વૃષ્ટિ મારી પત્ની (July 2014)

તેદિવસેવૃષ્ટિને, સંબંધીનેત્યાં ગોત્રેજ પુઉજ્વાના કારણેહુંમળસ્કેપાંચ વાગેમુકીનેપાછો આવતો હતો. મારું મન

તો ખુબ જ ભારેથઇ ગયું હતું. વૃષ્ટિએ લખેલો પત્ર અનાયાસેમારા હાથમાંઆવી જતા તેમાં ટાંચેલી વિગતોથી મારી જાત

પર તિરસ્કાર આવતો હતો. મનમાં વૃષ્ટિ વિષેઅનેક વિચારો ઘોળાયા કરતાં હતા.એ પત્રમાં લખ્યું હતું….. ‘આજેમારા

લગ્નની એનીવર્સરી છે. એ પ્રસંગના મહત્વનેસ્પર્શતો કોઈ કાર્યક્રમ નથી. મન બેચેન છે. એ તો કામેગયા છે. એટલે

મનનેહળવું કરવા કાગળ અનેપેન લઇ લખવા બેથી છું. હજી તો હું હાઈસ્કુલના પગથીયેઉતરી કેમારા લગ્ન લેવાયા.

શરૂઆત તો સારી અથવા ‘હવેઠીક’ કહી શકાય એવી થઇ. પણ એ અલ્પજીવી નીવડી. મનેલાગવા લાગ્યું કેપત્ની તરીકે

એ મનેકડી સમજી ન શક્યો. એના મોઢેથી થોડી લાગણી, થોડી હુંફ, ક્યારેક વ્હાલના બેશબ્દો…. આ બધી નાજુકતા મને

એના તરફથી ક્યારેય નથી મળી. બસ હું એની જાતીય સુખ ભોગવવાનું સાધન હોય તેજ રીતેએ મારી પાસેઆવતો અને

એનો સ્વાર્થ સાચી ચાલતી પકડતો. સાથેબેસી બેમીઠાં વાક્ય કહેવાનું એના સ્વભાવમાં જ ન હતું. પતિના પ્રેમના

અભાવેમારા જીવનમાંએક ખાલીપણુંસર્જ્યુંછે.જીવનમાંશૂન્ય અવકાશ ખીચોખીચ ભરાઈ ગયો છે.’

આજથી વીસ વર્ષ પહેલા વૃષ્ટિ સાથેમારા લગ્ન થયેલા. અમારી આર્થિક સ્થિતિનેઅનુરૂપ મારા પરિવારે

લગ્નપ્રસંગેમાર્યાદિત ખર્ચ કરેલો. વૃષ્ટિનો પરિવાર શ્રીમંત હોય તેમણેસારો એવો ખર્ચ કરેલો. પણ હવેઆજેએ

વાતનેયાદ કરવાથી શો ફાયદો? તેમ છતાંએક વિચાર મારા મનનેઘડી ઘડી સતાવેછેકે ‘સાચેસાચ’ વૃષ્ટિ બહારથી જેટલી

સુખી દેખાય છેતેટલી અંદરથી સુખી છે?

વૃષ્ટિનો સ્વભાવ ઓછા બોલો છે. કામ વગર એ બોલતી નથી અનેજયારેબોલેછેત્યારેપણ સમજીનેઅનેતોલી

તોલીનેબોલેછે. એના સાલસ સ્વભાવેસંબંધીઓના દિલ જીતી લીધા છે. કોઈ પણ કાર્યમાંસગાસંબંધીઓ અનેસ્નેહીઓને

હાથ આપવાની એક અદભુત તાલાવેલી એના સ્વભાવનું લક્ષણ છે. ઘરના સહુસભ્યોની સગવડ-અગવડનું એ સતત

ધ્યાન રાખેછે. પરંતુપોતાની જરૂરિયાત વિષેએ ક્યારેય કશું કહેતી નથી. મારા માટેનો પ્રેમ, પરિવાર માટેનો પ્રેમ એને

જ જાણેએના જીવનનુંલક્ષ્ય બનાવ્યુંછે. મનેઘણી વાર એમ વિચાર આવેછેકેમારેએની કદર કરી કાંઈક આપવુંજોઈએ

પરંતુએ વિચારનેહુંહજી અમલમાંમૂકી શક્યો નથી. વૃષ્ટિ આમ તો ધનાઢ્ય ઘરમાંઉછરેલુંસંતાન હતું, પરંતુજ્યારથી એ

પરણીનેઅમારેઘરેઆવી છેત્યારથી કોઈ નેકોઈ કામ કરીનેપરિવારનેઆર્થિક મદદ કરતી રહી છે. અમારું છ સભ્યોનું

કુટુંબ છે. હું નોકરી કરું છું. મારી પગાર સારો છેછતાં મોંઘવારીનેલઈનેજરા જરા કરતા એટલો ખર્ચ થઇ જાય કેબચત

કરવાનું અશક્ય બનેછે. વૃષ્ટિ સવારથી સાંજ સુધી ઘર અનેબહારનું કામ મશીનની જેમ કરતી જાય છે. સમય અનેશરીર

બંનેપાસેથી તેલઇ શકાય તેટલુંકામ લેછે.

