તારો ચંદ્ર વધુશીતળ (July 2014)

માણસ બુટેડ-સુટેડ હોય કેએ.સી. માં રહેનાર, પણ જો તેનું મન નિંદાના પ્રદુષિત પ્રાંગણમાં લટારો મારતું રહેતું

હોય તો તેના જેવો મતિભ્રષ્ટ માનસ બીજો કોણ હોઈ શકે?

વિદ્વાનોએ જુદા જુદા રસો પર આફરીન થઈનેતેમની પર શ્રેષ્ઠત્વનો સિક્કો મારી દીધો છે. રાજા ભોજનેમન

શૃંગાર એ રસરાજ છે. તો ભવભૂતિએ કરુણરસ પર શ્રેષ્ઠત્વનો કળશ ઢોળ્યો છે. રસનો સર ચમત્કાર છે, એમ માની

નારાયણ માટે ‘અદભુત’ રસનેબિરદાવ્યો !

પણ એ બધાનેટપી જાય એવો શ્રેષ્ઠ રસ આમ જનતાથી મંડીનેપંડિતો સુધી પંકાયેલો, રાજકારણીઓને

માટેશત્રુસંહારક રામબાણ ઈલાજ સિદ્ધ થયેલો, આબાલવૃદ્ધની રુચીનેસમાન રીતેઆકર્શનારો, જો કોઈ રસ હોય

તો ‘નિંદારસ’ છે. જુદા જુદા દેશના લોકોમાં ભાષા, સંસ્કૃતિ, રહેણી કરણી, ધર્મ ભાવના, પહેરવેશ વગેરેની વિભિન્નતા હોઈ

શકે, પણ વિશ્વનો પ્રત્યેક નાગરિક જેનાથી પર નથી રહી શકતો એવો વિશ્વવ્યાપી રસ હોય તો તેનિંદારસ. નિંદારસ એ

આંતરરાષ્ટ્રીય રસ છે.

અનેઆ નિંદાના મહાસામ્રાજ્યનું નાગરિકત્વ ઉંમરના બાધ વગર, દેશ-વિદેશના ભેદ વગર સૌનેમળે

છે.શૃંગારરસ ભલેયુવા હૃદયોમાં હિલોળા લેતો હોય, ભક્તિ ભાગીરથી વાન્પ્રસ્થો અનેસંન્યાસીઓના હૃદયમાંધસમસતા

વેગથી વહેતી હોય, પણ નિંદા તો ગમેતેવય-વર્ણ-ધર્મ કેવર્ગના માનવીના મનમાં મુક્તપણેવહેવાનો પોતાનો

કુબુદ્ધિસિદ્ધ અધિકાર માનેછે. ભક્ત ભગવાનનુંનામ લેવામાંભૂલચૂક કરી બેસેપણ બત્રીસેય દાંતોએ રાજીનામુંઆપ્યા

પછી માણસ કઠણ પદાર્થો ચાવવાનું સામર્થ્ય ગુમાવી બેસેપણ કઠોર વેણ ઉચ્ચારીનેબીજાના હૃદયનેવીંધવાનું બળ

ગુમાવતો નથી. ઘણીવાર માણસનું મન બીજા બધા રસોમાંથી પીછેહઠ કરેછે, ત્યારેનિંદારસમાં મહાલવા માટેવલખાં

મારતુંજોવા મળેછે.

માણસ માટેખુશ રહેવાનાંકેથવાનાંઅનેક ક્ષેત્રો છે, પણ એ સઘળાંપૈકી નિંદામાંથી માણસ જેવો અનેજેટલો રસ

મેળવવામાંતન્મય બનેછે, તેવો અનેતેટલો રસ એનેઅન્ય ક્ષેત્રોમાંથી મળ્યાનો સંતોષ કદાચ નહીંથતો હોય.

માણસ પ્રશંસા સાંભળવામાં ક્ષણનો વિલંબ સહી શકે, પણ નિંદા સાંભળવામાં એ સેકન્ડનોય વિલંબ સહી શકતો

નથી. ચોવીસ કલાકના દિવસમાં માણસનું ખાવા-પીવા કેઊંઘવાનું ટાઈમટેબલ ડીસ્ટર્બ થઇ શકે… પણ જાણેઅજાણેતેનો

દિવસ ‘નિંદાશૂન્ય’ રીતેભાગ્યેજ પસાર થઇ શકે. માણસ નિદ્રાશૂન્ય બની શકે, નિંદાશૂન્ય નહીં. ભક્તિરસમાંમાણસ ભીરુ

પુરવાર થાય, પણ કુથલીમાં તો એ ભડવીર જ પુરવાર થતો હોય છે. ‘રામ નામ સત્ય છે’ કહેતાં કહેતાં મૃત શરીરનો અંતિમ

