એક ટુકડો આસમાન (January 2014)

‘હેલ્લો?’ સુપ્રીયાબહેને રીસીવર ઊંચક્યું.

‘હલ્લો! હું મીસીસ આલોકનાથ બોલું છું’

‘તમે! સુપ્રીયાબહેન ચમક્યાં, ‘બોલો………’

‘તમારા લોકોની ઊંઘ ખરાબ થઇ હોય તો દિલગીર છું. આનંદને ફોન આપશો ઇફ યુ ડોન્ટ માઈન્ડ?’

‘શ્યોર, પ્લીઝ, હોલ્ડ ઓન.’

સુપ્રીયાબહેને આનંદ સામે જોતા કહ્યું, ‘તમન્નાનો ફોન છે. તમારી સાથે વાત કરવા ઈચ્છે છે.’

‘તમન્નાનો? અડધી રાતે?’ આનંદે મનોમન બોલી , પૂછ્યું, ‘તમન્નાને બદલે તું મિસિસ અલોક્નાથ કહી શકત. શું કામ હશે?’

‘હું શું જાણું? કદાચ, તમે કલ્પી શકશો.’

આનંદે ફોન લીધો, ‘ આનંદ બોલું છું? અચાનક? અડધી રાતે? કાંઈ મુશ્કેલી ઉભી થઇ છે?’

‘આનંદ, મુશ્કેલી ઉભી થઇ નથી છતાં થઇ શકે છે એ વિચાર આવતો એટલા માટે ફોન કર્યો કે વિસ્મય વગેશ્રીને હજુ સુધી મૂકી ગયો નથી. મુંબઈ છે, મધરાત છે, એ લોકો કોઈ મુશ્કેલીમાં તો નહીં મૂકયાં હોય? કે પછી હજુ તારા બંગલે જ બેઠા છે? એટલે ચિંતા થાય એ સ્વાભાવિક છે.’

‘ભવિષ્ય અંગે ચર્ચા કરતા ચોપાટીની રેતી પર કે કોઈ હોટેલમાં બેઠા હશે.’

‘તો સારું. નહીં તો આપના અતીતના સંબંધોની વાત જાણી, એમના સંબંધોને સાર્થક કરવામાં વિઘ્ન ઉભું થઇ શકે છે એમ કલ્પી બંને નાસી જઈને, લગ્ન કરીને એકાદ દિવસમાં પાછા ફરે એમ ના બને.?’ મિસિસ આલોક્નાથે હળવાશથી કહ્યું, ‘ આપને જે ન કરી શકયાં એ આપણાં સંતાનો કરી બેસે એ શક્ય નથી?’

‘ખોટી ચિંતા કરી ઊંઘ બગાડશો નહીં…….. મને વિસ્મય પર શ્રદ્ધા છે.’

‘આનંદ કાર પાર્ક થવાનો અવાજ સંભળાય છે. જસ્ટ એ મિનીટ….. જોઇને કહું છું.’

‘આનંદ, બાગેશ્રી પ્રવેશે છે. ડીસ્ટર્બ કરવા બદલ સોરી. આ વાક્ય તારી પત્નીને નહીં કહું તો ચાલશે ને?’

‘બાગેશ્રી આવી ગઈ છે એટલે ચિંતાનું કારણ દૂર થયું ખરું ને?’

‘હવે એ બંને શું નિર્ણય લે છે એ એક જ ચિંતા બાકી રહી.’

‘એ પણ દૂર થઇ જશે. ગુડ નાઈટ.’

‘ગુડ નાઈટ.’

આનંદે જોયું તો સુપ્રિયાબહેન ગંભીર બની ગયાં હતાં. આનંદ સમજી શક્યો કે, તમન્નાના ફોને એને ગંભીર બનાવી છે.

‘બાગેશ્રી હજુ સુધી પછી ફરી નહોતી એટલે મિસિસ આલોકનાથે ફોન કર્યો હતો, પણ ફોન અપર વાત ચાલતી હતી તે દરમ્યાન બાગેશ્રી આવી પહોચતાં એમને રાહતની લાગણી અનુભવી છે.’

‘એમના જેવી મોર્ડન અને ફ્રી સ્ત્રી પુત્રીને પાછા ફરવામાં વિલંબ થાય એમાં ચિંતા કરે એ સ્વાભાવિક લાગતું નથી.’

