ભવિષ્ય (January 2014)

મેષ: (અ.લ.ઈ.) આ માસ  મુંજવણ અને માનસિક ચિંતા ઓછી થાય. આપનું ધાર્યું કામ થતા આપ આનંદમાં રહો. કોઈ મિત્ર ય સ્વજનની અણીના સમયે આપને મદદ મળી રહે. ઉઘરાણીના પૈસા ધીમે ધીમે પાછા આવતા દેખાય. નોકરિયાત વર્ગને સમય સાચવીને કામ કરવા જેવો જણાય છે.સહકર્મચારી સાથે વધુ વાદ-વિવાદમાં ન ઉતરવું. આપના કામની કદર થતી જણાય. ધંધાર્થીઓને મહેનત વધુ કરવી પડશે. કુટુંબમાં અગાઉ બગડેલા સંબંધો ફરીથી સુધરી શકે તેમ છે. દામ્પત્યજીવનમાં પડેલી તિરાડ ધીમે ધીમે પુરતી જણાશે. વિદ્યાર્થી વર્ગને સમય સારો છે.

વૃષભ: (બ.વ.ઉ.) આ માસ દરમ્યાન આપને થોડી માનસિક ચિંતા રહે. નુકશાનીના એકદ પ્રસંગો બને. પૈસાની લેવડ દેવડે ખાસ સાવધાની રાખવી. કોર્ટ કચેરીના મામલે થોડું ચિંતાવાળું વાતાવરણ રહે. સફળ યાત્રા પ્રવાસનું આયોજન માસના મધ્યભાગમાં ગોઠવાય. નોકરી વ્યવસાયના ક્ષેત્રે બદલી બઢતી થવાના યોદ જણાય છે. નોકરિયાત વર્ગને અટકેલા લાભ ધીમે ધીમે મળે. સારી તક મળે તો  ઝડપી લેવી। લગ્ન વિવાહ જેવા પ્રશ્નો ઉકેલાય. મનગમતો જીવનસાથી મળતા તે દિશા આગળ વધી શકાય. કૌટુંબિક ક્ષેત્રે સમય સારો છે. જીવનસાથીનો સાથ સહકાર સારો રહે. વિદ્યાર્થી વર્ગને આ માસમાં મહેનત વધુ કરવી પડે.

મિથુન: (ક.છ.ઘ.) આ માસ દરમ્યાન કોઈને કોઈ કારણોસર આપને વિખવાદ રહ્યા કરે. જેથી આપે બને તેટલા વ્યવહારીક બનવા પ્રયત્ન કરવો. નાણાંકીય દ્રષ્ટીએ સમય મુશ્કેલીમાં બહાર આવતો જણાય છે. છતાં પણ જોઈ વિચારીને ખર્ચ કરવો. કેટલીક મહત્વની મુલાકાત થશે અને તે લાભદાયી રહે. નોકરિયાત વર્ગને સમય થોડો સાચવવા જેવો છે. છતાં પણ કોઈની ઉપર આંધળો વિશ્વાસ રાખવો નહીં. આરોગ્યની દ્રષ્ટીએ સમય સારો છે છતાં પણ પાડવા વાગવાથી અકસ્માતથી સાવધાની રાખવી. વિદ્યાર્થી વર્ગને આ માસમાં મહેનત વધુ કરવી રહે.

કર્ક: (હ.ડ.) આ માસનો સમય આપનો શુભ સાબિત થાય. આપના કાર્યની યોગ્ય કદર થાય. તેમજ ઘણા જ વખતથી અટવાયેલા કાર્ય પરિપૂર્ણ થાય. મકાન જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે. જમીન મકાન વાહનની યોગ્ય ખરીદી થાય. સંતાનો અંગે થોડી ચિંતા સતાવ્યા કરે. સંતાનોમાં મનદુઃખ થાય. કૌટુંબિક ક્ષેત્રે સમય સારો છે. જીવનસાથીનો સાથ સહકાર સારો મળે. આવકજાવકનું પ્રમાણ સરખું રહે. અણીના સમયે આપને કોઈને કોઈની મદદ મળી રહે. આરોગ્ય અંગે થોડી અંગત કાળજી રાખવી. વિદ્યાર્થી વર્ગને સમય સારો છે.

