સંસ્થા નડિયાદ કલામંદિર (July 2014)

અનેક ઝંઝાવાતો વચ્ચેઅડીખમ રહી રંગભૂમિનેઉજાગર કરતી નડિયાદની નાટ્ય

સંસ્થા નડિયાદ કલામંદિર

સ્વાતંત્ર સંગ્રામ પૂર્વેની વાત છે. દ્વિતીય વિશ્વયુદ્ધ સમયેઈ.સ. 1939માં હિન્દુસ્તાન ઉપરાંત સમગ્ર દુનિયા

અવઢવ ડામાડોળ પરિસ્થિતિનો સામનો કરી રહી હતી ત્યારેચરોતર પ્રદેશના રંગભૂમિના કલાપ્રેમી ખેડા જીલ્લાના

સ્વ. કવિશ્રી બાલકૃષ્ણ વ્યાસ જેવા સાહિત્યના સર્જકો સમા લેખક કવિ અનેકલા સમજી હૃદયસુપ્ત અંતરાત્મામાંથી જે

અવાજ ઉઠ્યો તેઅવાજ લોકજાગૃતિ, લોક્ચેતનાનેચેતનવંતી બનાવવામાં મુખ્ય ઉદેશ્યનેવરેલી સંસ્થા ‘કલામંદિર’ ની

સ્થાપના કરવામાં આવી. અનેઆ રાષ્ટ્રીયતાની ચેતના જગાવતી સંસ્થા કલા મંદિરના સર્જક-સ્થાપકો દ્વારા દેશના

નાનામાં નાના ગામડા સુધી લોક માનસમાં રેનેશા રૂપી ચેતનાનું સિંચન કરતી સાદી સરળ અનેલોકભોગ્ય શૈલીમાં નાટકો

ભજવવાનુંઉમદા કાર્ય શરુકર્યુંહતું.

આમ, ચરોતર પ્રદેશના ખેડા જિલ્લાએ સમગ્ર ગુજરાત ઉપરાંત સારાયેહિન્દુસ્તાનમાં નડિયાદની આ કલામંદિર

સંસ્થાએ પોતાના રંગભૂમિના કસબીઓની લોકભાગ્ય શૈલીનેકારણેઆગવું સ્થાન ઉભું કર્યું છે. હિન્દુસ્તાન આઝાદ થયું

તેપૂર્વેથી એટલેકે, ઈ. સ. 1939થી આજદિન સુધી એક અડીખમ યોદ્ધાની જેમ અવિરતપણેકાર્યરત સંસ્થા ‘કલામંદિર’

ખરેખર વિશ્વની અજાયબી સમાન ભારતીય સંસ્કૃતિને, તેના વારસાનેજીવંત રાખવાનું બહુમાન તો પ્રાપ્ત થયું છે.

પરંતુવર્તમાન પરિસ્થિતિમાંનડિયાદ રેલ્વેસ્ટેશનની બિલકુલ નજીક આવેલ ‘કલામંદિર’ સંસ્થા આજેઅનેક ઝંઝાવાતો

વચ્ચેએટલેકેસિનેમા, ટીવી અનેવીડિયોના આક્રમણ વચ્ચેપણ સમાજના દુષણોનેનાથવાની મહત્વની ભૂમિકા અને

તેના ઉદ્દેશ્યનેરસિક, મનોરંજક અનેલોકભોગ્ય શૈલીના ચોટદાર સંવાદો યુક્ત નાટકો દ્વારા લોક માનસનેઢંઢોળવામાં,

ચેતનવંતુબનાવવામાંકાર્યરત છે.

કલામંદિરના કર્મઠ કલાકારોએ પોતાની અભિવ્યક્તિ દ્વારા 1872ની લોકક્રાંતિના જુવાળ સમયે ‘જયહિન્દ’ નામના

રાષ્ટ્રીયતાના ઉદેશ્યોનેફળીભૂત કરતા નાટકેતેના ચોટદાર સંવાદેએવી લોકચેતના જગાવી કેસુતેલા માણસનેતેના

આત્માનેઢંઢોળીનેદેશભક્તિ જન્માવી, રાષ્ટ્ર માટેકંઈક કરી છૂટવાની તમન્નારૂપી રાષ્ટ્રીયતાની ભાવના જગાડી

રાષ્ટ્રભક્તિનું ઉમદા કાર્ય આ કલામંદિર સંસ્થાએ કર્યું હતું જેનેઆજેપણ સ્વાતંત્ર સેનાનીએ એક સંભારણા તરીકે

વાગોળેછે.

આવા કલામંદિર સંસ્થાના પાયાના રંગભૂમિના કલાગુરુઓએ રાષ્ટ્રીયતાના સેવાયજ્ઞનનેકેવી કઠોર યાતનાઓનો

સામનો કરી અવિરત કાર્યરત રાખવામાં જેરીતેભગીરથ જહેમત ઉઠાવી છેતેનું વર્ણન અકલ્પ્ય છેકેમ કે, સંસ્થાના

કલાકારો સ્વખર્ચેઅનેજેતેવિસ્તારની પ્રજા પાસેથી જુદી જુદી સાડીઓ, લાઈટ નહોતી એટલેપેટ્રોમેક્સ અનેવિના

માઈક સંવાદો બોલી લોકચેતના જગાવવાનુંકાર્ય કરતા હતા. તદુપરાંત એક સ્થળેથી બીજેસ્થળેજવા બળદગાડા અથવા

તેન મળેતો બધો સમાન ખભેમૂકી ચાલતા નિર્ધારિત સ્થળેપહોચી જતા હતા.