મારા લગ્ન થાય પછી બેવર્ષમાં મારા પિતાજી દેવલોક પામ્યાં. પિતાજીના સ્વર્ગવાસ પછી મારી બા ની તબિયત

અવારનવાર નરમગરમ રહેતી. હવેતો તેપણ પથારીવશ છે. વૃષ્ટિ બાની સેવા ચાકરી, પોતાનો નાનો ધંધો, બાળકોના

ઉછેરની જવાબદારી, મહેમાનોની અવરજવર અનેઘરનુંકામ કરતાંએ રાત સુધીમાંથાકીનેઢગલો થઇ જાય છે. હુંએની આ

પરિસ્થિતિ સીધેસીધી અનુભવું છું. તેછતાં મારા માટેશયનખંડમાં રંભાનું રૂપ લઇ મનેએના પ્રેમમાં તરબોળ કરી દેતી.

પરંતુહવેએ માટેએની પાસેઉત્સાહ નથી, શક્તિ નથી અનેસમય નથી. મારા સંતાનો હવેઉંમરલાયક થયા છે. એમને

ભણવવાની અનેમાંડવાની ચિંતાથી એ તનાવમાંજીવતી હોય એવુંહુંમાનુંછુંપણ એનો સ્પષ્ટ અણસાર એ કોઈનેઆપતી

નથી. અમારા બાળકો સમજુનેશાણા છે. તેમનેમાટેવૃષ્ટિ જ સર્વસ્વ છેતેથી તેમની અપેક્ષાઓ પણ વૃષ્ટિનેથકવી

નાખવામાંસારો એવો ભાગ ભજવેછે.

વૃષ્ટિનેસમજાવવાનો મેં વારંવાર પ્રયત્ન કર્યો છે. પરંતુતેનો અનાદર કરી બોલ્યા વિના તેનો ધર્મ તેબજાવી

રહી છે. તેણેકદીયેફરિયાદ નથી કરી. સ્નેહ, સ્મિત, સમર્પણ જાણેએનેવારસામાં મળ્યાં છે. બીજા માટેજીવવાનું જાણે

તેણેવ્રત લીધું છે. ઘરકામ અનેએનો વારસામાં મળ્યાં છે. બીજા માટેજીવવાનું જાણેતેનેવ્રત લીધું છે. ઘરકામ અને

એનો નાનો ધંધો એ સિવાય પોતાનેમાટેતેક્યારેય સમય ફાળવી શકી નથી. આખો દિવસ દમ લીધા વગર એકલેહાથે

ઢસરડા કાઢતી મેં તનેજોઈ છે. બજાર જઈ શાકભાજી ખરીદ કરી આપી તેનેમદદ કરવા મેં પ્રયત્નો કર્યા છે. મારી બહેન

વૃષ્ટિનેકામમાં મદદ કરવામાં જયારેજયારેકંજુસાઈ કરતી ત્યારેહું અંદરથી સમસમી ઉઠતો. બા તો પથારીવશ એટલે

એમની આશા કેમ રાખી કેમ રાખી શકાય? ઉલ્ટાનું બા ની સંભાળ રાખવાની વધારાની જવાબદારી વૃષ્ટિ ઉઠાવેછે. બા

પથારીમાંપડ્યા પડ્યા ય વૃષ્ટિનેકડવા વેણ કહીનેપજવેછે. તો ય બા નેરોકવાની મેંકોઈ દિવસ પણ હિંમત કરી નથી.

વૃષ્ટિ જેરીતેઘરનો ભાર ઉઠાવી જેતકલીફ લઇ રહી તેવિષેમનેમારા મિત્રો અનેસ્નેહીઓ કહેતાં પરંતુઅમારી

આવક એટલી મોટી નહોતી કેવૃષ્ટિનેમદદ કરવા માટેકોઈ પગારદાર કામવાળી રાખું શકું. ઘરકામમાં હું મદદ કરવા

પ્રયત્ન કરુંતો બા વચ્ચેઆડા આવી રતિનુંરામાયણ કરી મૂકતી. બા એવુંમાનતા કેઘરમાંપત્ની હોય તો પુરુષોથી આવું

ઘરકામ ન થઇ શકે, એ તો ઘરની સ્ત્રીની જ જવાબદારી.

