અન્દરથી મંજુલાનો અવાજ આવ્યો
‘ચાર બલ્બ અને એક પંખો। …200 ડોલર। ..’
માસી બકોર અને ચતુર નસ જોતા રહ્યા ચતુર કઈ બોલ્યા વગર નીકળી ગયો…
અમે માસી જતા જતા એટલું જ બોલ્યા।
‘લાંબા જોડે ટૂકો જાય , મરે વુર તોય। …….માંડો થાય. ‘
- શૈલેશ ત્રિવેદી

← જાગૃત જીવન (May 2016) હાસ્ય દર્પણ (February 2015) →

Leave A Reply