 

સિંહ: (મ.ટ.) આ માસ દરમ્યાન સમય શુભ છે. આપની પ્રગતિ સારી રીતે થાય. આપના અટકેલા કામકાજ ધીમે ધીમે પૂર્ણ થતા જણાય. આપના કામકાજમાં આપને યશ, માન, પ્રતિષ્ઠા મળે.  સમાજમાં આપની પ્રશંસા થાય તેવું કાર્ય આપના હાથે થાય. પ્રવાસ પર્યટનનું આયોજન થાય. મકાન મિલકત વાહન બાબતમાં અગત્યના નિર્ણયો લેવાશે. કોઈની જામીનગીરીમાં વચ્ચે ના પાડશો. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીથી ફાયદો થાય. તમારા કામની પ્રશંસા થાય. આરોગ્ય બાબતે થોડી કાળજી રાખવી પડશે. સંતાનો બાબતે સમય પ્રગતિકારક સાબિત થાય. વિદ્યાર્થીવર્ગને મહેનત વધુ કરવી પડે.

 

કન્યા: (પ.ઠ.ણ.) આ માસ  દરમ્યાન જાહેર યા સામાજિક ક્ષેત્રે કામ કરતી વ્યક્તિઓને જાહેરમાં માન-સન્માન મળે. આપના કામકાજમાં સફળતા મળે. લાંબા સમયથી અટવાયેલા યા અટકેલા કામમાં સફળતા મળે. આપના મકાન વેચવાના ય બદલવાના કામમાં ધીમી ગતિએ સફળતા મળે. નાણાંકીય મુંજવણો  ધીમે ધીમે દૂર થતી જણાશે. નોકરિયાત વર્ગને ધંધાર્થીઓને આ સમય દરમ્યાન મનની થોડી અશાંતિ રહે. કોઈને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે. ગૃહજીવનની સમસ્યાઓ કૌટુંબિક વિખવાદોને કારણે આપ ઉકેલી ના શકો. છતાં પણ આપના પ્રયત્નથી આપ સફળતા મેળવી શકો. આરોગ્ય એકંદરે સારું રહે. વિદ્યાર્થીને સમય સારો રહે.

 

તુલા: (ર.ત.) આ માસ દરમ્યાન કોઈ મહત્વની વ્યક્તિની મુલાકાત લાભદાયી રહે. આર્થિક કટોકટી સામનો કરવો પડે છતાં પણ આપનું આર્થિક કામ ઉકલી જાય. થોડા અંતરાયો આવે. આ સમયમાં આપ ધીરજથી કામ કરશો તો બધું જ કામ પાર પડી પડી શકશો. વાણી, વર્તન ઉપર આપે અંકુશ રાખવો. ઉઘરાણીના પૈસા પરત ન મળતા થોડી નિરાશા રહે. સામે ખર્ચનો પ્રવાહ વધુ રહે. નોકરિયાત વર્ગને સમય સારો છે. ધંધાર્થીઓને મહેનત વધુ કરવી પડે. પત્નીનો સાથ સહકાર સારો રહે. કૌટુંબિક ક્ષેત્રે આપને યશ માન પ્રતિષ્ઠા મળે. વિદ્યાર્થી વર્ગને ધાર્યું પરિણામ મળે.

 

વૃશ્ચિક: (ન.ય.)  આ માસ દરમ્યાન આપે મહેનત વધુ કરવી પડે. પરંતુ મહેનત દરમ્યાન તેનું ફળ અવશ્ય મળે. આપ મકાન, જમીન, ઘર, દુકાન, વાહન અંગેની ખરીદી વેચાણ કરતા હો તો તેમાં ધીમે ધીમે સફળતા મળતી જણાય. આ ટીમે દરમ્યાન કોઈને કોઈ વિખવાદ યા અશાંતિના પ્રસંગો સર્જાશે પરંતુ માનસિક શાંતિ રાખીને કામ કરશો તો સારું રહેશે. અચાનક લાભ યા કોઈની અચાનક મદદ આપને મળી રહે. કોઈની સાથે મહત્વની મુલાકાતો થશે અને તે આપણને ઉપયોગી થઇ શકશે. કૌટુંબિક ક્ષેત્રે સારું રહેશે. ભાઈ-ભાંડુંનો સાથ-સહકાર સારો રહેશે. જીવનસાથી સાથે થોડો સંઘર્ષ રહેશે. આરોગ્ય બાબતે સંભાળવું. વિદ્યાર્થી વર્ગને સમય સારો કહી શકાય.

