તંત્રી સ્થાનેથી – જાન્યુઆરી 2017

તંત્રી સ્થાનેથી – જાન્યુઆરી 2017

વડાપ્રધાનનો નોટબંધીનો નિર્ણય ખરેખર ક્રાંતિકારી હતો પણ તેને કેવી રીતે અમલમાં મૂકયો તેના માટેનો અભ્યાસ થોડો નબળો પૂરવાર થયો.

પકડાયેલા બેંકો દ્વારા ધનપતિઓને ચૂકવાયેલી નવી નોટો જો પ્રજાને મળી હોત તો બીજા દોઢ લાખ લોકોને તે નોટો મળત અને જેનાથી આજે જે મુશ્કેલી અનુભવાઈ રહી છે. તેને બદલે સામાન્ય રાહત અનુભવાત બેન્કોએ શરૂમાં ડિમોરાઈઝશનના પગલાને સહકાર આપ્યો ને બે ચાર અધિકારીઓને લીધે આખું બેન્કિંગ ક્ષેત્ર વગોવાયું આટલા વર્ષે પણ બેનંબરી નાણું ઢગલાબંધ પકડાયું તે એક આનંદની વાત છે. જે પ્રજાએ જોયું નહોતું અને જેમને ખબર નહોતી તેઓ સારી પેઠે આ બધું જાણી ગયા છે.

એક બરફનું ચોસલુ 40જણાના હાથમાંથી કશુંપાસાર થાય તો છેલ્લા માણસના હાથમાં કશું આવતું નથી દરેક વ્યકિત જો કાર્ડ દ્વારા જ પેમેન્ટ કરવાનું રાખે તો સામાન્ય રીતે અઢી ટકાં
ચાર્જ વસુલાતા 100ની નોટનો 40 વખત રિ ચાર્જ વ્યવહાર થાય તો તે પછી ખીસ્સામાંથી 100 સો જતા રહ્યાં કહેવાય એટલે શરૂઆતમાં આ દર ખૂબ જ નજીવો રાખી પ્રજાને આકર્ષવા જોઈએ અમેરિકીમાં પણ પબ્લીકને ડેબિટ કે ક્રેડિટ કાર્ડના વપરાશ માટે પ્રેરણા મળે તેથી ઇસ 1969માં પ્રમુખ રિચાર્ડ નિકસને સો ડોલરથી ઉપરની બધી નોટો બંધ કરી અને ત્યારપછી જ અમેરિકામાં ડેબીટ અને ક્રેડીટ કાર્ડનું ચલણ શરૂ થયું હતું એન ડી સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે કેશલેસ વ્યવહારમાં નાગરિકને સીધા કે આડકતરા કોઈ ચાર્જ નહી આપવા પડે

દરમ્યાન વડાપ્રધાને કેટલીક આર્થિક સગર્ભા મહિલાઓને પ્રથમ બે બાળકો રૂપિયા છ હજારની આર્થિક સહાય વિગેરે ઉલ્લેખનીય છેલ્લે છેલ્લે રીઝર્વ બેન્ક દ્વારા બીનનિવાસી ભારતીયો માટે નોટ બદલવાની કેટલીક ક્ષુલ્લક જોગવાઈ કરી છે. જોગવાઈ અનુસાર આઠ નવેમ્બરથી 30 ડિસેમ્બર 2016 દરમ્યાન જો કોઈ ભારતીય નાગરિક દેશ બહાર રહ્યાં હોય તો તેમને રૂપિયા પાંચ હજાર સુધીની રકમ ફોર્મ નં પાંચ ભરી, કસ્ટમ અધિકારી સમક્ષ નોટની સંખ્યા ગણાવીને જરૂરી સ્ટેમ્પીંગ કરાવાનું રહેશે રૂ પિયા 25000 થી વધું કોઈ જોગવાઈ નથી.અને તે રકમ રાખવી ગુનો બને છે તેવી ચીમકી પણ અપાઈ છે. ભારતીય મૂળના વિદેશી નાગરિકો માટે આમાં કોઈ જોગવાઈ કરાઈ હોવાનું સ્પષ્ટત થતું નથી. ભારતીય વસાહતીઓના ભારતમાં આવેલા લોકરમા કે પોતાના નિવાસ્થાને રાખેલી રકમને બદલવાની કોઈ જોગવાઇઓની પણ એમાં સ્પષ્ટતા નથી. વતન પરસ્ત ભારતીયોની વ્યથાને ભારત સરકાર વાચા આપવામાં નિષ્ફળ રહી છે. ભારતીય સામાજિક આગેવાનોએ આ મુદ્દે સરકાર ઉપર દબાણ લાવવાની જરૂર છે.

