ખેલ દર્પણ (July 2014)

ભારતીય ક્રિકેટ બોર્ડનેગાવસ્કર યુએઈ પર મહેરબાન કેમ થયા…?

2000ની સાલનું તેવર્ષ હજી પણ યાદ આવેછેજ્યાં મેચ ફિક્સિંગના ભોરિંગેતેવો ભરડો લીધો હતો. કે

મોહમ્મદ અઝહરુદીન, હેન્સી ક્રોનીયે, અજય જાડેજા, અજય શર્મા વિગેરેખેલાડીઓના નામો તેમાં ખરડાયા હતા. અને

2001માં તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડેશારજાહ ખાતેભવિષ્યમાં કોઈપણ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો ઇન્કાર કરી

શારજાહ જાણેમેચફિક્સિંગનો મુખ્ય અડ્ડો બની ગયું હતું. મેચફિક્સિંગ કૌભાંડ બાદ મોહમ્મદ અઝહરુદીન,

અજય જાડેજા, નીખીલ ચોપરા અનેઅજય શર્માની ક્રિકેટ કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ ગયું જયારેપાકિસ્તાનના

કેટલાક ખેલાડીઓ ક્રિકેટ ફલક પરથી ભૂસાઈ ગયા.

પાકિસ્તાનના સલીમ મલિક પર પણ આજીવન પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો.માત્ર ભારત અનેપાકિસ્તાન

જ નહીં પરંતુઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ અનેઇંગ્લેન્ડના તથા શ્રીલંકાના ક્રિકેટરો તરફ પણ શંકાની સોય તાણવામાં

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડેત્યારથી જ નક્કી કરી લીધું હતું કેહવેભારતીય ક્રિકેટ ટીમ કદાપી શારજાહ ખાતેરમવા

પરંતુ….. પરંતુ….. ત્યારબાદ સમય વીતતો ગયો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નેજા હેઠળ શરૂથયો ટી-

20 ફીવર. આઇપીએલ ક્રિકેટનો પ્રારંભ થયો અનેતેટુર્નામેન્ટ પણ હર વર્ષેવિવાદમાં જક્ડાતી ગઈ. લલિત મોદીથી

અધ્યક્ષપદેથી હકાલપટ્ટી થયા બાદ ચિરાયુઅમીનેએક વર્ષ માટેઅધ્યક્ષપદ રાખ્યુ. પરંતુત્યારબાદ પણ

પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું નહીં અનેઆઇપીએલ તથા તેના ખેલાડીઓ વિવાદમાં સપડાતાં રહ્યા.

અંતેગત આઈપીએલનું અધ્યક્ષપદ સુનીલ ગાવસ્કરનેસોંપવામાં આવ્યું અનેગાવસ્કરેતેનો કાર્યભાર

સંભાળતા જ ધડાકો કર્યો કેઆઈપીએલની પ્રારંભિક તબક્કાની મેચો યુનાઈટેડ આરબ એમિરેટ્સમાં યોજાશે. ભારતીય

ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એકાએક તેના વલણમાં ફેરફાર કેવી રીતેકરી નાંખ્યો?

ચૂંટણીઓ અને સલામતિના કારણોનેઆગળ ધરવામાં આવ્યાં પરંતુ પ્રશ્ન તે ઉપસ્થિત થાય છે કે

આઈપીએલની બીજા અનેઅંતિમ ચરણોની મેચો તો ભારતમાં યોજવામાં આવી અનેતેસમયગાળા દરમ્યાન પણ

ચૂંટણીઓ પૂરી થઇ ન હતી તો પછી યુનાઈટેડ આરબ એમિરેટ્સમાં મેચોના આયોજન પાછળનું સત્ય શું છે?

ગાવસ્કરેચાર્જ સંભાળતા જ શું પાછલા બારણેકઈક રંધાયું? બોર્ડ અનેગાવસ્કર એકાએક યુએઈ પર

મહેરબાન કેવી રીતેથઇ ગયા? શું તેઓ લોકલાગણીનેભૂલી ગયા? શું તેઓનાં મનમાં તેમ હતું કેપ્રજા ધીમેધીમેસમય

જતાં વધુવિસરી જશે? ગાવસ્કરનેએકાએક યુએઈમાં રસ કેવી રીતેજાગ્યો? શું તેણેભૂતકાળના મેચફિક્સિંગ વિવાદને

અભરાઈએ ચઢાવી દીધો?