ધન: (ભ.ધ.ફ.ઢ.) આ માસ દરમ્યાન કોઈ અચાનક ઉતાવળીયા નિર્ણય ના લેશો. નહિ તો પાછળથી પસ્તાવું પડશે. ખર્ચ ખરીદી તરફ ઓછુ ધ્યાન રાખીને બચત તરફ વધુ ધ્યાન રાખજો. લગ્ન યા વિવાહ જેવી બાબતોનું નિરાકરણ આવે. ધંધાકીય પ્રગતિ આપની સારી રહે. નવીન ધંધાની ઓફર મળે. નોકરિયાત વર્ગને સમય સારો છે. સહકાર્માંચારીનો તથા ભાગીદારી વર્ગનો સાથ સહકાર રહે. મકાન-જમીન-વાહન  વિગેરે માટેનો પ્રશ્ન હશે તો તેમાં થોડી મુશ્કેલી આવશે. આવક-જાવકનું પ્રમાણ સરખું રહે. આરોગ્ય અંગે આપે સજાગ રહેવું પડે. નહીં તો આપનું આરોગ્ય બગડે. વિધ્યાર્થીવર્ગે મહેનત કરવી.

મકર: (ખ.જ.) આ માસ દરમ્યાન આપની માનસિક ચિંતાઓ વધતી જાણશે, પરંતુ આપ ધાર્મિક ઉપાય કરતા રહેશો તો થોડી રાહત જાણશે. નાણાંકીય પરિસ્થિતિ જોઈએ તેટલી સુધારશે નહીં. નવી યોજનાઓ અંગે હમણાં કશું વિચારવા જેવું નથી. નોકરી અંગેના આપના પ્રશ્નોમાં થોડું ચિંતા જેવું જણાય છે. મહેનત આપને આ માસ દરમ્યાન વધુ કરવી પડશે. ધંધાર્થીઓને સમય થોડો ચિંતાવાળો જણાય છે. ભાગીદારી વર્ગથી આપે સાવધ રહેવું પડશે. કૌટુંબિક પ્રશ્ને ગેરસમજો નાં થાય તેવી કાળજી રાખવી. પ્રવાસ અંગેનું આયોજન સફળતાપૂર્વક પાર પડે. દામ્પત્યજીવનમાં થોડો સંઘર્ષ રહેશે પરંતુ એકબીજા પ્રત્યે વિશ્વાસ રાખશો તો સમય સુધરી શકે તેમ છે. વિદ્યાર્થી વર્ગને ધાર્યું ના થતા માનસિક ટેન્સન રહે.

કુંભ: (ગ.શ.ષ.સ.) આ માસ દરમ્યાન આપની લાગણી ઉપર કાબુ રાખશો. તેમજ બને તેટલા આપ વ્યવહારિક બનવા પ્રયત્ન કરશો. કોઈના જામીનગીરીમાં વચમાં નહીં. નોકરિયાત વર્ગને સમય સારો છે. સહકર્મચારી ઉપરી અધિકારીથી વિશેષ લાભ થાય. સારો સમય મળે-ચાંચે મળે તો તેનો ઉપયોગ કરી લેવો. વિશેષ કરીને નવા ધંધા કરતા હો, નવી કોઈ યોજનાઓ બાંવતા હો તો હમણાં થોડો વખત થોભી જવું, પછીથી નવા સાહસો કરવા। આરોગ્યનું ખાસ કાળજી રાખવી. વિદ્યાર્થી વર્ગને સમય ખુબ જ મહેનત વાળો છે.

મીન: (દ.ચ.જ.ઝ.) આ માસ દરમ્યાન નાણાંકીય રીતે આપ થોડા પરેશાન રહેશો. કોઈને ઉછીના પાછીના આપેલા નાણા પાછા મેળવવામાં મુશ્કેલી પડશે. છતાં આપ પ્રયત્ન કરતા રહેશો તો સફળતા મળશે. અગાઉ આપે જે ચિંતામાં હતા તે ચિંતામાંથી આપ ધીમે ધીમે બહાર આવી શકશો. કૌટુંબિક કલહ  થયો હોય તો તેમાં ધીમે ધીમે શાંતિ થશે. અગાઉ ભાઈ-ભાંડું સાથે બગડેલા સંબંધો સારા થતા જશે. વડીલ વર્ગની તબિયત થોડી ચિંતા કરાવે. આપના અગત્યના કામકાજમાં સફળતા મળે. તેમજ વિકાસ થતો જાય. પત્નીનો સાથ સહકાર સારો રહે. જેથી કામ કરવામાં ઉત્સાહ આવતો જણાય। વિદ્યાર્થી વર્ગને આળસ ખંખેરીને ભણવામાં ધ્યાન રાખવું.

← એક ટુકડો આસમાન (January 2014) હાસ્ય દર્પણ (January 2014) →

Leave A Reply