શબ્દ ચોરસા (February 2014)

Shabdh-feb2014

આડી ચાવી: 1. નહીં માટીનું કે નહીં ઇંટનું એવું રહેઠાણ, છાપરું, (3) 4. લાગે વળગે નહીં તેવું, લેવા-દેવા વગરનું (4), 9. મોસમ પ્રમાણે ચાત્રીઓ ક પતંગોનો વેપાર કરનાર. (4), 10. ……….દાર અક્ષર એટલે સુંદર અને સુવાચ્ય હોય તેવા. (3), 11. સમસ્ત, સમગ્ર (3), 12. જેને ન હોય તેને અપંગ કહેવાય. (2), 13. પિતા, પુત્ર અને પૌત્ર એ સંબંધ વચ્ચે ….. નું અંતર કહેવાય. (2), 14. નજરોનજર, સગી આંખે દેખ્યું હોય તેવું. (3), 15. હિસાબી ચોપડો ક્યારેય ……. હોતો નથી, લખ્યા વગરનો (2), 16. શરીર સૂનમુન થઇ જવું, ……. મારી જવો એમ કહેવાય. (3), 17. વિચિત્ર, અદભુત, વિશિષ્ટ (4), 19. ઈમરજન્સી માટે વપરાતો હોર્ન (4), 20. દાગીના, ઘરેણા। …… જ્વેરાત (2), 21. ………આપવો, પોતાના કહ્યામાં રાખવો, (2), 22. મીલમાં ……… બદલાય ત્યારે સાયરન વાગે (2), 23. ઉંબરાની બે બાજુઓમાંથી એક બાજુ લખેલું હોય (2). 24. દેવું, લેણું (3), 26. ……..તો વિવેકથી જ શોભે. (2), 27. ગધેડાની પાસે ઉભા રહીએ એટલે. ……. તો જરૂર પડે. (2), 28. રાત્રીના અંધકારમાં જેનો અવાજ કાનમાં સંભળાયા કરે તેવું જંતુ. (3), 29, ચસોચસ, ફીટ, છુટા હાથે ન હોય તેવું (2), 31. કામદેવની પત્ની (2), 32. પ્રભુનો વાસ તો ‘ ……..-સર્વત્ર’ છે (4), 33. પુઠાનું કે લાકડાનું બોક્સ, એક કરોડ રૂપિયાને ……..કહેવાય છે.

ઉભી ચાવી: 1. જૂથમાં, એકસાથે સમુહમાં, ટોળું (2), 2. દારૂનું પીઠું, ડિસ્કો ……, બાર, ક્લબ (2), 3. આ કંદમૂળના ભાવ વધે કે ના વધે પણ જયારે તેને સમારો એટલે તમને રડાવે તો ખરી જ (3), 5. સમોવડું, એક સમાન (4), 6. માનવ શરીરમાં આવતી એક પ્રકારની ગાંઠ (3), 7.તળિયું, છેક નીચેનો ભાગ, રસા….. (2), 8. અવસર, શુભઘડી (3), 11. સતી સાવિત્રીનો ભરથાર (5), 12. સામે નથી તેવું, અપ્રત્યક્ષ (3), 13. પતંગથી પતંગને કાપવી, ……. લડાવવા (2), 14. અધ્યાય, ભાગ (4), 15. વ્હાઈટ ……..ની જોબ સસ્તામાં મળતી નથી. (3) 16. પ્રલય-માં જવાબ છે. (2), 17. યાંત્રિક મશીનોને ચલાવવા માટે…….ની જરૂર પડે (3), 18. ભક્ષણ-ને ઊંધું લખો (3), 19. મહાત્મા ગાંધીને ……ના સંત પણ કહેવાય છે (5), 21. ડોક્ટર ને ગ્રામ્ય ભાષામાં …….પણ કહેવાય છે (4), 22. આ પ્રવાહીને જે રંગમાં મિશ્રિત કરો તેવું પ્રવાહી બની જાય (2), 23. રાત્રે સુતી વખતે પણ ઘણાને …….. મારવાની ટેવ હોય છે (2), 25. ‘ ખં…. ‘ -આ શબ્દની પાચળ બીજા બે શબ્દો જોડો એટલે એક વગાડવાનું વાદ્ય બની જાય (2), 27. શાનો માણસ ….. જોઇને જ સામાવાળાને સાણસામાં લે (2), 29. સરકારની જો કોઈ પોલ ખુલી જાય તો …… તરત જ દોડતું બને છે (2), 30. આછું, અપ્રકાશિત (2).

← વીણેલા મોતી (March 2014) તો સિંહ અને શિયાળમાં શો ફેર? (February 2014) →

Leave A Reply