આયુર્વેદ – વ્યાયામ (March 2014)

જે ક્રિયા ઈચ્છાપૂર્વક કરવામાં આવે છે તથા જેનાથી શરીરને થાકનો અનુભવ થાય છે તેને વ્યાયામ કહેવામાં આવે છે. આ જ વ્યાયામ શરીરમાં સ્થિરતા તથા બળ આપે છે. વ્યાયામ રોજ, બધી જ ઋતુમાં તથા પોતાની શક્તિ મુજબ કરવો જોઈએ. હેમંત, શિશિર અને વસંતઋતુમાં પોતાની અર્ધીશક્તિ મુજબ (એટલે કે જયારે માથા ઉપર અથવા બગલમાં પરસેવાનો અનુભવ થાય) ગ્રીષ્મ, વર્ષા અને શરદઋતુમાં આનાથી પણ ઓછો વ્યાયામ કરવી જોઈએ. યોગ્ય માત્રા (પ્રમાણમાં) તથા સારી રીતે વ્યાયામ કરવાથી માંસ-પેશી દ્રઢ બને છે. ચરબી ઘટી જવાથી પેટ અને ચાટી અલગ દેખાય છે. વ્યાયામ માલીશ કાર્ય પછી કરવો જોઈએ. જેનાથી તૈલ સારી રીતે શરીરમાં ઉતરી જાય છે. શરીરમાંથી પરસેવો બહાર આવે છે. જેનાથી શરીર હલકું લાગે છે, અને સ્ફૂર્તિ આવે છે. કાર્ય કરવાની ક્ષમતા અને પાચનશક્તિ વધે છે. ચરબી નષ્ટ થઇ જાય છે. કુપિત થયેલાં દોષો ખાસ કરીને કફદોષ શાંત થાય છે.

અતિ વ્યાયામ: શક્તિથી વધારે વ્યાયામ કરવાથી તરસ, પ્રતચક શ્વાસ, ઉધરસ, તાવ, રક્તપિત્ત, જ્ઞાનેન્દ્રિયોની કાર્ય કરવાની અસમર્થતા, થાક, તથા ઉલટી વગેરે રોગો ઉત્પન્ન થાય છે.

વ્યાયામ કોને કરવો: વાત-પ્રીત રોગી, બાળક (16 વર્ષ ઓછી ઉંમર) વૃદ્ધ (70 વર્ષથી પછી), અજીર્ણ, ભૂખ અને તરસથી પીડાતા રોગીઓએ વ્યાયામ ન કરવો જોઈએ. જે લોકો વધારે યાત્રા, વધારે ચાલતા, વજન ઉપાડનાર તથા જે ક્રોધ, શોક, ભય તથા થાકેલા હોય તેમણે વ્યાયામ ન કરવો. કેમકે વ્યાયામ કરવાથી વાયુ અને પિત્ત વધે છે તથા ઉપરોક્ત અવસ્થામાં પહેલેથી વાયુ-પિત્ત વધેલા હોય છે. બાળકો ચંચળ હોવાથી હંમેશા કંઈને કંઈ કરતા જ હોય છે. તેથી કુસ્તી વગેરે ભારે કસરત ન કરવી જોઈએ.

સ્નાન: શરીરની સ્વચ્છતા માટે દરરોજ સ્નાન કરવું જરૂરી છે. કેમકે તેનાથી માનવ-શરીર ને નવજીવન પ્રાપ્ત થાય છે. સ્નાનથી આયુષ્ય વધે છે. બલ વધે છે. તથા થાક, ખંજવાળ, ત્વચાની ગંધ, પરસેવો, દુર્ગંધ, સુસ્તી, તરસ અને બળતરાનો નાશ કરે છે. ભોજન કર્યા પછી તરત જ સ્નાન ન કરવું જોઈએ.

ભોજન: સ્વસ્થ રહેવા માટે ભોજનનું ખુબ જ મહત્વ છે. ભોજન હંમેશા યોગ્ય માત્રામાં તથા યોગ્ય સમયે અનુકૂળ વસ્તુ સાથે કરવું જોઈએ. ભોજનની માત્રા વગેરે દરેક વ્યક્તિની પાચનશક્તિ અને ચયાપચયની શક્તિ ઉપર આધાર રાખે છે.

