તંત્રી સ્થાનેથી (May 2016)

Editor’s Desk

મેં 01, નાં ગુજરાતના સ્થાપના દિવસની આપ સહુને શુભેચ્છાઓ। ગુજરાત વિકસિત અને ગતિશીલ બનું છે , માટે દાખલારૂપ બન્યું છે તેનું દરેક ગુજરાતીને ગૌરવ . વિશ્વભરના મુડી રોકાન્કારોનું આકર્ષણ ગુજરાત બન્યું છે તેનો આનંદ છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહીત દેશના ઘણા બધા વિસ્તરો પાણી ની અછત થી હરદી રહ્યા છે। મહારાષ્ટ્રના વિદ્રભની પરિસ્થિતિ ગંભીર છે. લાતૂરના વિસ્તારોમાં ત્રીન મારફતે પાણી પુરવઠો અપાઈ રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ પણ તેમના ” મન કી બાત ” કાર્યક્રમાં દુષ્કાળ , વરસાદની અછત, પાણીની તંગીની વાત કરવા સાથે જળ સંગ્રાહ પર ભાર મુકવાની વાત કરી હતી. દેશના તમામને ટીપે ટીપું પાણીની બચત કરવા હાકલ કરી હતી.

મહારાષ્ટ્રમાં રાજકારણીઓએ મધ્યમ કાળના બંધ બાંધવાના પૈસા ઓંળવી ને બંધ બાંધ્યા જ નથી ના અહેવાલો આવ્યા છે. ગુજરાતમાં પણ સૌરાષ્ટ્રના લેભાગુ રાજકારણીઓએ હજારો ની સંખ્યા માં ચેકડેમ બનાવ્યા હોવાના દાવા પોકળ સાબિત થયા છે. શાસકો તેમનું કાર્ય કરે છે, પરંતુ દરેકે પોતે જ જવાબદારી લઈને પોતાના વપરાશના પાણીની વ્યવસ્થા હવે કરવી જ જહી. .અગાઉ ના સમય માં ઘરના પાણીના ટાંકા બનાવીને વરસાદી પાણીના સંગ્રહ નો સરસ રીવાજ હતો. આ પ્રથા ફરીથી નવેસરથી કરવાની જરૂર છે. ગાયક વાડી શાસન ના ગામો વડોદરા તથા બંદરીય વિસ્તાર વિસ્તાર ના શહેરો ખંભાત , ભરૂચ , ભાવનગર, સુરત જેવામાં શાસકો આવા પાણીના ટાંકા ઓં ની રચના માટે પ્રોત્સાહન આપતા આવું જ કામ ગામના તળાવોના નવસર્જન માટે કજર શકાય તેમ છે ગાયકવાડ ની દુરન્દેશી ના કારણે વડોદરા ને આજવા સરોવરની ભેટ મળી. પીવાના પાણી માટે હવે નો સમય ખુબજ કટોકતી ભર્યો બની રહેવાનો છે પ્રદુષણ અને જમીન ના ક્ષાર ના કારણે ગુજરાતના અનેક સ્થળોમાં પાણી પીવા લાયક રહ્યું નથી. અહી અમેરિકામાં પણ મિશિગણ રાજ્યના ફ્લીલંત શહેરમાં ન્યુજર્શી ના નુવાર્ક માં પીવાના પાણીમાં પ્રદુષણ ની માત્ર જોવા મળી છે. શુદ્દધ હવા અને પાણી માનવ જીવનની પ્રાથમિક જરુરીયાત છે, તેના માટે સજાગ થઈએ

ભારતમાં પાંચ રાજ્યોની ચૂટણીઓં હવે પૂર્ણ થવા પર છે. અહી અમેરિકામાં પ્રમુખ પદના ઉમેદવારોની પ્રીઇમારી ચુન્ટનીઓ હવે તેના આખરી દોરમાં પ્રવેશી છે. પ્રમુખપદ માટેની હરીફાઈ હવે સ્પષ્ટ થતી જાય છે.દેમોક્રતિક પક્ષમાં હિલરી ક્લીન્ટન અને રિપબ્લિક પક્ષમાં દોલાલ્દ તૃમ્પ અત્યારે અગ્રીમ હરોળમાં ઉપસી આવ્યા છે. અમેરીક માટે આ વખત ના પ્રમુખ અમેરિકન્સ નવા ચોરાહા પર લાવશે , જે વિશ્વવ્યાપી દુરોગામી અસરકર્તા બનશે। ઘર આગણના પ્રશ્નો ઉપરાંત વૈશ્વિક ધોરણે પણ અમેરિકા નવા ભવિશ્ય નું નિર્માણ કરશે।

ભારતમાં મહિલાઓના મંદિર, મસ્જીદમાં પ્રવેશ ને ના મુદ્દાઓ હજી ચકચાર મચાવી જહ્યા છે. શાહબાનો કેશ જેવો જ શાયર બાનોના કેશ થી ફરીથી મુશ્લીમ પર્શનલ લો અને શરિયત ના કાનુન વિરુદ્ધ્ધ ભારત ના બંધારણીય કાનુનની સ્થિતિ ને અદાલતના આગણે ચર્ચા ની એરણ પર ચઢાવાઈ છે. મુસલમાનો માં ત્રણ વખત તલ્લાક ક્યારે બોલી શકાય તે મુદ્દા ઉપર ચર્ચા ચાલી રહી છે. મહિલા ઓં માટે આ મુદ્દા ઓં અન્યાય કરતા છે તેવી દલીલ સાથે તેને માનવીય મૂળભૂત અધીકરની અવગણના કરવાનું વલણ અપનાવ્યું છે.

વિશ્વભર ના મુસ્લિમ માં ભારતમાં તલ્લક ની પદ્ધ્ધતી છે તેવી પદ્ધ્ધતી ક્યાય નથી. ભારતીય બંધારણ અને ન્યાય તંત્ર ની સામે આવી મુસ્લિમ પર્સોનલ લો બોર્ડ ની મનમાની ચાલે તે સ્થિતિ ભારતીય શાસન માટે શરમ જનક છે. ભારતમાં મુલ્લાતંત્ર સામે પ્રગતીશીલ મુસ્લિમોએ બહાર આવવું રહ્યું શાહબાનો કેસ વખતે જો પ્રગતિશીલ મુસલમાનો બહાર આવ્યા હોત તો ભારતમાં મુસલમાન પરિવારોની સ્થિતિ વધુ બેહતરીન હોત ! વ્યક્તિ ના આત્મસન્માન અને ન્યાય સામે ચુપકીદી શરમજનક છે.સત્ય અને માનવતા સામે હિંમતભેર ઊભા રહેવાનો આ સમય છે.
અસ્તુ!

-તંત્રી, સુભાષ શાહ

← તંત્રી સ્થાનેથી - જાન્યુઆરી 2017 જાગૃત જીવન (May 2016) →

Leave A Reply