જાગૃત જીવન (July 2014)

માનવી શા માટેદુઃખી હોય છે? મોટા ભાગના કારણોમાં એ કોઈનેચાહી શકતો નથીનું જ કારણ હોય છે.કોઈ વ્યક્તિનેજ

નહીં, કોઈ ચીજ કેકોઈ સરસ વિચાર કેબાબતનેપણ એ ચાહી શકતો હોતો નથી.

જીવનમાં પ્રેમ એ અનિવાર્ય બાબત બની રહેછે. પ્રેમ વિના જીવવું કપરું છે. પ્રેમ વિના જીવતર પણ આકરું થઇ

પડેછે. જીવન એક જંગ છે. જંગની સામેઝઝૂમવા બળ જોઈએ, અનેબળનું પ્રેરક પ્રેમ છે! પછી એ ચાહેજીવનસાથી

પ્રત્યેનો પ્રેમ હોય કેપછી મનગમતી બાબત કેપ્રવૃત્તિ પ્રત્યેનો પ્રેમ હોય. જીવનમાંઆવો કોઈ રસ, કેપ્રેમ ન

બચેત્યારેમાનવી દુ:ખી દુઃખી થઇ જાય છે!

સુખ, સંપત્તિની લાલસામાંથી છૂટવા માટેઉપદેશો કેકોરું જ્ઞાન કામમાં નથી આવતું. ધનદોલત આખરી સુખનાં કારણો

નથી. હા, આપનેએ માની લઈએ છીએ, પણ એ તો એક ધારણા માત્ર જ છે! દુન્યવી ચીજો માનવીના રોજીંદા જીવનમાં

અસરકર્તા પરિબળો બની રહેતી હોય છે. પરંતુજેમ કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી તેમ જાત અનુભવનો પણ

કોઈ વિકલ્પ હોતો નથી.

માનવી જ્યાં સુધી ‘હું પણ’ માં જીવેછે, મગજ ઉપર તેનો કેફ ચઢાવીનેજીવેછે, હું બીજા કરતાં ચઢિયાતોની લાગણીઓમાં

રત રહેછેતેસરવાળેતેના પોતાના જ જીવન ઉપર વજનદાર બની રહેછે, બોજ બની રહેછે. આ લાગણીઓનેજીવનભર

ઊંચકી, ઊંચકીનેથાકી જવાતું હોય છે. આ વાત કેકેફ તેનેહળવો નથી બનવા દેતો. આ બોજ હળવો કરી શકાય તો બાળક

જેવા હળવાફૂલ થઇ શકાય. ‘પુરુષ’માંથી બાળક બનવું અઘરું છે, પણ તેબનવું જ રહ્યું.

જીવનનો સંઘર્ષ જયારેસાવ ગુંચવાડાઓમાં પરિણામેછેત્યારેમગજનેપાટી પરના લખાણોની જેમ ભુસવું રહ્યું,

મગજની પાટીનેકોરી કરવી રહી.

માનવી ભૂતકાળનેફગાવી શકેખરો? મગજનેકોરી પાટી બનાવી શકેખરો? આ બાબતો એટલી આસાન નથી જ નથી.

જેવીતી જાય છેએ પણ ફરી ફરીનેપાછુઆવેછે. પણ તેનેઉવેખીને, જીવનનેઆગળ ધપાવવું જ રહ્યું. જીવન હંમેશા

ગતિશીલ છે.

← તંત્રી સ્થાનેથી - (July 2014) વીણેલા મોતી (July 2014) →

Leave A Reply