આટલેથી અટકતું ન હોય તેમ હવેગાવસ્કરેતેવી જાહેરાત કરી છેકેસીએલતી ટુર્નામેન્ટ પણ યુએઈમાં

યોજાઈ શકેછેઅનેતેમાટેવાહિયાત, કારણ તેવુંઆગળ ધરવામાંઆવ્યું કેયુએઈમાં વાતાવરણની ખલેલ પડતી નથી.

અત્યાર સુધી સીએલટી દક્ષિણ આફ્રિકામાંયોજાઈ. ઇંગ્લેન્ડમાંપણ યોજાનાર હતી અનેભારતમાંપણ યોજાઈ

શકેતેમ છેતો પછી યુએઇનેફરી એક વખત આગળ કરવા પાછળ ક્યાંપરિબળો જવાબદાર છે? ભારતીય ક્રિકેટ બોર્ડ મેચ

ફિક્સીંગ વિવાદનેશુંભૂલી જવા માંગેછે?

અત્રેઉલ્લેખનીય છેકેદુબઈ સ્પોર્ટ્સ સીટી દ્વારા સુનીલ ગાવસ્કરનેતાજેતરમાં ઈએલએસ ક્લબનું

આજીવન સભ્યપદ આપવામાંઆવ્યુંછે. અત્રેઉલ્લેખનીય છેકે 2001 બાદ ભારતેયુએઈમાંરમવાનો ઇનકાર કર્યો હતો

તો પછી ભારતીય બોર્ડના કુણા વલણ પાછળ કયુકારણ જવાબદાર હોઈ શકેછેતેસમજમાંઆવતુંનથી.

ખેર! ભારતીય ક્રિકેટ બોર્ડના બદલાયેલાં વલણનેજોતાં જાણેબોર્ડ અનેરાજકારણમાં કોઈ ફરક જણાતો નથી.

તાજેતરમાં ભારતની લગભગ બીજા દરજ્જાની ટીમેબાંગ્લાદેશનો પ્રવાસ ખેડ્યો અનેત્રણ વન-ડેની શ્રુંખલા 2-0 થી

જીતી લીધી. પસંદગીકાર રોજર બીન્નીના પુત્ર સ્ટુઅર્ટ બિન્નીએ એક મેચમાંચાર રન આપી છ વિકેટ લઇ તરખાટ જરૂર

મચાવ્યો પરંતુતેનાથી સ્ટુઅર્ટ બિન્નીનેશ્રેષ્ઠ બોલર ગણવા કરતાંબાંગ્લાદેશનુંનિમ્નસ્તરનુંબેટિંગ વધુજવાબદાર

સ્ટુઅર્ટ બિન્નીની પસંદગી અંગેક્રિકેટ વર્તુળોમાંભારેવિવાદ સર્જાયો હતો અનેતેવી બાબત ચર્ચાના એરણે

હતી કેપસંદગીકાર બીન્નીની વગથી પોતાના પુત્ર સ્ટુઅર્ટ બિન્નીનેટીમમાંસ્થાન પ્રાપ્ત થયુંહતું.

બાંગ્લાદેશ સામેની વન-ડેશ્રેણીમાં પસંદગી થવાથી વાત અટકી જતી નથી પરંતુતેનો સમાવેશ ઇંગ્લેન્ડ

સામેની ટેસ્ટ શૃંખલા માટેની ભારતીય ટીમમાં કરવામાં આવ્યો તેથી વિવાદ વધુવકર્યો છે. પિતા પસંદગીકાર હોવાનો

આટલો મોટો લાભ? શું અન્ય પસંદગીકારો અનેપદાધીકારો ટીમની પસંદગી પોતાનો ઈજારો ગણેછે? શું દેખાવને

પ્રાધાન્ય અપાતુંનથી અનેપસંદગીકારના પુત્ર હોવાની લાયકાત પૂરતી છે?

