વીણેલા મોતી – વિજય ચોકસી (February 2014)

1. માન મેળવવાનો એક જ રસ્તો છે કે પહેલા બીજાને માન આપો.

2. લક્ષ્મી ચંચળ નથી પણ લક્ષ્મી આવતા વ્યક્તિ ચંચળ બની જાય છે.

3. મિત્રતા એવાની કરો જેનો તમને ભય નહિ પણ ભરોસો હોય.

4. ભગવાન જયારે દુઃખ આપે છે ત્યારે સાથે સાથે સહન કરવાની શક્તિ પણ આપે છે.

5. બીજા સાથે તમારી સરખામણી કરીને તમારી જાતને દુઃખી ન બનાવો.

6. સુખનું સૌથી મોટું દુઃખ એ છે કે એ જાય પછી સમજાય છે કે એ સુખ હતું.

7. વ્યક્તિ એટલે પણ સુખી થઇ શકતો નથી કેમ કે એ દુઃખને ભૂલી શકતો નથી.

8. સુખી થવાનો સૌથી મોટો ઉપાય માફ કરો અને ભૂલી જાવ.

9. જે વ્યક્તિ પોતાની જાતને કાયમ દુઃખી જ સમજતો રહે તો એ સુખી થઇ શકતો નથી.

10. આપણે કોઈને કઈ શીખવી શકતા નથી પણ એની અંદર જે કઈ છે તેને શોધી કાઢવામાં મદદ કરીએ છીએ.

← જાગૃત જીવન (February 2014) આયુર્વેદ - દિનચર્યા (February 2014) →

Leave A Reply