કલ્પના કે વાસ્તવ (March 2014)

પ્રેમલ મધ્યમ વર્ગમાં ઉછરેલી સુશીલ અને સંસ્કારી દીકરી હતી. તેના પિતાનો સ્વર્ગવાસ તે પાંચ વર્ષની હતી ત્યારે થયો હતો. માતા મમતાબેને તેના ઉછેરમાં કોઈ કમી મહેસૂસ થવા દીધી ન હતી. પિતાની ખોટ પણ સાલવા દીધી ન હતી. પ્રેમલ વિધ્યાભાસમાં ખુબ જ તેજસ્વી હતી. તે જેટલી રૂપાળી હતી તેટલી જ નમણી, નમ્ર અને વિવેકી હતી. પ્રભુએ જાણે તેને સર્વગુણ સંપન્ન કંડારી હતી.

20 વર્ષની ઉંમરે તે ગ્રેજ્યુએટ થઇ ગઈ.સાહિત્યરસિક જીવ હતો. સાહિત્ય સર્જનમાં અનેરી સિદ્ધિ આ ઉંમરે પ્રાપ્ત કરી. આ કઈ જેવી તેવી પ્રસિદ્ધિ ન હતી. કાવ્યોનું વાંચન કરવું, તેનું પઠન કરવું અને કાવ્ય રચના કરવામાં તો તેને કોઈ આંબી શકે તેમ ન હતું.

ચાર પાંચ વર્ષમાં તેની અનેક કાવ્યરચનાઓ લોકપ્રિય બની એક નાનકડો કાવ્યસંગ્રહ પણ બહાર પડ્યો.સાહિત્ય ઉપરાંત તેને ચિત્રકલામાં પણ ખુબ જ રસ હતો. નવા નવા ચિત્રો દોરવા તેમાં યે માનવીના આમ જીવનમાં આવતી મુશ્કેલીઓ અને એ હાવભાવ ઓતપ્રોત થાય તેવા દ્રશ્યો ચિતરવામાં નિપુણ હતી. અનેક પ્રદર્શનોમાં તેની મૌલિકતાના વખાણ સૌના મુખે સંભાળવા મળતા. પ્રથમ, દ્વિતીય કે તૃતીય ઇનામમાં પ્રેમલનું નામ ન હોય એ સંભવે જ નહિ. દિલ, દિમાગ કે મુખ પર ગર્વ કે અભિમાનની તલમાત્ર રેખા કે નિશાન કદી યે મળ્યાં નથી.

આ બધું જોતા મનમાં ક્ષણિક વિચાર આવી જાય કે તે અલોકની નથી લાગતી પણ પરલોકની જ વ્યક્તિ છે. ‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ’ એ ઉક્તિ અક્ષરસ: સાચી છે. તેમ અતિશય સુખ પણ ઝાજો સમય ટકતું નથી એ ઉક્તિ પણ એટલી જ સત્ય છે.

ધીમે ધીમે પ્રેમલના તબિયત નાદુરસ્ત રહેવા લાગી. ડોકટરે નિદાન કર્યું કે તેને મગજમાં ટ્યુમર છે. આ પ્રકારનું ઓપરેશન તે સમયનાં ખૂબ જ કઠીન હતું. તેમાં ફક્ત એક ટકો કે બે ટકા બચવાની તક રહેતી હતી. પ્રેમલ સમજી ગઈ હતી કે એને ડોકટર માત્ર આશ્વાસન આપવા ખાતર આપે છે પણ તે હિંમતે હારે એમ થોડી હતી!

ટૂંકું પણ સરસ જીવન જીવવામાં તે માનતી હતી. માતા મમતાબેનના નિસ્વાર્થપ્રેમ ને પ્રભુભક્તિએ તેને ખૂબ હિંમત આપી. પ્રેમલથી છાના છાના માતા ખૂબ રડી લેતી. પણ પ્રેમલની સામે તેને ખુબ હિંમત આપતા. પ્રેમલને કદી યે ઉદાસ કે નિરાશ થવા દીધી ન હતી.

છેલ્લે પ્રેમલે લખેલાં કાવ્યો સંગ્રહ સ્વરૂપે પ્રગટ થયા પણ તેણે જે યુવાનની તસ્વીર દોરી હતી જે એના સ્વપ્નોનો પ્રેમી હતો. જેને એણે કડી જોયો ન હતો. એ તસ્વીરમાં જે યૌવન છલકતું હતું, તેની મુખમુદ્રામાં જે ઓજસતા દીપતી હતી એ પ્રશન્સીય હતી.