સંસ્કાર કરવા ગયેલા લોકો પણ ‘મડદું બળે’ એટલેઈન્ટરવલમાં નિંદારસ સત્ય છેએ વાક્ય ભૂલતા નથી. નિંદાસુંદરીને

મન મહેલ જેલ, ચોકી કેચિતા કશાયનો ભેદ નથી હોતો. મંદિરનું પ્રાંગણ કેસરસ્વતીનું ધામ એનેમન જ્યાં જ્યાં એકથી

વધારેમાણસ ભેગા મળેત્યાં ત્યાં એનું વિહારધામ છે. માણસાઈનો દુષ્કાળ પડેકેન પડે, પણ નિંદાનો દુકાળ ક્યારેય

પડવાનો નથી, એની ગેરંટી. યુગનાંમાનવીઓનુંતાપ ઘટેછે, ત્યારેસમાજમાં ‘લપ’ વધેછે.

માણસ નિંદા કોની કરે? અજાણ્યાની? અપિરિચિતની? જી ના, નિંદાની પરિધિમાં સમાનાર માનસ કાં તો ‘જીગરી’

સાથી હોય કાંતો પ્રિય ‘શત્રુ’ જેના મન, વચન, કર્મ, રીતભાત, ઈતિહાસ કેપરાક્રમોથી આપણેપરિચિત હોઈએ. જેનાથી

માણસ ગભરાતો હોય, જેનાથી કશોક હિસાબ ચૂકવવાનો હોય, જેની શક્તિ કેસામર્થ્ય વિષેનિંદકના મનમાં ઇર્ષાભાવ

હોય, જેની પ્રગતિ, પદ, પૈસો કેસુખ-વૈભવથી માણસ અંજાઈનેપોતાનેતેસઘળું ન મળ્યાનો વસવસો સેવતો હોય, તેના

તરફ માણસ ઈર્ષાળુબનેછે.સમય બદલતાંએક વખતનો પ્રીતિપાત્ર ધિક્કારપાત્ર બની જાય છે. જેની પ્રશંસાના પુલ

બાંધતા આપણેફુલાતા નથી, એનેનિંદાના સર્વોચ્ચ શિખરેથી ફેંકતા આપણેજરાય અચકાતા નથી, કારણકેએ આપણી

ફ્રેમમાં ફીટ થતો નથી. તો પછી નિંદાનો નિવાસ ક્યાં? નિંદાપાત્ર ઠરાવેછે, એટલેનિંદાનો તંબુનિંદકના અંત:કરણમાં

આશરો લેછે.નિંદાપાત્ર વ્યક્તિમાં નહીં. નિંદા વ્યક્તિના પ્રદુષિત દ્રષ્ટિકોણનું કુફળ પણ હોઈ શકે. એક વ્યક્તિની

નજરેજેનિંદા હોય, અન્યની નજરેતેશ્લાધ્ય પણ હોઈ શકે!

નિંદા એ ‘ગેરીલા યુદ્ધ’ છે ! સામી છાતીએ લડવાની સાહસિકતા નહીં દેખાડનારાઓ પીઠ પાછળ ઘા કરીનેવેરની

વસુલાતમાં રચ્યા પચ્યા રહેવામાં એમની બહાદૂરી માનતા હોય છે. નિંદાના રણશિંગા મોટેભાગેનિંદાપાત્ર વ્યક્તિની

ગેરહાજરીમાં જ ફૂંકાતા હોય છે. શત્રુસામેઆવ્યો કેતરત યુદ્ધવિરામ! નિંદક એ શિયાળ છે, એની પાસેથી શિયળની

અપેક્ષા ન રખાય.

જગત રૂડું રૂપાળું છે, પણ એનું નૈતિક સ્વાસ્થ્ય હણી લેવામાં બે-લગામ નીંદકોએ જ ભાગ ભજવ્યો છે, એમ નથી

લાગતું? આપણી જાતનેઆપણે ‘સભ્ય’, ‘શિક્ષિત’ અને ‘સંસ્કારી’ માનીએ છીએ, પણ નિંદાથી પર રહી શકીએ છીએ ખરા?

માનવ પ્રત્યેતમનેસહેજ પણ કરુણા હોય, તો મહેરબાની કરી તમેતેનેતમારા નિંદાબાણથી વીંધીનેવધુસંતપ્ત ન કરશો,

યુદ્ધ, રોગ, પ્રદુષણ વગેરેનો ત્રાસ અનેભય જગતનેઓછા નથી. વાણીનુંવરદાન માણસના જખમો વધારવા માટેનથી.

← ખેલ દર્પણ (July 2014) તંત્રી સ્થાનેથી - (July 2014) →

Leave A Reply