કેટલાંક ખાદ્ય પદાર્થો (જેમકે – મગ, સાદા ચોખા) સ્વભાવથી જ પચવામાં હલકા માનવામાં આવે છે. આ હલકા પદાર્થોમાં વાયુ અને અગ્નિ મહાભૂત વધારે જોવા મળે છે. આ પદાર્થો ભૂખને વધારે છે. તથા જલ્દીથી પાચન થઇ જાય છે. આથી આવા પદાર્થો વધારે પ્રમાણમાં લેવામાં આવે તો પણ વધારે નુકસાન કરતા નથી. પણ હદ થી વધારે માત્રામાં લેવામાં આવે તો પાચન-શક્તિ અને ચયાપચયની શક્તિ ઉપર ખરાબ અસર થાય છે. આથી વિરુદ્ધ કેટલાક પદાર્થો (અડદ વગેરે) સ્વભાવથી જ પચવામાં ભારે હોય છે. જે ભૂખ ઓછી કરે છે. આથી થોડું વધારે માત્રામાં લેવાથી પાચનક્રિયા તથા ચયાપચયની ક્રિયા પર ખરાબ અસર થાય છે. જો કોઈ વ્યક્તિની પાચનક્રિયા વધારે સારી હોય તો તે ભારે પદાર્થો પણ આસનીથી પચી જાય છે, પચાવી શકે છે.સામાન્ય રીતે આ ભારે ખોરાક એટલી જ માત્રામાં ખાવો જોઈએ જેથી અડધું અથવા 3/4 (ત્રણ ચતુર્થાંશ) જ પેટ ભરાય. બાકી અડધું અથવા 1/4 (એક ચતુર્થાંશ) પેટ ખાલી રાખવું જોઈએ. આ રીતે આ પદાર્થો નુકસાન કરતા નથી.

ભોજન હંમેશા રૂચી રાખી તથા ચાવીને ખાવું જોઈએ. ભોજન હંમેશા પહેલા ખાધેલું પછી ગયા પછી જ કરવું જોઈએ. આ વસ્તુને ધ્યાનમાં રાખી કરેલું ભોજન શરીરને પોષણ આપે છે. આંખોમાં તેજ આપે છે. તથા આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. આનાથી શરીરનાં ત્રણેય દોષો અને ધાતુ (રસ-રક્ત વગેરે)  પણ સંતુલિત અવસ્થામાં રહે છે.

કેવું આચરણ કરવું: જીવનમાં સ્વસ્થ અને સુખી રહેવા મારે પ્રત્યેક ધર્મનું પાલન કરવું જોઈએ. ધર્મ, અર્થ (ઘન વગેરે) કામ (ઈચ્છાની પૂર્તિ)નું પાલન એવી રીતે કરવું જેથી એમાં અંદર વિરોધ ન થાય. હંમેશા સાચું બોલવું જોઈએ. માંગનાર ને નિરાશ ન કરવા જોઈએ. તથા તેનો તિરસ્કાર ન કરવો જોઈએ. દેવતા, ગાય, બ્રાહ્મણ, વૃદ્ધ, વૈદ્ય, રાજા તથા મહેમાનોને સન્માન દેવું જોઈએ.

બીજાની કોઈ વસ્તુ તથા સંપતિ ઉપર આપને અધિકાર ન કરવો જોઈએ. તથા કોઈની સંપતિ અથવા સ્ત્રી વગેરેની ઈચ્છા ન કરવી જોઈએ. કોઈપણ પ્રકારે આપણે પાપથી દૂર રહેવું જોઈએ. દુષ્ટ વ્યક્તિ તરફ પણ ખરાબ વ્યવહાર ન કરવો જોઈએ.