ધીમે ધીમે પ્રેમલની શક્તિઓ ક્ષીણ થવા લાગી. માતાએ પ્રેમથી શક્ય, તેટલી દીકરીની સેવા કરી પણ તે પ્રેમલને બચાવી ન શક્યા. તેનો ભયંકર અફસોસ એ માતૃહૃદયમાં કંડરાઈ ગયો. પ્રેમલના આખરી ઈચ્છા અનુસાર તેણીના ચક્ષુ દાન કરવા માટે ડોક્ટરને બોલાવ્યા.

અંતિમસંસ્કાર-અગ્નિદાહ થયો.પ્રેમલનું નાશ્વંત શરીર માટીમાં વિલીન થઇ ગયું.

બે -ત્રણ વર્ષ પછી એક યુવાનનો પત્ર મમતાબેનને મળ્યો. તેમાં તેણે તેમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આગમનનો સમય જણાવ્યો હતો.

નિયત સમયે યુવાન મમતાબેનને ઘરે આવ્યો. તેને જોતાં જ મમતાબેનનું હૃદય આનંદવિભોર બની ગયું. કેટલીક વ્યક્તિઓ સાથે પ્રથમ મિલનમાં જ આત્મીયતા પ્રગટે છે. બરાબર એવું જ બન્યું. અપૂર્વ ખૂબજ વિનયી વિવેકી હતો. તેણે મમતાબેનના ચરણસ્પર્શ કર્યા. મમતાબેન ગળગળા થઇ ગયા. તેમની આંખોમાં હર્ષાશ્રુ આવ્યા.

સૌ પ્રથમ બંને વચ્ચે તદ્દન સામાન્ય ને ઔપચારિક વાતો થઇ. મમતાબેને આગમનનું કારણ પૂછ્યું. સાલસ સ્વભાવના અપૂર્વ એ પોતાને મળેલા પ્રેમલના ચક્ષુદાન માટે ખૂબ ખૂબ અભાર માન્યો. મને મળેલું જીવતદાન તમને જ આભારી છે! તમારી મમતા, સ્નેહ ને અન્ય વ્યક્તિને કોઈ પણ જાતના બદલાની આશા વિના મદદરૂપ થવાની ઉચ્ચ ભાવના મને તમારા દર્શન માટે પ્રેરી રહી હતી. આજે હું ધન્ય બન્યો છું. ફરીથી તેમને આલિંગન આપી સવિનય પૂછ્યું, ‘હું તમને ‘મા’ ના સંબોધનથી બોલાવી શકું?’

આપણે જાણીએ છીએ કે પ્રભુ એક દ્વાર બંધ કરે તો એ બીજા દ્વાર ખોલી જ આપે છે તે અહીં સિદ્ધ થયું.

આ બધા પ્રસંગો પછી મમતાબેનના મનમાં કંઈક ગડમથલ ચાલી રહી હતી. તેમને પોતાપણું લાગ્યા કરતુ હતું કે આને મેં ક્યાંય જોયો છે. ખુબ યાદ કરવા પ્રયાસો કર્યો . અચાનક કંઈક યાદ આવતા તેઓ પ્રેમલના રૂમમાં ગયા. જે તસ્વીર ઢાંકેલી હતી તેને ખોલી તો જાણ્યું એ અપૂર્વની જ તસ્વીર હતી. તેઓ એકદમ અચંબામાં પડી ગયા કે આ શું?

તેમણે અપૂર્વને પ્રેમલની રૂમમાં બોલાવ્યો.. પ્રેમલના કાવ્ય સંગ્રહો, તેના અંગ્રેજી સાહિત્યના પુસ્તકો જોઈ અપૂર્વ પણ છક થઇ ગયો. એ પણ સાહિત્ય રસિક જીવ, એને આમાંના ઘણા પુસ્તકો ‘બ્રેઈલ લીપી’ માં માણ્યા હતા. છેવટે એ આભો જ બની ગયો. કંઈ જોવા કે સમજવામાં ફરક જ નથી ને!

પ્રેમલને એને જોઈ ન હતી. તેની તસ્વીર જોતા અજાણતાં યે ગમી જાય તેવી હતી જ. પ્રેમલે તસ્વીર નીચે જે લખ્યું હતું તે ‘બે હૃદય રાત્રીને ચીરતાં પસાર થતાં હતાં. તેઓ પ્રેમમાં પડ્યાં. પણ એકમેકને જોઈ શક્યા નહિ – ‘અપૂર્વ’ ઓ મારી ‘પ્રેમલ’ એવા ઉદગાર તેના મુખમાંથી સારી પડ્યા.

← અડધો માણસ હેનર – ડીન (March 2014) આયુર્વેદ - વ્યાયામ (March 2014) →

Leave A Reply