હાસ્ય દર્પણ (February 2014)

વહેલી સવારે કનુ કાકડીએ બૂમ પડી એ કાઈપો છેઅને આખું પર્વતશિખર એપાર્ટમેન્ટ ભેગું થઇ ગયું.

‘એ કાઈપો છે…..’

14મી જાન્યુઆરીની વહેલી સવારે પર્વતશિખર એપાર્ટમેન્ટમાં બૂમ પડી. પહેલી બૂમે પહેલા માળના લોકો જાગ્યા.

‘એ કાઈપો છે…..’

બીજી બૂમ પર બીજા માળની લાઈટો થઇ.

‘એ કાઈપો છે…..’

ત્રીજી બૂમમાં તો જાણે એપાર્ટમેન્ટમાં બોમ્બ મુકાયાની ખબર પડતા બધા બહાર ભાગી આવે તેવી પરિસ્થિતિ ઉભી થઇ ગઈ. ગણગણાટ ચાલુ થયો.

‘કોણ છે આ?’

‘અમેરિકામાં ઉતરાણ?’

‘કોઈ ગાંડો ભરાયો છે?’

‘સવારમાં કોણ માંગવા વાળો આવ્યો છે?’

આવા જાત જાતના સવાલોની વચ્ચે માસી કનકકાન્તા આગળ વધ્યા. એમણે જોયું કે ત્રીજામાળના ખૂણાના એપાર્ટમેન્ટમાંથી બૂમ આવી હતી અને બધા એ તરફ જોતા હતા.

માસી કનકકાન્તા એ દરવાજો ખખડાવ્યો. દરવાજો ખોલતા જ માસીએ જોયું કે હાથમાં પતંગ લઈને કનુ કાકડી ઉભો હતો.

‘હેં…..લ્યા, કનુ કાકડી તું?’

‘અરે, કનકકાંતા તું અહીં?’

‘અરે, હું આ અઠવાડિયે જ અહીં રહેવા આવ્યો. તારી ખબર હતી. પણ એડ્રેસ નહોતું. સારું થયું આજે મળી ગયા.’

અને કનકકાંતાએ બાકીના લોકોને ઇશારાથી સમજાવી પોતપોતાને ઘેર મોકલ્યા.

‘અરે સંભાળે છે? કનકકાંતા માટે ચ્હા લાવ.’

કનુના ઘરવાળાએ ‘એ હા…’ એમ બૂમ મારી અને કનુ તથા કનકકાંતા વાતો કરવા બેઠા.

માસી અને આ કનુ દેશમાં એકજ પોળમાં રહેતા હતા. સાથે મોટા થયા હતા. કનુ સ્કૂલમાં ટીફીનમાં કાયમ કાકડી લાવે એટલે બધાએ એનું નામ કનુ કાકડી પાડેલું. કનુ કાકડી ને ગીલીદંડા બહુ ગમે. સાંજ પડે ને બીજા પોળના છોકરાઓ આવે, હરીફાઈ રાખે ને એમાં જીતી પણ જાય. ક્રિકેટની મેચો ગોઠવે. બાગમાં પતંગિયા પકડવા જાય. પણ કનુ કાકડીનો સૌથી પ્રિય શોખ એટલે છાપરા પર ચઢી પતંગ ચગાવવાનો. ઉતરાણના 1 મહિના પહેલાથી એના પ્લાન ચાલુ થઇ જાય. આજુબાજુની પોળવાળાના પતંગો કેવી રીતે કાપવા, કોણ કયો દોરો સુતાવે છે, ખેંચનો દોરો રાખવો કે ઢીલનો…… આમ જાત જાતના પેંતરા એના મનમાં રચાતા. માસી કનકકાંતા પણ ઉતરાણને આ કનુના છાપરા ઉપર જ હોય.

માસી અને કનુ વાતોએ વળગ્યા.

‘કનક યાદ છે પેલી ઉતરાણ?’

‘કઈ?’

‘બાજુની પોળ વાળો ઈસ્માઈલ ચેલેન્જ આપી ગયો હતી કે કાલે આપણી પોળના છાપરેથી ઉડેલી એકેય પતંગ એની પોળની આગળ નહીં ઉડવા દે….’ કારણ કે કોઈ નેતા હિન્દુની કપાયેલ પતંગો પેટે બક્ષીસ આપવાના હતા.

