તંત્રી લેખ – એપ્રિલ 2017

તંત્રી લેખ – એપ્રિલ 2017

નોટબંધી પાંચ રાજ્યોની ચૂંટણીઓ પર વિપરીત અસર કરશે તેવી વ્યાપક માન્યતા હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર  મોદી ની કપરી કસોટી થશે તેમ પણ મનાતું હતું.મોટા ભાગ ના એક્ઝીટ પોલ, સટોડિયાના વરતારા પણ આ બાબતોને સમર્થન આપતા હતા.પરંતુ ચૂંટણી પરિણામોએ નરેન્દ્રભાઈ મોદીને વ્યાપક જન સમર્થન છે તે પુરવાર કરી બતાવ્યું. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના બે રાજ્યોએ અભૂતપૂર્વ પરિણામો ભારતીય જનતા પક્ષની તરફેણમાં આપ્યા.અન્ય બે રાજ્યો મણિપુર અને ગોઆમાં પણ ભારતીય જનતા પક્ષની સરકાર રચાઈ છે. પંજાબ માં અકાલીદળ ના કારણે ભાજપ નું ધોવાણ થયું છે.

નોટબંધી ના પગલે કેશલેસ વ્યવહારોના નવા યુવાનો ઉદય પણ થયો છે. માત્ર મોટા શહેરો  અને મોટા વ્યાપાર-વ્યવસાયના એકમો જ નહીં, ગ્રામીણ વિસ્તારોમાં , નાના ધંધાર્થીઓ સુધી હવે મોટા ભાગની લેવડ દેવડ કેશલેસ વ્યવહારોથી ચાલી રહી છે. ભારતીય અર્થતંત્રના ત્રીજા ભાગથી વધુ રકમ કાળાનાણાં  સ્વરૂપે ચલણ માં હતી. હવે તેનાપર વ્યાપક નિયંત્રણો આવશે.બ્રષ્ટાચાર નું પ્રમાણ નહિવત બનશે. માત્ર રોકડ નાણાં જ નહિ, પરંતુ અંગત માલિકીની મિલ્કતો  ,સોનુ,ઘરેણાં ,વગેરેની વિગતો હવે કરવેરાના માળખામાં લાવી શકાશે. બેનામી સંપત્તિ અને બેનામી વ્યવહારો ઉપર નિયંત્રણ લાવીશકાશે.કરવેરો ભરનારની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થશે, જે સરવાળે રાષ્ટ્રીય અર્થતંત્રને મજબૂત બનાવશે.

ગુજરાતમાં પોતાના બળબૂતા પાર જ મુખ્યમંત્રી પદ હાંસલ કરી સબકા સાથ, સબકા વિકાસ ની નીતિ અપનાવી કોરેલી પગદંડીએ તેમને ભારતના વડાપ્રધાનના પદ સુધી પહોંચાડ્યા.કેન્દ્રમાં પણ દ્રઢ મનોબળવાળા, દૂરંદેશી અને વિકાસ પુરુષની છાપ તેઓ ઉપસાવી શક્યા.તેમના અઠંગ સાથીદાર અને આધુનિક ચાણક્ય કહી શકાય તેવા અમિત શાહના ચૂંટણી બુથ સુધીના માઈક્રો મેનેજમેન્ટના પ્રતાપે ઉત્તરપ્રદેશ સહીત 18 જેટલા રાજ્યોમાં ભાજપનો ઝંડો લહેરાયો છે. નેવુંના દયકામાં લોકસભામાં માત્ર બે સંસદ સભ્યોની ઉપસ્થિતિ હતી, આજે ભારતીય જનતા પક્ષ ત્રીજા ભાગના ભારત ઉપર છવાઈ ગયું છે.હીદુંત્વનો એજન્ડા વિકાસ અને સબકા સાથની નીચે ધરબાયેલો પડ્યો હતો.ઉત્તરપ્રદેશમાં આર યા પાર નો દાવ અજમાવાયો. એકપણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ નહિ આપવાનું જોખમ લઈને ઉત્તરપ્રદેશમાં ભાજપે 325 બેઠકો હાંસલ કરી શક્યું છે. છોગામાં ભાગવા વસ્ત્રધારી સન્યાસી યોગી આદિત્યનાથની વરણી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કરીને ભાજપે એક કાંકરે અનેક નિશાન તાક્યા છે. મુશ્લિમોના તુષ્ટિકોણની કે જાતિવાદી ગણતરીના સદંતરે છેદ આ ચૂંટણીમાં ઉડાવી દેવાયા છે. યાદવો,દલિતો,કૂર્મીઓ,આદિવાસી કે મુસ્લિમોની ગણના વિના જ સફળતા હાંસલ કરી શકાય છે. આ સફળતાનો યશ માત્ર ને માત્ર શ્રી નરેન્દ્રભાઈને જાય છે.