કલામંદિરની સંસ્થાની નાવનેવણથંભી જીવંત રાખનાર પ્રજા પોતાનું રક્ષણ જાતેજ કરેછેતેવા ઉચ્ચ અનેઉમદા

વિચારોનેવરેલા મલાતજના સ્વ. શ્રી શામળકાકા કેજેઓ ગ્રામરક્ષક દળના પણ પ્રણેતા હતા.તેમની પ્રેરણા માત્રથી

સ્વ. કવિશ્રી ગોવિંદરામ વ્યાસે ‘રખેવાળ’ નાટકની રચના કરી અનેતેનેગામડેગામડેભજવવાની શરૂઆત કરી ત્યારે

ગ્રામરક્ષક દળના કાર્યનેખુબ વેગ મળ્યો. ત્યારબાદ 1951માં ખેડા જીલ્લા હોમગાર્ડના વાળા તરીકેસ્વ. શ્રી

મોહનભાઈ શાહ અનેસ્વ. શ્રી રમણભાઈ દાવડાવાળાએ કલામંદિરના કલાગુરુઓ દ્વારા ‘સૈનિક’ નાટકનું સર્જન કર્યું ,

જેનાથી હોમગાર્ડની પ્રવૃત્તિમાંજબરદસ્ત વેગ આવ્યો.

જીલ્લાની સાક્ષરભૂમિ નડીયાદમાં અક્ષરરત્નશ્રી ગોવર્ધનરામ મા.ત્રીપાઠી ‘ગોમાત્ર’ ની ખુબ જ લોકપ્રિય

નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ પરથી સ્વ. રસકવિ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટે ‘સરસ્વતીચંદ્ર’ ના ગીતોનું સર્જન કર્યું

અનેશતાબ્દી મહોત્સવની ઉજવણીમાં રજૂથતા અત્યંત લોકચાહના સહ પ્રતિષ્ઠા મળી જેના કારણેમુંબઈના રાજ્ય

મહોત્સવમાં ‘સરસ્વતીચંદ્ર’ નાટકનેરજુકરવાનુંઆમંત્રણ મળ્યું. કલામંદિર સંસ્થાનેત્યારેયશકલગી રૂપી બહુમાન

પ્રસ્થાપિત થયું. તથા સાહિત્યિક ‘કાન્તા’ નેપ્રાદેશિક સ્પર્ધામાંબીજુંઇનામ મળ્યું.

કલામંદિર સંસ્થાએ હરહંમેશ સમાજના પ્રશ્નો, તેની વેદના અનેસુધારણાના મુદ્દા માત્રનેનજર સમક્ષ

રાખી સમય અનેસમાજની માંગ પ્રમાણેના નાટકોનું સર્જન કાર્ય કર્યું. જેમાં કુટુંબ નિયોજનના મુદ્દાનેલક્ષમાં

રાખી ‘ભગવાનની માયા’ નામના નાટકના 500 ઉપરાંતનો શો કર્યા. દારૂબંધીના સંદર્ભે ‘અસુર યાનેદુશ્મન’ નાટકના

અસંખ્ય નાટ્યપ્રયોગથી ગ્રામ વિકાસના સંદર્ભે ‘અમારુંગામ’ તથા ગ્રામ રક્ષક દળ અનેહોમગાર્ડની પ્રવૃત્તિઓને

વેગ આપવા ‘રખેવાળ’ અને ‘સૈનિક’ જેવા નાટકોથી સમાજમાંક્રાંતિરૂપી જબરદસ્ત પરિવર્તન આવ્યું.

નડીયાદની આ સંસ્થા પોતાના અવેતન 45 ઉપરાંતના કલાકારોના વિશાળ વૃંદ સાથેસેવામાંઓતપ્રોત છે. રાષ્ટ્રીય

સંસ્કૃતિક કલાવારસા સમા કલામંદિર સંસ્થાનેટકાવવા માટેએક ફિક્સ ડીપોઝીટ યોજના અમલમાં છે.જેમાં મુકેલ રકમનું

વ્યાજ માત્ર સંસ્થા તેની પ્રવૃત્તિઓમાં વાપરી શકે. આ યોજનાનેસારો પ્રતિસાદ મળ્યો છેછતાં પણ હજુકાર્ય

અધૂરું છે. અનેઆજે 1939 થી 2014 દરમ્યાનની અવિરત સફર પૂરી થતા ‘અમૃત મહોત્સવ’ ની ભવ્યાતિભવ્ય ઉજવણી

કરવાની સાથેઅનેકવિધ સંસ્કૃતિક કાર્યક્રમો રજુકરી સમગ્ર ગુજરાતમાંની એકમાત્ર જૂનામાં જૂની નાટ્ય સંસ્થાનું

નામ રોશન થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, સાથેસાથેસાક્ષરભૂમિ નડિયાદના પશ્ચિમ ભાગમાં ભવ્ય

આકર્ષક રંગમંચ સહીત સુંદર કાર્યાલય બનેઅનેતેપણ સાક્ષરભૂમિ નડિયાદના પવિત્ર તીર્થની કલાપ્રેમી જનતાના

સહયોગથી એ કાર્ય પૂર્ણ થશેએવો આત્મવિશ્વાસ સંસ્થાના મંત્રીશ્રી સતીષ દવેનેછે.

← વૃષ્ટિ મારી પત્ની (July 2014) ખેલ દર્પણ (July 2014) →

Leave A Reply