રિધ્ધમાન સહાનેતક આપી પસંદગીકારોએ આવકારદાયક પગલું ભર્યુંછે. બાંગ્લાદેશ સામેની વન-ડેશૃંગલામાં

મોહિત શર્માએ પણ સારી ગોલંદાજીનુંપ્રદર્શન કરી 11.25ની સારી સરેરાશ પ્રાપ્ત કરી હતી.

આ લખાઈ રહ્યુંછેત્યારેધોનીના સુકાનીપદ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસેનીકળી છે. ટેસ્ટ

માટેની ટીમમાં ધોની ઉપરાંત શિખર ધવન, મુરલી વિજય, રાહણે, ગૌતમ ગંભીર, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, રોહિત

શર્મા, આરોન વરૂણ, અશ્વિન, સ્ટુઅર્ટ બિન્ની, રવીન્દ્ર જાડેજા, ઇશાંત, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સામી, ઈશ્વર

પાંડે, પંકજસિંગ અનેરિધ્ધમાન સહા છે.

ભારત માટેઇંગ્લેન્ડનો પ્રવાસ હંમેશા કપરો રહ્યો છેઅને 2011 તેવ્હાઈટવોશનેભારત ભૂલી શકશેનહીં જેમાં

ભારતનો 0-4થી પરાજય થયો હતો. ભારતીય બેટ્સમેનો પર જવાબદારી વધુરહેશેકારણ કેઇંગ્લેન્ડના વાતાવરણમાંદડો

વધુસ્વીંગ થાય છે.

ભારત માટેચેતેશ્વર પુજારા આધારસ્તંભ બની રહેશેકારણ કેરાહુલ દ્રવિડ બાદ તેએકમાત્ર બેટ્સમેન ટેકનીક

સભર છેઅનેલાંબી ઇનિંગ રમી શકવા સક્ષમ છે.

ભારતીય ટીમમાંસાત ઝડપી ગોલંદાજોનેસમાવાયા છેતેકદાચ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાંપ્રથમ બનાવ છે

જેમાંસાત ઝડપી ગોલંદાજોનો સમાવેશ કરવામાંઆવ્યો છે.

ઝહીરખાન માટેકદાચ હવેઆંતરરાષ્ટ્રીય કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છેઅનેતેની પસંદગી નહિ

કરવાનો પસંદગીકારોનો નિર્ણય વ્યાજબી છેકારણ કેઝહીરખાન તેની ઝડપ અનેસ્વીંગ ગુમાવી બેઠો છેઅનેફિલ્ડીંગમાં

પણ ઘણો ધીમો છેતેની તેણેહવેનિવૃતિની જાહેરાત કરી દેવી રહી.

ઇંગ્લેન્ડમાં રવીન્દ્ર જાડેજા અનેઅશ્વિન તેમ બેસ્પિનરો છેપરંતુભૂતકાળમાં અશ્વીનનો દેખાવ કંગાળ

રહ્યો હતો અનેજાડેજા કદાચ બંનેમાંચઢિયાતો સાબિત થશે. ટેસ્ટ ટીમના આખરી ઇલેવનમાંમાત્ર એક સ્પિનર અનેચાર

ઝડપી ગોલંદાજો સમાવશેતેથી અશ્વિનનેબહાર બેસવું પડશેજયારેચાર ઝડપી ગોલંદાજોમાં ભુવનેશ્વર કુમાર, ઇશાંત

શર્મા, મોહમ્મદ સામી અનેકદાચ સ્ટુઅર્ટ બિન્ની નેઓલરાઉન્ડર તરીકેટીમમાંસ્થાન પામશે.

બેટિંગમાં ગંભીરનેપણ કદાચ બહાર રહેવું પડશેકારણ કેશિખર ધવન અનેમુરલી વિજય દાવ નો પ્રારંભ કરશે.

ત્યારબાદ ચેતેશ્વર પુજારા વિરાટ કોહલી અજીન્કય રાહણે, રોહિત શર્મા અનેમહેન્દ્રસિહ ધોની રહેશે.

← સંસ્થા નડિયાદ કલામંદિર (July 2014) તારો ચંદ્ર વધુશીતળ (July 2014) →

Leave A Reply