જાગૃત જીવન (May 2016)

જાગૃત જીવન

ભૂલો ના પર્વ માંથી જ સત્યનું જારણું પ્રગટ થાય છે. ભૂલો નો એકરાર એના પશ્રાતાપ માં છે. પરંતુ આ એકરાર સાથે અપરાધ નો ભાવ સેવી અટકી રહેવાય નહિ.ભૂલનો સ્વીકાર ન કરવો એ જ મોટી ભૂલ છે. એકવાર ભૂલ થાય તો પછી ફરીથી એ જ ઘટના નું પુનરાવર્તન કરવું એ એના કરતા પણ મોટી ભૂલ છે. મોટા ભાગ ના આપણે ‘માનવ માત્ર ભૂલને પત્ર ” નું પોપટ રટણ કરીએ છીએ અને હંમેશા એમાંથી પોતાને તો બાકાત જ ગણીએ છીએ. હું પોતે કેવી રીતે ભૂલ કરી શકું ?

આપને સ્વયં ને ખુબ જ ઉંચાઈ પર મૂકી દઈએ છીએ સંપૂર્ણતાના સિંહાસન પર બેસી જઈએ છીએ. આટલી ઊચાઈએ પહોચ્યા પછી ભૂલનો સ્વીકાર કરવાનું અત્યંત મુશ્કેલ બને છે આપણે સમપૂરર્ણતા ના જાપ જપ્વામાંથી બહાર આવી શકતા નથી. હું એટલે સ્વયં સંપૂર્ણ , નકાર વ્યક્તિ ! મારામાં ક્યાય કસર નહિ , કચાસ નહિ, ઢીલાસ નહિ. આપવડાઈના ખયાલી મહેલ ની રચનામાંથી આપણે બહાર આવી શકતા જ નથી. આત્મવંચના અને વાટનો કટકો એવા આપણે વિનાકારણ ખોખારા ખાયા કરીએ છીએ.આવા સમયે પેલી કોઈક ભૂલ નો સ્વીકાર કરવાનું આવે ત્યારે મનોમન તૂટી જઈએ છીએ , અસહ્ય પરીસ્થિતિમાં મુકાઇ જઈએ છીએ.

ઈતિહાસ હંમેશા જીતેલાની પડખે રહે છે. વિજેતા જ હંમેશા નિયમાવલી નું સર્જન કરે છે , અને હારેલા એ એનું પાલન કરવાની ફરજ પડે છે.પરંતુ વાસ્તવિકતા તો એ છે કે જે માનવી કક્યારેય ભૂલ જ નથી કરતો એ કયારેય કશું નોંધપત્ર કાર્ય કરી શકતો જ નથી. કામ કરનાર જ ભૂલ કરતો હોય છે. ભૂલ કરનાર માનવીને આઘાત લાગે, પરુંતુ આવા આઘાતમાંથી જો તે પસાર જ ન થયો હોય તો તે બીજાની ભૂલને સમજી શકતો નથી. બીજાને ક્ષમા આપવાની સમાજ પણ ધરાવતો નથી આવા નાસમજ બીજાની ઠેકડી ઊડાવે છે, પરંતુ સરવાળે તે પોતાને જ હાંસી પાત્ર બનાવે છે.

કરુણા અને ક્ષમા વીર માનવીનું આભુષણ છે.

- કૌશિક અમીન

← તંત્રી સ્થાનેથી (May 2016) હાસ્ય દર્પણ (May 2016) →

Leave A Reply