‘ગમે તેટલી મોર્ડન હોય પણ સ્ત્રી આખરે સ્ત્રી છે અને એ સ્ત્રી જયારે પુત્રીની માતા બને, તેમાય પુત્રી યુવાન અને સુંદર હોય ત્યારે તો ખાસ ચિંતા અનુભવે એ સ્વાભાવિક છે. આપની પુત્રીઓ સપના અને ઝરણાને કોલેજમાંથી પાછા ફરતા મોડું થાય છે ત્યારે તને ચીતના કરતા મેં ઘણી વાર જોઈ છે. માં-બાપને  છોકરા કરતા છોકરીને ચિંતા વધુ સતાવવી હોય છે. ભારતીય સંસ્કૃતિમાં તો ખાસ…’

‘મા-બાપે આપેલા સંસ્કારો પર એ વાત વધુ આધારિત છે. ખેર અડધી રાતે જેનો તાળો ન મળે એવી વાત કરવાનો કોઈ અર્થ નથી.’

‘ખરી વાત છે. માણસનું મન જે વાતનો ઉત્તર આપી શકતું નથી એનો ઉત્તર સમય આપી શકે છે. સુપ્રિયા, હું ફરીથી કહું છું-વિનંતી કરું છું કે, તું મારા પર શ્રદ્ધા રાખજે.મિસિસ આલોકનાથ અતીતની તમન્ના બની મારી જીવનમાં પ્રવેશી, આપના દામ્પત્યજીવનમાં ઝંઝાવાત નહીં જગવી શકે. બેબુનિયાદ શંકા આટલાં વર્ષોના સુખમય દામ્પત્યજીવનને આભડી જાય એ અંગે સભાન-સાવધાન થઈને આપને-તારે જીવવાનું છે. બપુજીમાં સંસ્કારથી મારો પિંડ બંધાયો છે. હું એટલો સસ્તો થઇ નીતિ અને પ્રતિષ્ઠાથી બાપુજીએ ઊભા કરેલા ગઢના કાંગરા ખેરવાનું આ ઉંમરે દુરાચરણ કરીશ એવું તું કલ્પી શકે છે?’

‘તમે વધુ પડતા લાગણીખોર બની ગયા હો તો એવું તમને લાગતું નથી?’

‘ખરી વાત છે. હું લાગણીશીલ કરતા લાગણીખોર વધુ પડતો બની ગયો છું. એ સ્વીકારું છું, માણસો ભલભલા આઘાતો જીરવી શકે છે ઝંઝાવાતો પાર કરી શકે છે પણ ચારિત્ર્ય પરની સીધો યા આડકતરો પ્રહાર જીરવી શકતા નથી. સીધા પ્રહારની સમજૂતી આપી શકાય છે. લગ્ન અંગત બાબત છે, પણ શ્રદ્ધા પરાવલંબી છે.’ આનંદની આંખો ભીની બની.

‘બાગેશ્રીની મોમ મિસિસ આલોકનાથ એક સમયની તમારી પ્રેમિકા તમન્ના છે એ જાની હું સ્વસ્થ બની ગઈ છું એ કબુલ કરું છું, આ નિમિત્તે તમન્નાના સ્વરૂપે મિસિસ આલોકનાથ તમારી સાથે ગાઢ સંબંધો કેળવવા મથશે એ તર્કે મને વિવશ બનાવી છે એનો અર્થ એ નથી કે મારી શ્રદ્ધાનો પાયો ડોલી ઉઠ્યો છે. હું તમને આજની ઓળખું છું? ગઈકાલથી આજ સુધી જીવ્યાં હતા એમ આવતી કાલે પણ જીવીશું એની હું મારા પક્ષે ખાતરી આપું છું. હવે આંખો ભીની ન કરશો. સપનાં અને ઝરણાની વિદાય વખતે અશ્રુઓ જોઇશે ને? કોરી આંખે કન્યાવિદાયનો વિક્રમ કરવો છે?આનંદ હસી પડ્યો. ‘સુપ્રિયા, તને અસલ સ્વરૂપે જોઈએ મારા અંતર પરનો બોજ હળવો થયો છે.

‘તો બાપુજીના શ્રીનાથજીનું નામ દઈ ઊંઘી જાઓ. વિસ્મય અને બાગેશ્રીનો ચુકાદો સ્વીકારી લઈશું, બસ?’

‘બસ. જય શ્રી કૃષ્ણ.’

‘જય શ્રી કૃષ્ણ.’

