વીણેલા મોતી (June 2014)

1. રાત્રે નિરાંતે નિંદ્રા જોઈતી હોય તો અંતર આત્માને નિષ્કલંક રાખવું જરૂરી છે.

2. જયારે પુરુષ સ્ત્રીને નિહાળતો રહે, તે સ્ત્રી રૂપાળી કહેવાય અને જયારે સ્ત્રી કોઈ પુરુષને નિહાળતી રહે એ પુરુષની નજરે નમણી કહેવાય છે.

3. વધુ પડતા સુખની શોધ કરવી એ વધુ પડતા દુઃખનું મુખ્ય કારણ છે.

4. જીંદગીમાં ક્યારેય હું ભૂલ કરતો નથી એવું કહેનાર પણ પરણેલો હોય છે.

5. ભૂલ તો દરેકથી થાય છે પણ મુર્ખાઓ જ એમાંથી બહાર નીકળતા નથી.

6. સાચું અને સારું કામ પણ સાચો સમય જોઇને જ કરવું જોઈએ.

7. સમય આપણને થપ્પડ મારે એ પહેલા જ આપને શાણા બનીને સમયને થપ્પડ મારવી જોઈએ.

8. આલીશાન ઘર કેમ બનાનવું એ દરેક જણ જાણે છે પણ આલીશાન ઘરમાં કેમ શાંતિ-સુખચેનથી રહેવું એ બહુ ઓછા જાણે છે.

9. લોકશાહી એ એક એવી ગોઠવણ છે જેમાં તમે તમારી પસંદગીના બદમાશને ચૂંટી શકો છો.

10. જયારે તમારો અહંકાર બીજાને ડંખવા માંડે છે ત્યારે સમજવું કે તમારી પતનની પદ નજીક આવી પહોચી છે.

11. સુંદર સ્ત્રીના પરિચયમાં આવતા પ્રભાવશાળી પુરુષ મોટે ભાગે બીજી સ્ત્રીના પતિ જ હોય છે.

← જાગૃત જીવન (June 2014) લીલા શ્વાસને સરનામે (June 2014) →

Leave A Reply