જાગૃત જીવન (April 2017)

સમયનું ચક્ર અવિરત ચાલે છે.એવું જ આપણા જીવનનું છે.વીતેલી ક્ષણ ફરી પછી અવતી નથી.બાળપણથી યુવાનીમાં પ્રવેશ કરીએ ત્યાંસુધી સાદી સમજ પણ આપણે માંડ કેળવી હોય છે.યૌવનના થનગનાટ,ઉંચી
ઉડાન ભરવાની હોશ હાજી દૂર ક્ષિતિજોમાં જોવાની શરૂ કારીહોય ત્યા તો દુન્યવી, પારિવારિક જવાબદારીઓના પેગડામાં પગ ભરેવી દેવો પડે છે. માનવી પોતાના મનમાં મનોરથ, ઉઘાડી આખોમાં સેવેલા સ્વપ્ન ઉપર હજી વિચાર કરે,તેને સાકાર કરવા આસપાસ શું ઉપલબ્ધ થાય તેમ છે તેની તાપસ કરવાના પ્રયાસો કરે, પરંતુ પેલા જવાબદારીવાળા જીવનની ત્યારે તો શરૂઆત થઇ ચુકી હોય છે. અને પછી તો,સર્વાઇવલ ઇઝ અ બીગર ગેઇમ !અસ્તિત્વ માટે સતત ઝઝૂમવું પડે છે! પેલા સ્વપ્નોની આપૂરતી માટેના સંસાધનો શોધવામાં આવા સમયે સમય વેડફાય તે ફાવે નહિ. સેવેલા સ્વપ્નો કે મનોરથોને વાસ્તવિક માનિસકય નહિ. તે તો નીવડે જ પાર પડેલા ગણાય. ત્યાંસુધી તો તે માત્ર ને માત્ર ભ્રમણા છે!આપણામાંના મોટા ભાગના આ ઝાંઝવાના જળ પાછળ દોડતા રહીયે છીએ.જે નથી તે છે ના બ્રમમાં આપણે સમય અને શક્તિ વેડફી
નાખીએ છીએ.પેલા ઝાંઝવાને પાણી નું સરોવર કેમ મણિ લેવાય?

આપણે અપણી મર્યાદાઓને જાતે જ સમજી લેવી રહી. અપણી શક્ય ઉપલ્ભધ સંસાધનો કેવા,કેટલા છે? આપણાથી શું કરીશકાય તેમ છે ?આ સઘળાનો વિચાર,આયોજન કરવા રહ્યા।માત્ર શેખચલ્લી બાનીની જિંદગી જીવાય નહિ.

પરિસ્થિતિને સમજવાનું સાર્મથ્ય આપણામાં હોવું  જોઈએ,અને તે પછી આપણી ધારણાઓ ને વાસ્તવિક બનાવની સમજણ અને શક્તિ બંને હોવા આવશ્યક જ નહિ પરંતુ અનિવાર્ય છે!ઘણીબધી વાર, આપણે શું  કરવું છે તે નક્કી કરવામાં જ આપણી જિંદગી વ્યતિત થઇ જાય છે. આપણે પોતાને પ્રસ્થાપિત કરવામાં જ ક્યાંક વિસ્થાપિત ન થઈએ
તેની કાળજી સતત રાખવી રહી.

- કૌશિક અમીન

← તંત્રી લેખ - જૂન 2017 તંત્રી લેખ - એપ્રિલ 2017 →

Leave A Reply