આનંદે લાઈટની સ્વીચ ઓફ કરી. રૂમમાં નાઈટલેમ્પનું આછું અજવાળું પ્રસરી રહ્યું.

000

વિસ્મયની કાર ‘આનંદકુંજ’ માંથી બહાર નીકળી.

વિસ્મય દડ્રાઈવ કરતો હતો. બાગેશ્રી બાજુમાં બેઠી હતી.

કાર ચોપાટી પાસેથી પસાર થતાં બાગેશ્રીએ કહ્યું, ‘વિસ્મય, તું મને મુકવા આવે છે, હમણાં જ મિ. ઓબેરોયનો બંગલો આવી જશે. આપણે  બદલાયેલા સંજોગો અંને સંદર્ભોમાં નવેસરથી વિચારવું જોઈએ એવું નથી લાગતું?’

‘લાગે છે. હું ‘કઈક’ આવું જ વિચારતો હતો.’

‘કાર ઉભી રાખ. ચોપાટીની લીસી શીતલ રેતી પર બેસીને, નિખાલસ દિલે ચર્ચા કરી લઈએ.’

વિસ્મયે કાર થંભાવતા કહ્યું, ‘ચર્ચા કરીએ પણ ચોપૈની રેતી પર બેસીને નહિ પણ કોઈ હોટેલમાં બેસીને વાતો કરીએ.’

‘ચોપાટી પર શું વાંધો છે?’

‘ચોપાટી સુમસામ બની ગઈ છે. મુંબઈમાં લુખ્ખાઓ, બદમાશો અને ગુંડાઓ આપણને હેરાન કરી શકે છે, લુટી શકે છે. તને કે મને અથવા આપણા બંનેને ઉઠાવી જી આપના વડીલો પાસેથી લાખોની રકમ ઓકાવી શકે છે. ગુંડાની કક્ષાનો પોલીસ એકાંતમાં માત્ર આપણાં બંને ને જોઈ, પતિ-પત્ની હોવાની સાબિતી માંગી પોલીસ સ્ટેશને લઇ જવાની ધમકી આપી, અશ્લીલ ચેષ્ટાઓ, આલિંગન, ચુંબન કરનાર યુવક-યુવતી કે સ્ત્રી પુરુષને કસ્ટડીમાં ધકેલી દેવાની મહારાષ્ટ્રની સરકારે સજા ફરમાવી છે. હવે તું કેહ એમ કરીએ.’

‘મને મુંબઈની હોટેલોનો પરિચય નથી. તું લઇ જાય તે હોટેલમાં બેસીએ. મારે સ્થળ સાથે નિસ્બત નથી, તારી સાથે છે.’

વિસ્મય કર ઉપાડી, ‘હોટેલ રોનક’ આગળ પાર્ક કરી.

વિસ્મય અને બાગેશ્રી સામસામે બેઠાં-

રાતે પણ હોટેલનાં ટેબલો લગભગ ભરાયેલા હતા-યુવાન સ્ત્રી પુરુષો આનંદ મસ્તીથી બેઠા હતા.

‘બાગેશ્રી, આ  હોટેલ ‘લવ બર્ડઝ’ નામે પણ ઓળખાય છે. જાહેરમાં સ્ત્રી-પુરુષોના મુક્ત, રોમેન્ટિક, જીન્સી વર્તન પર બાન મુક્યા પછી આવી હોટેલો પ્રેમીઓથી રાતની શરૂઆતથી અડધી રાત સુધી ઉભરતી હોય છે.’

‘તું આ હોટેલમાં આવી ગયો લાગે છે.’ બાગેશ્રી હસી.

‘આ હોટેલના રોમેન્ટિક વાતાવરણ વિષે સાંભળ્યું હતું. તારી સાથે પહેલી વાર આવું છું.’  વિસ્મયે કહ્યું.

‘આપણે  માળો બાંધવો છે કે મુક્ત પંખીઓની જેમ ઉડાઉડ કરવું છે?’

‘બાગેશ્રી, મારા પપ્પા અને તારી મોમના અતીતના સાર્થક ન થયેલા સંબંધો વિષે જાણ્યા પછી, બદલાયેલા સંદર્ભમાં આપણે શું કરવું છે?’

‘મારા પ્રત્યેની મમતાને લીધે મારી મોમે મને જે તે નિર્ણય કરવાને સ્વતંત્રતા આપી છે.’