‘હા…!’

‘પછી આખી રાત એ ઈસ્માઈલ 100 પતંગોને કીન્યા બાંધી તૈયાર કરેલી. ને બીજે દિવસે સવારથી સાંજ સુધી જરા પણ પવન નહીં. આપણે તો મસ્તીથી છાપરા પર બેસી ઊંધીયું-જલેબી અને તલસાંકળી ખાતા હતા ને પેલો ઠુમકા માર્યા કરતો હતો. પાંચ વાગે એના બંને હાથ રહી ગયા હતા.’

‘હા, તે વખતે તેં પતંગ ના ચગાવી. ને પછી છ વાગે જેવો પવન છૂટયો કે તારી પતંગ દૂર આકાશમાં. ઈસ્માઈલે પતંગ ચગાવી પણ એના હાથ એટલા દુખતા હતા કે એ તારી પતંગને ખીંચ મારવા ગયો પણ હાથ અટકી ગયા ને તેં બૂમ પાડેલી…..’

‘એ કાઈપો છે…’

માસીએ યાદ કરાવ્યું કે તે વરસે આપણી પોળની એકેય પતંગ ઈસ્માઈલ નહોતો કાપી શક્યો. કે નહીં જ્હોન. ગુજરાતી પોળની તે વખતે જાહોજલાલી હતી. બીજે વર્ષે એ બાજુની પોળમાં વિદેશથી બે છોકરા રહેવા આવ્યા હતા. એક આફ્રિકાથી અને એક ચીનથી. માસી એ જૂની વાત આગળ ચાલવી.

‘યાદ છે કનુ, બીજે વર્ષે વાજુની પોળવાળા જોન, ઈસ્માઈલ અને પેલા આફ્રિકા અને ચીનવાળા છોકરાઓએ તને શું ચેલેન્જ ફેંકેલી?’

‘કનક, મારા બેટા આગલે દિવસે એ ચારે જણ મને ઉલ આપી ગયા. કાલે તારી પોળની બધી ટુક્કલને કાપીશું ને પછી અમારા પતંગ સાથે લાપટાવીશું…..’

‘હા, પણ તે આપની એક પણ ટુક્કલ કપાવા ના દીધી.’ કનુ કાકડીના મોં પર ગર્વ હતો.

પોળમાં ગુજરાતી પણાને, ગુજરાતીના ગર્વને સાચવી રાખવાનો ગર્વ.

માસીએ કનુ ને પૂછ્યું. ‘લ્યાં… હું તો છેલ્લા 10 વર્ષથી અહીં છું. તારી આ દસ વર્ષની ઉતરાણનું તો કઈ કહે.’

અને માસીની આ વાત સાંભળતા જ કનુએ હાથમાંનો ચ્હાનો કપ નીચે મૂકી દીધો. ઉભો થઈને બારી પાસે પહોચીને બહાર જોવા લાગ્યો.

કનક એની પાસે ગઈ- એને જોયું કે કનુના ચશ્માની પાછળની આંખો કંઈક ગંભીર ઈશારો કરતી હતી.

‘કનક, દશ વર્ષમાં ઘણું બદલાઈ ગયું. ગુજરાતી પોળની પતંગો હવે આકાશમાં ઉડે છે. પણ આપણી ટુક્કલો હવે બાજુની પોળવાળા ઈસ્માઈલ, જ્હોન, ફરેરા વગેરે બિન ગુજરાતી લોકો કાપીને લઇ જવા માંડ્યા છે. હવે એ લોકો ‘કાપ્યો છે…’ બોલે છે. અને આપણે આપની પતંગો બચાવવા કઈ કરતા નથી.’

આમ બોલતા કનું કાકડીના હાથમાંથી થોડા કવર નીચે પડ્યા. માસીએ એ કવરો ઉપડ્યા. મેરેજ ઇન્વીટેશનના કવર હતા. માસીએ પહેલું કવર ખોલ્યું. અંદરનું નામ કાર્ડ પર લખેલું.

‘Malini weds John’

બીજું કાર્ડ હતું… ‘Tulsi weds Akram’

અને માસીને થયું કે આમને આમ હિંદુની છોકરીઓ વટલાઈ જશે.

← દેશ અને દુનિયા (February 2014)

Leave A Reply