ભારતીય જનતા પક્ષ માટે હવે જુલાઈ માસમાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી, ત્યારબાદ ગુજરાત અને કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીઓ અને પછી 2019 ની લોકસભાની ચૂંટણીઓ લડીને અંકે કરવાની છે. ભારતીય
જનતાપક્ષનો આ સુવર્ણકાળ છે.

પાંચ રાજ્યોની  ચૂંટણીના પરિણામોની વિશ્વ કક્ષાએ પણ નોંધ લેવાઈ છે. મજબૂત અને સ્થિર ઉપરાંત ભારતમાં છુટા છવાયા છમકલાં સિવાય શાંતિનું, અર્થતંત્રની ગતિશીલતાનું વાતાવરણ વિદેશી મૂડીને મોટા પાયે
આકર્ષી રહ્યું છે.ઘર આંગણાંની સ્થિરતા બાદ હવે પાડોશી દેશ સાથેના નવા સંબંધોના નવા આયામ શરૂ થશે.યુરોપ,અમેરિકા તથા રશિયા ઉપરાંત ચીન,જાપના સહીતના દેશો સાથે નવા સંબંધોની શરૂઆત નવા ભારત ની છબીને વધુ આકર્ષક બનાવશે.

કેટલાક સામાજિક સુધારાઓની પણ જરૂર છે. દલિતો, આદિવાસીઓ  ની સમસ્યાઓના ઉકેલ,મુસ્લિમોંની ધાર્મિક અને રૂઢિગત માન્યતાઓમાં  બદલાવ લાવવો, આઝાદ કાશ્મીર,કાશ્મીરના સળગતા પ્રશ્નો, મ્યાનમાર,તિબેટ,બાંગ્લાદેશી, શરણાર્થીના પ્રશ્નોના હલ,વગેરે મુદ્દાઓ ચીવટભર્યું આયોજન માંગી લે તેમ છે.

સ્વછભારત અભિયાન,ગંગા સફાઈ, રામમંદિરના નિર્માણ,ગૌહત્યાબંધી જેવા મુદ્દાઓ અત્યારે વિકાસના કાર્યક્રમો ઉપર સરસાઇ કરી રહ્યા છે,જે લાંબેગાળે દેશના આર્થિક મોરચાપર અસરકર્તા બની શકે છે.

અમેરિકાના રાજકીય ક્ષેત્ર પણ ભારે ઉથલ પાથલ ચાલી રહી છે.ઓબામાકેરને હટાવવામાં ટ્રમ્પ સરકારનું ટ્રમ્પેટ બેસૂરું સાબિત થયું છે.અધકચરા આયોજન અને પ્રથમ સો દિવસમાં  કંઈક બતાવી દેવાની ઉતાવળના
કારણે ટ્રમ્પકેર; સંસદમાં પસાર ન થઇ શક્યું. આ ખરડો અત્યારે પરત ખેંચી ટ્રમ્પે નાકલીટી તાણી છે. આવા જ ચકચારી મુદ્દાઓમાં તેઓ અટવાયા છે. અમેરિકા-રશિયા વચ્ચે પાછલા  બારણે ગઠબંધન કર્યું હોવાના આક્ષેપો ટ્રમ્પ તંત્ર પાર થયા છે.ટ્રમ્પે પેરિસ પર્યાવરણ ઠરાવોને રદ કાર્ય છે. કોલસાની ખાણો પુનઃશરૂ કરી છે. ઈમિગ્રશન તથા મેક્સિકો સરહદે દિવાલના મુદ્દાઓ પણ અમલ માટે ચર્ચામાં છે. સરેરાશ
અમેરિકન નાગરિક માટે આ જાગૃત રહેવાનો સમય છે.આપણી સમસ્યાઓ માટે સંગઠિત બની પ્રતિકાર કરવાનો પણ સમયછે.

- તંત્રી, સુભાષ શાહ

← જાગૃત જીવન (April 2017) તંત્રી સ્થાનેથી - જાન્યુઆરી 2017 →

Leave A Reply