‘મારા પરિવારના સંભ્યોએ પણ મને જીવનસાથી પસંદ કરવાનું સ્વાતંત્ર્ય આપ્યું છે. તું શું વિચારી શકે છે?’

‘વિસ્મય, મારી તૈયારી છે.’

‘મારી પણ તૈયારી છે.’

‘તારો પરિવાર, ખાસ કરીને તારા દાદાજી સહેલાઈથી મને માંથી સ્વીકારી નહીં શકે એમ લાગે છે.’

‘દાદાજી એમાં ગમા-અણગમાને બાજુએ મૂકી વિરોધ નહીં કરે, એ પહેલાં પણ મેં કહ્યું હતું, ફરીથી પણ કહું છું કે તારી તૈયારી હશે તો આપણે રજીસ્ટર્ડ મેરેજ કરી લઈશું. છતાં તમે લોકો મુંબઈમાં જ છો. આપણે લગભગ રોજ થોડા કલાકો મળીશું અને તમે લોકો મુંબઈથી દિલ્હી પાછા ફરો તે પહેલા નિર્ણય કરી લઈશું.’

‘વેઈટર ઓર્ડર માટે ‘મેનુ-કાર્ડ’ મૂકી ગયો.

‘મેનુ-કાર્ડ’ માં જોયા વગર વિસ્મય કહ્યું, ટુ કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ.’

વેઈટર ‘મિનરલ વોટર’ની બોટલ અને કપ મૂકી ચાલી ગયો.

વિસ્મય, મારો નિર્ણય અફર છે, છતાં બે-ચાર મુલાકાત પછી તારો નિર્ણય જણાવજે. હું બંધાયેલી, તું છૂટો. ઓ.કે.?’

‘બાગેશ્રી, મિ. આકાશ ઓબેરોય સાથેના તારા સંબંધો તારે મર્યાદાપૂર્ણ બનાવવા પડશે.’

‘આકાશ મારો ફ્રેન્ડ છે. સિર્ફ ફ્રેન્ડ, વિશેષ કાંઈ નહીં. તને શંકા છે?’

‘ફ્રેન્ડશીપનો અર્થ  હું વધુ પડતા મુક્ત, હાથમાં હાથ પકડી હોટલો કે ફિલ્મોમાં જવું, એકબીજાને વાતે વાતે ધબ્બા મારવા એવો કરતો નથી. મુક્ત અને વધુ પડતા મુક્ત સંબંધો વચ્ચે બારીક રેખા તણાયેલી હોય છે.બાકી, ફ્રેન્ડશીપનો વિરોધ કરવા જેટલો હું કોન્ઝર્વેટીવ નથી.’

‘વિસ્મય, એમ તો મને તારો ફ્રેન્ડ આક્રોશ અને એની ફીઆન્સી નિકી ગમતાં નથી. જો ને, ‘તાજ’ માં આક્રોશે કેટલા ઝનૂનથી આકાશની ફેંટ પકડી હતી. એવા કક્ષા વગરના માણસો સાથે તારે સંબંધ ન રાખવા જોઈએ.’

‘નિકીને માટે આકાશે ગમે તેવા શબ્દો ઉચ્ચાર્યા એટલે આક્રોશ સંયમ ગુમાવી બેઠો હતો. ડરપોક પ્રેમી જ પ્રેમિકા માટે ઉચ્ચારાયેલા બીભત્સ શબ્દોનો પ્રતીકાર કરવાને બદલે મુક પ્રેક્ષક બની ચુપચાપ બેસી રહે. આક્રોશ દિલનો સાફ માણસ છે. એ જે દેખાય છે તે જ તેનું સાચું સ્વરૂપ છે. એનું ભીતર અને બાહ્ય સ્વરૂપ એક જ છે. હું એને વર્ષોથી ઓળખું છું એટલે ખાતરીપૂર્વક કહી શકું કે, ભદ્ર સમાજના સામાજીકોની જેમ દંભ-આડંબરનો નકાબ ચઢાવી એને જીવતા નથી આવડતું, એ પારદર્શક ઇન્સાન છે.’

‘છતાં કોણ જાણે કેમ પણ મને એ પહેલી જ નજરે રફ અને વિચિત્ર માણસ લાગ્યો છે.’