બીજાની ગુપ્ત વાતો અને વાંકોનો ખુલાસો ન કરવો જોઈએ. વિશ્વાસઘાતી, કપટી, અધર્મી, દુરાચારી, ગર્ભપાત કરવાવાળા, કંજુસ અને કુટિલ સ્વભાવવાળા લોકોથી દુર રહેવું. કલ્યાણ કરવાવાળા લોકો તથા મિત્રોની સલાહ લેવી જોઈએ. તથા અકલ્યાણ કરવાવાળાથી હંમેશા સાવધાન રહેવું જોઈએ.

સામાન્ય આહાર-વિહાર: સમાન્યરૂપમાં માનવામાં આવેલ નિયમોનું કોઈપણ વ્યક્તિએ ઉલ્લંઘન ન કરવું જોઈએ. તથા સમાજ દ્વારા બનાવવામાં આવેલ  અચારસંહિતાને તોડવી ન જોઈએ.

 • રાત્રે તથા અનુચિત જગ્યામાં ફરવું યોગ્ય નથી.
 • સવાર તથા સાંજની સંધિકાળમાં જમવું, અધ્યયન કરવું, સુવું તથા મૈથુન કરવાની મનાઈ છે.
 • મદ્યપાન, જુગાર તથા વૈશ્યા પ્રતિ લાગણી ન રાખવી જોઈએ.
 • કોઈપણ વ્યક્તિનું અપમાન કરવું અથવા અભિમાનથી અશિષ્ટ તેમજ અમિત્રતા નો વ્યવહાર કરવો અનુચિત છે.
 • ચુગલખોરી તથા વૃદ્ધો, અધ્યાપકો, સમુહમાં બેઠેલા લોકો અને રાજા પ્રતિ કઠોર શબ્દ બોલવા અસભ્યતા છે.
 • બહુ બોલવું, સહનશીલતા ન રાખવી તથા અતિ સાહસ કરવું યોગ્ય નથી.
 • આપણા સેવકો તથા નોકર-ચાકરની સંભાળ સારી રીતે રાખવી જોઈએ. તેની ઉપેક્ષા શંકા કરવી યોગ્ય નથી.
 • કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા તે કાર્ય વિષે બરાબર વિચારવું જોઈએ. પણ શરૂઆત કર્યા પછી તે છોડવું ન જોઈએ તથા અધૂરું પણ ન છોડવું જોઈએ. છોડવાની અથવા કામથી દૂર ભાગવાની ટેવને છોડવી જોઈએ.
 • કોઈપણ કાર્યમાં સફળતા મળવાથી ફુલાય ન જવું તથા નાની-મોટી વાતોમાં આવશ્યકતાથી વધારે લાગણીશીલ ન થવું જોઈએ.
 • મનુષ્યે પોતાની ઇન્દ્રિય અને મનનો ગુલામ ન થવું જોઈએ. તથા તેને ખુબ દબાવીને પણ ન રાખવી જોઈએ.
 • હંમેશા પોતાના સ્વભાવ અને પ્રકૃત્તિ ને ધ્યાનમાં રાખીને વ્યવહાર કરવો જોઈએ.
 • સ્વમાની થવું સારી વાત છે. પરંતુ હંમેશા આપના તરફ કરવામાં આવેલ અપમાન ને યાદ ન કરવું જોઈએ.
 • કાર્ય અને પરિણામ (જેમકે સારા કાર્યનું પરિણામ સારું તથા ખરાબ કાર્યનું પરિણામ ખરાબ) ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને તે મુજબ કાર્ય કરવું જોઈએ.
 • વ્યક્તિએ પોતાનું ચરિત્ર, આચાર, વ્યવહાર તથા ટેવો મુશ્કેલી ઉભી કરે તેવું ન હોવું જોઈએ. ગુપ્ત અંગોનું પ્રદર્શન ન કરવું જોઈએ.
 • પોતાના સુખમાં બીજાને પણ સામીલ કરવા જોઈએ.
← કલ્પના કે વાસ્તવ (March 2014) જવાબદાર વ્યક્તિ ઠરવા માટેના પાંચ મહત્વના સુત્રો (March 2014) →

Leave A Reply