વડાપ્રધાને ઉત્તરાખંડ ના ચારધામ યાત્રા સ્થાનોને જોડતી સડકોના માળખાના વિકાસનો શુભારંભ કરાવ્યો। ઋષિકેશથી ગંગોત્રી યમનોત્રી, બદરીનાથ, કેદારનાથ, હેમકૂટ સાહિબ, વેલી ઓફ ફલાવર્સને સાંકળતા માર્ગો નવી ટનલ, નવા બ્રીજ અને ચાર લેઇનની સડકો સાથે નવું સ્વરૂપ ધારણ કરશે। પ્રવાસીઓને માટે હવે વધુ સલામત સુવિધાયુક્ત પ્રવાસ શક્ય બનશે,ઉત્તરાખંડના અર્થકારણને પણ વેગ મળશે એથી એ વધુ ચીનની સરહદે આવેલા આ વિસ્તારો લશ્કરી રીતે સવેંદનશીલ વિસ્તારો છે. કટોકટીના સમયમાં લશ્કર માટે પરિવહન સંદર્ભે વધુ મહત્વના બની રહેશે,

આગામી બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. પહેલી ફેબ્રુઆરી ના રોજ બજેટ રજુ કરાશે રેલવે બજેટ અલગથી રજુ કરવાની પરંપરા હવે બંધ કરાઈ છે. વડાપ્રધાને 31 ડિસેમ્બરના પોતાના પ્રજા જોગ પ્રવચનમાં બજેટની મોટા ભાગની જાહેરાતો અગાઉથી કરી દીધી છે. આથી બજેટ ચૂંટણીલક્ષી અને પ્રજાનું મન લોભાવનાર જ હશે. તેમ માની શકાય છે. કલ્યાણ યોજનાઓની જાહેરાતો ભરપૂર કરનાર વડાપ્રધાન આર્થિક મોરચે કેવા પગલાં લેવાશે કે રોજગાર રોજગાર આધારીત કાર્યક્રમો, નોટબંધીના કપરા દિવસો બાદ આર્થિક સહાયના પેકેજમાં ઉણા ઊતર્યા છે. અરુણ જેટલી પોતાના અદાજપત્રમાં રોજગારલક્ષી જાહેરાતો કરે તે અનિવાર્ય છે!

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વાગમન સમયે રોજગાર ક્ષેત્રે નવી આશાઓનો સંચાર થયો છે. `બી અમેરિકન, બાય અમેરિકન` મુદડો વધુ ગાજવાનો છે. આરોગ્યક્ષેત્રે , વિદેશનીતિના ક્ષેત્રે અણધાર્યા પરિણામો આપણે જોવાના છે.

ઈસુના નવા વર્ષની આ સાથે શરૂઆત થઇ છે. નૂતન વર્ષ આપ સૌને સુખદાયક ,નિરામય અને પ્રગતિકારક નીવડે એવી પ્રભુને પ્રાર્થના

← તંત્રી લેખ - એપ્રિલ 2017 તંત્રી સ્થાનેથી (May 2016) →

Leave A Reply