મારા મા-બાપનો હું મોટો દીકરો એટલેપિતાનું છત્ર ગુમાવ્યા પછી નાના ભાઈ-બહેનોની જવાબદારી મારા પર આવી

પડી. એકનો એક પુત્ર રહ્યો એટલેતેમના પ્રત્યેની મારી જવાબદારી મારા પર આવી પડી. એકનો એક પુત્ર રહ્યો એટલે

તેમના પ્રત્યેની મારી જવાબદારી મારા પર આવી પડી. નાનોભાઈ ભણવામાં હોશિયાર એટલેસ્કોલરશીપ, ફ્રીશીપની

મદદથી એ એન્જીનીયરનું ભણ્યો. એચ.વન વિઝાની તક મળતાં એ અમેરિકા ચાલ્યો ગયો. ત્યાં જ કોઈ અમેરિકન

છોકરીનેપરણીનેઅદ્રશ્ય થઇ ગયો. અમારા પરિવાર સાથેએનો સંબંધ પૂરો થયો. બા જીવતી હતી ત્યારેતેનેકદીયે

અમનેયાદ ન હોતાંકર્યા. આ સંજોગોમાં હુંજુદા રહેવાનો પણ વિચાર નહોતો કરી શકતો. અનેએ વાત પણ સાચી કેઅલગ

રહેવા માટેવૃષ્ટિએ મનેકોઈ દિવસ પણ કહ્યુંનથી. કોલેજના મારા ઘણા મિત્રો ભાગ્ય અજમાવવા પરદેશ તરફ પ્રયાણ

કરતા હતા. મનેપણ તક મળતી હતી પણ ઘરની જવાબદારી અનેબાનેએકલી મૂકી જવા મારુંમન માનતુંન હતું.

વૃષ્ટિનેઅન્યાય થઇ રહ્યો છેતેવું મારો અંતરાત્મા કહ્યા કરેછે. નારી તરીકેના કોઈ હક્કની માંગણી તેનેમારી

પાસેકરી નથી. હું જાણ્યેઅજાણ્યેએનું શોષણ થતું જોતો રહ્યો છું અનેહું ય એનું શોષણ કરતો રહ્યો છું. હરવું, ફરવું,

સંબંધીનેમળવા જવું, સિનેમા કેનાટક જોવાનો એનો શોખ એણેએના હૃદયમાં દબાવી રાખ્યો છે. પરિવારનું સુખ, સંતોષ

અનેસમર્પણમાંરહેવુંછેએવુંવૃષ્ટિ માનતી. એટલેજ ઘરમાંઝઘડો કેકંકાશ એનેગમતો ન હતો. વૃષ્ટિ એવી કોઈ શક્યતા

ઉભી થવા જ દેતી નહોતી. ઘરની શાંતિ માટેએ ઘંટીના પડમાં પિસાતા અન્નના દાણાની જેમ પીસાઈ રહી હતી.મનેએમ

થાય છેકેજયારેપરિવારમાં આટલા બધા સાથેરહેતા હોવા છતાં માત્ર એક જ વ્યક્તિ પર તન, મન અનેધનનો બોજો

નંખાય અનેતેહું મૂંગેમોએ કેમ જોયા કરું? સમર્પણનું અધ્યાત્મ કેવિચાર ખોટું નથી પણ એની સાથેસમતા, સમજદારી

અનેસમતુલા પણ હોવી શુંજરૂરી નથી?

વૃષ્ટિનો અભ્યાસ હાઈસ્કુલ સુધીનો જ છે. એનેઆગળ ભણવું હતું. નોકરી કરી પોતાનુંઆગવું કેરિયર બનાવવું હતું.

પરંતુઆપના સમાજમાં બનતુંઆવ્યું છેતેમ સગાનાં દબાણથી એના બાપુજીએ એનેસોળ વર્ષની નાની ઉંમરેપરણાવી

દીધી. ત્યારેમારી ઉંમર છવ્વીસ વર્ષની હતી. મારેત્યાં એ પરણીનેઆવી. એણેઅનુભવ્યું કેઆ ઘરમાં બીજી આવકની

જરૂર છેએટલેએનેનોકરી કરવા વિષેમનેવાત કરી. મારી સંમતિથી એ હવેનોકરીએ જોડાઈ. ઘરનું બધું કામ પોતેકરતી

અનેનોકરીએ પણ જતી છતાં ઘરમાં તેની કોઈ કદર કરતુનહીં. એનેજેમહત્વ મળવું જોઈતું હતુંતેન મળતું. મારું વર્તન

પણ ઘરના બધા સભ્યો જ જેવુંહતું. ભલેએ પંદર કામ કરેતેની કોઈ ગણતરી નહિ પણ એકાદ કામ શરતચૂકથી રહી ગયુંતો

કાગનો વાઘ થઇ જતો.