‘એના પરિચયમાં આવતી જઈશ તેમ તેમ એના પ્રત્યેનો તારો પૂર્વગ્રહ ઓગળતો જશે અને એના ઈમાનદારીથી જીવતા જીવન વિષે તને માન જન્મતું જશે. નિકી પણ ‘બાર ગર્લ’ તરીકે સર્વિસ કરવા છતાં મહેનતકશ અને ચારિત્ર્યવાન યુવતી છે. એની જન્મજાત કથા આપણને હચમચાવી દે એવી છે. આક્રોશના પ્રેમે એને જીવવાનું બળ આપ્યું છે. જો, આકાશે એને સસ્તી સ્ત્રીમાની એની સાથે દુર્વ્યવહાર ન કર્યો હોત તો તારે આકાશને અને મારે નીકી-આક્રોશનો બચાવ ન કરવો પડ્યો હોત.’

વેઈટર કોલ્ડ કોફી વિથ આઇસક્રિમ મૂકી ગયો.

‘હવે આ વાત પર પૂર્ણવિરામ મુકીએ. આપને બીજાની વાત કાર્ય વગર આપણને મળેલો સમય વહી જવા ન દેવો જોઈએ.’

‘ખરી વાત છે. બોલ, બીજું શું ચાલે છે?’

‘લહેર ચાલે છે. વિસ્મય, ગંભીરતાથી કહું છું કે, આપણે જલ્દી નિર્ણય લઇ આપણા વડીલોને જણાવી દેવું જોઈએ. મારી મોમ આપણે એકબીજાનો સ્વીકાર કરવા તૈયાર નહીં તો મને આકાશ સાથે પરણાવી દેવા ઉત્સુક છે. એની નજરે આકાશ પછી તારો ક્રમ આવે છે. મારી નજરે તારો ક્રમ પહેલો છે, આકાશનો બીજો છે.’

‘એટલે તારા મનમાં પણ આકાશ પડેલો છે, એમ ને?’

‘તું ઇનકાર કરીશ તો મારો બીજો વિકલ્પ પહેલો બની જશે. હું કુંવારી દોશી થઇ, જીવનને માણ્યા વગર મરવા નથી માગતી. મારી ઉંમર પરણવા લાયક થઇ છે. ઉંમર વહી ગયા પછી જીવનનો ચાર્મ શો? વિસ્મય, ચાલ ને આપને જલ્દી જલ્દી પરની જઈએ.’ બાગેશ્રીએ વિસ્મયનો હાથ હાથમાં લઈને પંપાળ્યો.

વિસ્મય હસી પડ્યો, ‘બાગેશ્રી, હું પણ એવું જ ઈચ્છું છું. તારી મોમ અને મારા પપ્પાના અતીતે આપણને એવા દોરાહા પર મૂકી દીધા છે કે વિલંબ થશે તો આપના ઐક્યામાં ઘણાં વિઘ્નો ઊભા થઇ શકે છે.’

વેઈટર બીલ મૂકી ગયો.

બાગેશ્રીએ પર્સની ચેઈન ખોલી.

‘ બાગેશ્રી, આ મુંબઈ છે. તું મારી ફિઆન્સી ઉપરાંત ગેસ્ટ છે. આપણે સંસ્કૃતિની એક ખાસિયત છે. સભ્યતા છે, પરંપરા છે કે મોટે ભાગે પુરુષ બીલ ચૂકવતો હોય છે. સિવાય કે સ્ત્રીની તુલનાએ ખુબ ગરીબ હોય અને તું જાણે છે કે, પરંપરા તોડી તને બીલ આપવા દુ એટલો હું ગરીબ નથી.મને બસો રૂપિયા પરવડશે.’ વિસ્મયે ડીશમાં સો સો ની બે નોટો અને વિદ રુપિયાની નોટ ટીપ તરીકે મૂકી.

‘બસો રૂપિયા નું બીલ વધુ પડતું ન કહેવાય? આ હોટલ ફાઈવ ક સેવન સ્ટાર નથી.’

‘અહી આવતી વ્યક્તિઓ ખાવા-પીવાના બીલ કરતા મુક્તિથી, આરામથી બેસવાની કિંમત વધારે ચુકવતી હોય છે.’

‘We have to pay for comforts and atmosphere- સગવડ અને વાતાવરણનું મૂલ્ય ચુકવવું પડે છે.’

બાગેશ્રી હસી પડી, ‘રાઇટ.’

વાતાવરણનું રંગ પકડતું જતું હતું. રાત જામતી હતી.

વિસ્મય અને બાગેશ્રી ઉઠ્યા।

કાર સ્ટાર્ટ કરી.

ભવિષ્ય (January 2014) →

Leave A Reply