વૃષ્ટિની સહનશીલતા મનેઘણીવાર અકળાવી મુક્તિ પણ તેક્યારેય અકળાતી નહોતી. એણેકોઈ વાત આજ સુધી

મનેફરિયાદના રૂપેકરી નથી. ફેક્ટરી ન ગયો હોય ત્યારેજેટલો સમય હું ઘરેહોઉં છું. ત્યારેઘરમાં બનતું મેં નારી આંખેજે

જોયુંછેતેઉપરની વૃષ્ટિની પરિસ્થિતિ વિષેમનેઅંદાજ આવી ગયો છે.મા, બહેનો અનેફોઈ તરફથી તો મનેવૃષ્ટિ વિરુદ્ધ

વારંવાર ફરિયાદ સંભાળવા મળી છે. વૃષ્ટિની સહનશીલતા અનેસમર્પણની ભાવનાથી મારી નજરમાં એ મહાન બનતી

જાય છે. પણ પુરુષ તરીકેનો મારો અહંઘવાય એટલેમારી આ ભાવના ઘરમાંકેએની આગળ વ્યક્ત નથી કરી શકતો.

હવેતો મારા બા પણ આ દુનિયામાં રહ્યા નથી એટલેએનેથોડી રાહત છે. મારી દીકરીઓ પિયરમાંઆવેત્યારેતેના

બાળકોનેપણ તેખુબ પ્યાર આપેછે.મારા પૌત્રની પણ સરસ સંભાળ લેછે. પરંતુપુત્રવધુછણકો કરી કહેતી ‘બાળકોને

આમ લાડ લડાવી તમેબગડી રહ્યા છો.’ વહુના આવા કટુવચનો સાંભળી વૃષ્ટિ અંદરથી દુ:ખી થતી હશે. પરંતુઆવી દરેક

ઘટનાના સમયેસંઘર્ષ ન કરતાંમનમાંસમાધાન કરી લેછે.

મારી દીકરીનું ભાગ્ય એમનેવિદેશ ખેંચી ગયું એટલેમોટી ઉંમરેવિદેશ જવાની અમનેતક મળી છે. મારી પુરેપુરો

પરિવાર હવેઅહીં વિદેશમાં રહેછે. અહીં પણ સમપર્ણની ભાવના એનેછોડી નથી. પરિવારના સભ્યો તરફથી જે

અણઇચ્છનીય વર્તન થઇ રહ્યું છેતેનાથી એ નીચોવાય રહી છે. તેના શરીરમાં હવેરોગ ઘર કરી ગયો છે. દવાદારુથી

થિંગડા મારી વૃષ્ટિ જીવનગાડી ચલાવી રહી છે. એના ગમા-અણગમાની પરિવારમાં કોઈનેપડી નથી. ભર્યા ભર્યા ઘરમાં

રહેતી હોવા છતાં તેએકલું અટુલું જીવન વિતાવી રહી છે. આટલા વર્ષો પછી હવેમનેચિંતા થવા લાગી છે. એ સાચું છેકે

પરિવારમાં કોઈનેકોઈનો ભોગ લેવાતો જ હોય છે. જ્યાં સંતાનો શક્તિશાળી હોય છેત્યાં ત્યાં માં-બાપનો ભોગ લેવાય

છે.મા-બાપનું જીવન ઝેર બની જાય છે. જ્યાં મા-બાપનું વર્ચસ્વ હોય ત્યાં વહુદીકરાનેજોઈતી સ્વતંત્રતા મળતી નથી

અનેએમનેસહન કરવુંપડેછે.

આજેહવેએ પરિસ્થિતિ આવી ગઈ છેકેવૃષ્ટિના સુખ માટેપરિવારના દરેક સભ્યોનેમારેકહેવું પડશેકેઆજ સુધી

જેચાલી ગયું તેઈતિહાસ હતો. ઘરના દરેક સભ્ય એના ગમાઅણગમાનેસન્માન આપેતેવિષેમારેતેમનેસજાગ કરવા

પડશે. અનેહિંમત કરીનેહુંપણ વૃષ્ટિનેકહીશ, ‘વૃષ્ટિ, આજ સુધી તેબધાનુંબહુકરીનેતારી જાતનેઘસી નાખી છે. હવેતારા

સુખ માટેમારેખડેપડેતૈયાર રહેવુંછે.’ મારા આ પરિવર્તનથી વૃષ્ટિનેખરેખર સંતોષ થશેખરો?

- હરિવદન કલ્યાણજી કાપડિયા

← જાગૃત જીવન (February 2015) સંસ્થા નડિયાદ કલામંદિર (July 2014) →

Leave A Reply